Posts

શિયાળામાં શરદી-ખાંસીથી ના થાઓ પરેશાન? આ એક ઘરગથ્થું ઉપચારથી મળી જશે રાહત

શિયાળામાં શરદી-ખાંસીથી ના થાઓ પરેશાન? આ એક ઘરગથ્થું ઉપચારથી મળી જશે રાહત

શિયાળામાં શરદી-ઉંઘરસ થવું એક સામાન્ય વાત છે. શરદી અને ત્વચાની સારવાર, વરાળ લેવી એક સરસ ઉપાય છે. વગર કોઈ સાઈડ ઈફેક્ટના, ઘણા સ્વાસ્થય અને આરોગ્યના ફાયદા તમને જરૂર ખબર હોવી જોઈએ નાસ કેવરાળ લેવાના આ 5 ચમત્કારિક ફાયદા


1. શરદી-ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં વરાળ લેવી એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતું કફ પણ સરળતાથી નિકળી જાય છે અને તમને કોઈ પણ રીતની પરેશાની નહી થશે. 

2. ત્વચાની ગંદગીને હટાવીએ અંદર સુધી ત્વચાની સફાઈ કરવા અને ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળ લેવું સારું ઉપાય છે. વગર કોઈ મેકઅપ પ્રોડકટ ઉપયોગ કરી આ ઉપાય તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકે છે. 

3. ચેહરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ ભાપ લેવું એક સરળ ઉપાય છે. આ તમારી ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો.ત્વચામાં ભેજ પણ જાણવી રહે છે. 

4. જો ચેહરા પર ખીલ છે, તો ચેહરાને નાસ આપો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળથી નિકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે. 

5. અસ્થમા જેવી સ્વાસ્થય સમસ્યાઓમાં પણ ભાપ લેવું ફાયદાકારી સિદ્ધ હોયછે. ડાક્ટર્સ એવી પરિસ્થિતિમાં નાસ લેવાની સલાહ આપે છે. જેનાથી દર્દીને રાહતનો શ્વાસ મળી શકે. 

શિયાળામાં શરદીને કારણે નાક બંધ થઈ જાય તો તરત જ આ 5 ઘરેલૂ ઉપચાર કરી લેજો, નહીં વધે શરદી અને કફ


શિયાળાની શરૂઆત થાય કે તરત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને ઘરમાં પડેલી પેન કિલર દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી આવી સામાન્ય તકલીફોમાં દવા લેવાનું ટાળી અને ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. આ તમામ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વ ધરાવે છે. ઘણી વખત સાઈનસ, શરદી, ફ્લૂ, એલર્જી અથવા સંક્રમણને કારણે પણ નાક બંધ થઈ જાય છે. ચાલો આ સમસ્યાના ઉપચાર જાણીએ.


વારંવાર નાક બંધ થઈ જાય છે, અપનાવો આ ઘરેલૂ ઉપાય

  • નાક બંધ થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે
  • ઘરેલૂ ઉપચારથી આ સમસ્યામાં મળશે રાહત
  • મધ સાથે મરી પાઉડરનો પ્રયોગ

શરદી અને પોલ્યુશનના કારણે નાક બંધ થઈ જતું હોય તો મરી પાઉડર અને મધનું મિશ્રણ ઉત્તમ છે. એક મોટી ચમચી મધમાં 2થી 3 ચપટી મરી પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરી લો. આનાથી તમારી બંધ નાક ખુલી જશે અને રાતે શ્વાસ લેવામાં તકલીફ નહીં અનુભવાય. આ સિવાય તમને શરદીમાં પણ રાહત મળશે. 

હ્યૂમિડિફાયરનો ઉપયોગ કરો

હ્યૂમિડિફાયર સાઈનસ અને બંધ નાકની સમસ્યામાં રાહત આપે છે. હ્યૂમિડિફાયરને કારણે રૂમમાં ભેજ વધી જાય છે. જેના કારણે નાકમાં થતી ઈરિટેશન અને સંક્રમણમાં રાહત મળે છે, સોજો દૂર થાય છે અને તે કફને પણ પાતળું કરી દે છે. 

લસણ અને આદુ

લસણમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ બંને ગુણ હોય છે. જે આ સમસ્યાના ઈલાજમાં મદદ કરે છે. આ સાથે જ તેને કફને પણ દૂર કરે છે. તેના ફાયદા માટે તમારી ડાયટમાં લસણ અને આદુ સામેલ કરો. શિયાળામાં આદુ પાક ખાઓ. લસણની ચટણી ખાઓ.

