PM KISAN Yojana : દેશના ખેડૂતો માટે આવી ખુશખબરી, જાણો કે આ તારીખે જમા થશે ખાતામાં 2000 રૂપિયા, આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારું નામ!
સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા જમા કરવાની છે
જો તમે પણ આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Yojana) માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારા માટે આ ખુશ ખબર છે. જાણી લો કે સરકાર ટૂંક સમયમાં તમારા ખાતામાં 2000 હજાર રૂપિયા જમા કરશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 2000 લેખે ત્રણ વર્ષના કુલ 6000 રૂપિયાની આર્થિક રોકડ સહાય (Financial Support to Farmers) મળે છે. હવે આઠમા હપતાના પૈસા ટૂંક સમયમાં ખેડૂત મિત્રોને મળી જશે. અત્યાર સુધીની માહિતી મુજબ લગભગ 9.5 કરોડ લાભાર્થી ખેડૂતોને આ યોજના અંતર્ગત ખાતામાં એક હપ્તાના રૂપમાં 2000 રૂપિયા મળે છે.
સામાન્ય રીતે , આમ તો દર વર્ષે લગભગ 20મી એપ્રિલ સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Yojana)નો પહેલો હપ્તો જમા કરી દેવામાં આવે છે. યોજનાના નિયમ પ્રમાણે તેનો પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ગમેતે સમયે જમા થઈ શકે છે.
PM Kisan યોજનાનો હપ્તો જમા થયો કે નહીં કેવીરીતે ચેક કરશો ?
- સૌથી પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in ઓપન કરો
- home પેજ ઉપર Farmer Corner નો ઓપ્શન મળશે, તેને ઓપન કરો
- આ Farmers Corner ની અંદર Beneficiaries List જોવા મળશે તેના પર ક્લિક કરો.
- તેમાં તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
- હવે, Get Report ઉપર ક્લિક કરો. તેમાં તમારી સામે તમારા ગામનું લિસ્ટ ઓપન થશે તેમાથી તમારૂ નામ ચેક કરી લેવું..
હપ્તો જમા થવામાં કેમ સમય લાગી શકે છે. ?
આપ સૌ જાણો જ છો કે વર્તમાન covid-19 ની પરિસ્થિતિમાં તમામ સરકારી કચેરીઓ / બેન્કો તેમજ આની સરકારી દફતરોમાં 50% સ્ટાફની હાજરી કરવામાં આવેલ છે. જેના કારણે લાભાર્થીના વેરિફિકેશનની પ્રક્રિયામાં સમય લાગે છે. આ સિવાય જે અમાન્ય ખેડૂતોને કે જેઓ પાત્ર નથી તેમણે હપ્તો મળી ગયો હોય તો તે પાછા લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે. આ પ્રક્રિયા પૂરી થાય પછી લગભગ 9.5 કરોડ ખેડૂતોને તેમના પહેલા હપ્તાની કુલ 19,000 કરોડ રૂપિયાની રકમ જમા કરી આપવામાં આવશે.
News Source by : News18.com
Post a Comment