PM નરેન્દ્ર મોદીએ વર્તમાન કોરોના વાયરસ COVID-19 ની દેશમાં અસ્તવ્યસ્ત પરિસ્થિતિ વચ્ચે હાઇલેવલ મિટિંગ કરીને એક વિશેષ અભિયાન ચલાવવા માટે સૂચનાઓ આપી છે.
- PM મોદી હાઇલવેલ બેઠક યોજાઇ
- મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં ટીમ તૈયાર કરવાના આદેશ
- 14 એપ્રિલ સુધી ચલાવવામાં આવશે આ વિશેષ અભિયાન
શું શું લેવાયા છે નિર્ણયો?
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે COVID-19 ની પરિસ્થિતિ તથાઅને વેક્સિનનેશનના અભિયાન બાબતે હાઇલેવલ બેઠક યોજી હતી. આ વિશેષ બેઠકમાં એવા નિર્ણય લેવામાં આવ્યા છે કે તારીખ 6 થી 14 એપ્રિલ સુધી વિષેશ સાફ-સફાઇ અને COVID-19 ની વિરુધ્ધ એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. PM મોદીએ ભારતના વિવિધ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં પણ એક વિશેષ ટીમ તૈયાર કરીને મોકલવા માટેની સૂચનાઓ પણ આપી છે. PM મોદીએ આ સાથે એ પણ કહ્યું કે 100% માસ્કનો ઉપયોગ થાય, સંપૂર્ણ સ્વચ્છતા જળવાય અને જાહેર સ્થળોએ સંપૂર્ણ સફાઇ થાય તથા જરૂરી સુવિધાઓ પર વિષેશ ધ્યાન આપવામાં આવે તે માટે આવતી કાલ તારીખ 6 એપ્રિલથી 14મી એપ્રિલ સુધી એક વિશેષ પ્રકારનું અભિયાન પણ ચલાવવામાં આવશે.
કોરોનાની બીજી લહેર બની શકે છે ઘાતક
વર્તમાન સમયે ભારતમાં COVID-19 નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. દરરોજ આવનારા કેસોની સંખ્યામાં પણ રોજે રોજ સાતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે, મહારાષ્ટ્ર રાજયમાં તો સૌથી વધારે કોરોના વાયરસનો ફેલાવો અને અસર જોવા મળી રહ્યા છે. PM મોદીએ આવા જે રાજ્યોમાં અસર વધુ બેકાબૂ જોવા મળી રહી છે. ત્યાં વિશેષ રીતે ટીમ તૈયાર કરી ને મોકલી આપવાના આદેશ પણ આપી દીધા છે.
5T પર આપવામાં આવશે વિષેશ જોર
સાથે એ પણ નોંધનીય છે કે PM મોદીની આ બેઠકમાં તમામ પ્રધાન સચિવો, કેન્દ્રીય કક્ષાના સ્વાસ્થ્ય સચિવ તેમજ વરિષ્ઠ અધિકારીઓને હાજર રાખવામા આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પોતે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે અત્યારે દેશભરમાં COVID-19 ની સ્થિતિ અને રસીકરણ અભિયાનની વર્તમાન પરિસ્થિતિઅવસ્થાને જોતાં આ સમીક્ષા બેઠક યોજવામાં હતી. આ વૈશ્વિક મહામારીની સામે લડત આપવા માટે વિષેશ પ્રભાવી ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ અને સાથે રસીકરણ પાંચ સ્તરીય રણનીતિનો ઉપયોગ કરીને તેના પર ભાર આપવા આવશે.
ડેથ રેટ ઓછો કરવા પર વિષેશ મહત્વ
PM મોદીના કાર્યાલય પરથી જાહેર કરવામાં આવેલા આવા નિવેદન મુજબ તારીખ 6 એપ્રિલથી 14 એપ્રિલ વચ્ચે COVID-19 વિરુધ્ધ આ વિશેષ અભિયાન ચાલશે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ભવિષ્યમાં આવતા દિવસો દરમિયાન તમામ હોસ્પિટલોમાં રહેલા બેડની સંખ્યા, વધારવાની અને ઉત્તમ પ્રકારની વિષેશ વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચનાઓ આપી છે. COVID-19 વિરુધ્ધ ડેથ રેટ ઓછો કરવા માટે અને જરૂરી સ્વાસ્થ્ય માળખું તૈયાર કરવા પર વિષેશ ભાર આપવાનું આયોજન કરવામાં આવનાર છે.
👉 ન્યુઝ વાંચો : તહેવારોમાં કોરોનાને લઈને કેન્દ્ર સરકારે આપી મોટી ચેતવણી, કહ્યું વાયરસે રુપ બદલ્યું તો..