ગરમ સૂપ અથવા ચાનું સેવન

ઘણાં લોકો બંધ નાક અને શરદીને દૂર કરવા માટે ગરમ લિક્વિડ લેતા હોય છે. તો તેના માટે સૂપ, દાળ કે ગરમ પાણી બેસ્ટ ઓપ્શન છે. તેનાથી તમારી નાક ખુલી જશે અને કફ પણ છૂટો પડશે. સાથે જ શરદી ખાંસીમાં પણ આરામ મળશે. ગળાને પણ રાહત મળશે. નાક ખોલવા માટે તેમજ ગળાની ખરાશની સમસ્યામાં ગરમ પાણી દ્વારા ફાયદો થાય છે. શિયાળાની સિઝનમાં અવારનવાર શરદી અને ગળાની સમસ્યા લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. 

કોકોનટ ઓઈલ

નાળિયેરનું તેલ પણ બંધ નાકની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે. નાક અને નાકની અંદર નાળિયેરનું તેલ લગાવવાથી બંધ નાક ઝટપટ ખુલી જાય છે. નાળિયેરનું તેલ લગાવ્યા બાદ બંધ રુમમાં બેસવાથી વધુ લાભ થાય છે.

દૂધમાં આદુ

શરદી થઈ હોય તો ગરમ દૂધમાં આદુ ઉમેરી તેનું સેવન કરવું. આદૂ સાથે હળદર પણ ઉમેરી શકાય છે. આ દૂધ નિયમિત પીવાથી શરદીમાં તુરંત રાહત મળે છે. સાથે જ બંધ નાક ખુલી જાય છે. તેના પ્રયોગ વખતે એક ગ્લાસ દૂધ ઉકળવા મૂકો પછી તેમાં 1 ઈંચ આદુનો ટુકટો પીસીને નાખીને સહેજ ઉકાળો. હવે ગેસ બંધ કરી તેમાં ચપટી હળદર અને સાકર મિક્સ કરીને આ દૂધનું રોજ સેવન કરો. 

શિયાળોમાં શરદી અને ખાંસીથી દૂર રહેવા જરૂર અપનાવો આ ટિપ્સ


ઠંડી અને તાપમાન ઘટી રહ્યું છે ત્યારે શિયાળામાં શરદી અને ખાંસીથી પોતાની જાતને બચાવવી ખૂબ જ જરૂરી છે. આવા સમયે સ્વાસ્થયનું ધ્યાન રાખવા માટે તમારે કેટલાક ઘરેલુ ઉપચારની મદદ લઇ શકો છો. જે તમને શરદી અને ખાંસીથી દૂર રાખશે. ત્યારે નીચે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ આપી છે જેનું રોજ સેવન કરવાથી તમે તમારી ઇમ્યૂનિટી સારી કરી શકો અને સ્વસ્થ પણ રહી શકશો.

હળદરનું દૂધ

શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી કફ છૂટો થાય છે. અને શરદી અને ખાસીમાં પણ રાહત રહે છે. વળી તેનું રોજ સેવન કરવાથી કેલ્શિયમ, પ્રોટીન જેવા મહત્વના સોર્સ પણ તમને મળે છે. માટે જો તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો દૂધ અને હળદર વાળા દૂધનો ઉપાય તમે કરી શકો છો.

બીટા કેરોટીન

આનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવાથી બ્લડ પ્રેશર, હાર્ટ અટેકની ચિંતા ઓછી રહે છે. આ સિવાય બિટા કેરોટીન આંખ અને શ્વાસ સંબંધિત રોગોથી લડવા માટે પણ સહાયક સાબિત થાય છે. તે થાઇરોઇડ ગ્રંથિઓને સંક્રિય રાખે છે અને તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

હાઇડ્રેટેડ રહો

શરીરમાં પાણીની પૂર્તિ યોગ્ય માત્રામાં હોવી જરૂરી છે. શરીરને ડિટોક્સ કરવા માટે પણ આ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે હાઇડ્રેટેડ રહેવા માટે અને રોગથી લડવા માટે તમને આ મદદરૂપ સાબિત થઇ શકે છે. વળી બિમારી પછી રિકવર કરવામાં પણ નવસેકું પાણી પીવાથી લાભ રહે છે.

શિયાળામાં આ સિવાય ગોળ ખાવો પણ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તેનાથી હિમોગ્લોબિનનું સ્તર પણ વધે છે. અને શરીરમાં આર્યનની કમી પણ બચે છે. ગોશનું સેવન અનેક રીતે શિયાળામાં કરવું લાભકારી છે.

આ સિવાય નિયમિત કસરત કરો. ચોખ્ખી હવા લો. અને 30 મિનિટ વોક કરવાનું પણ રાખો આનાથી શરીર સ્ફૂર્તિલું રહે છે. વધુમાં શિયાળામાં શેરડીનો રસ પીવો પણ લાભકારી છે. તે લીવર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી શરીરને તાજગી મળે છે. અને ગળા માટે પણ ફાયદાકારક છે. સાથે જ તે ઇમ્યુનિટી પણ વધારે છે. 

Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી સર્વ સામાન્ય સૂચના પર આધારીત છે.  આ પર અમલ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.