Trending : અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગે કર્યો આદેશ. Tag : #Gujarat #Ambaji #Bhadarvipoonam #AmbajiMelo2021 #Bhadarvi_Melo_2021
- આ વર્ષે પણ ભાદરવી પુનમનો મેળો રદ
- ગૃહ વિભાગે આપ્યા આદેશ
- આખડી બાધા / માનતા હોય તેમણે જ અપાશે પ્રવેશ.
- પગપાળા સંઘ / યાત્રાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ.
અંબાજી ધામમાં આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો આદેશ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આદેશ મુજબ જણાવવામાં આવ્યું છે કે શ્રધ્ધાળુ પદયાત્રીઓ અને પગપાળા સંઘોને કોઈ જ પ્રકારે મંજૂરી આપવામાં આવી નથી. તેની સાથે માત્ર જે બાધા આખડી માન્યતા રાખેલ હોય માત્ર તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવનાર છે.
આમ, અંબાજી મંદિર દર્શન અને અંબાજી ધામનો ભાદરવી પૂનમનો મેળો ગત વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે.. ગુજરાત રાજ્યમાં અત્યારે ભલે કોરોનાના કેસ નહિવત થઈ ગયા હોય પણ કોરોના હજુ સંપૂર્ણ ગયો નથી હજુ પણ કેટલાક કોરોનાના કેસ આવતા રહે છે. તેવી સ્થિતિમાં અંબાજી ધામના ભાદરવી પૂનમના આ મેળા પર પણ કોરોનાનું મોટું ગ્રહણ લાગ્યું છે.
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. તેની અગમચેતીના સ્વરૂપે પગલે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ જાહેર કરવામાં આવ્યો છે. જેકે, અંબાજી મંદિરે માઈભક્તો અને પગપાળા સંઘ યાત્રાળુઓની ભારે ભીડ જામતી જતી હોવાથી આ વર્ષે પણ મંદિર બંધ રાખવા અંગે આ મહત્વનો નિર્ણય તત્કાળ લેવામાં આવ્યો છે. તેની સાથે પગપાળા ચાલતા સંઘોને પણ કોઈ મંજૂરી ન આપવાનો મોટો નિર્ણય લેવાયો છે.
જોકે કોઈને મોટી બાધા કે માનતા હોય માત્ર તેવાજ દર્શનાર્થી ભક્તોને પ્રવેશ માટેની સૂચના આપવામાં આવી છે. અને તે પણ માત્ર મર્યાદિત સંખ્યામાં જ. તેમ છતાં અત્યારે મહત્વની બાબત એ છે કે કોરોના મહામારીનું સંકટ ઓછું થતાં જ માઈભક્તોનો અવિરત પ્રવાહ મંદિર તરફ જઈ રહ્યો છે. હવે આ અંગે વિભાગ દ્વારા શું નિર્ણય લેવાશે ? તે જોવું રહ્યું.
Head Line : Ambaji Bhadarvi Poonam fair canceled, order issued by Home Department
Also Read