Posts

મિયાઝાકી કેરી 🥭 : વિશ્વની સૌથી મોંઘી કેરી, બે કિલો કેરીમાં તો કાર આવી જાય | The most expensive mango

મિયાઝાકી કેરી: વિશ્વની સૌથી મોંઘી કેરી, બે કિલો કેરીમાં તો કાર આવી જાય
મિયાઝાકી કેરી : The most expensive mango: કેરીને એટ્લે ફળોનો રાજા. ઉનાળા શરૂઆતથી દેશમાં કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે.ત્યારે વિશ્વમાં ભારત દેશને કેરીની વિવિધ જાતો માટે ઓળખવામાં આવે છે.આપણા ભારત દેશમાં ઉત્પાદિત થતી કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે. ભારત દશેરી,લંગડા અને આલ્ફોન્સોથી લઈને બંબૈયા સુધીની મીઠાસ વિશ્વભરમાં ફેલાવે છે. જોકે, હવે કેરીની નવી વેરાયટી માર્કેટમાં આવી છે, જેને વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવામાં આવી રહી છે. જેની કિંમત એક નવી કાર આવી જાય. miyazaki mango price


મિયાઝાકી કેરી


ગજબ મોંઘી: આપણાં દેશમાં હાલ મોંઘવારી વધી રહી છે, એટલે ભારતના 99.99 ટકા લોકો પાસે આ કેરી ખરીદવાની ક્ષમતા નથી તેમ કહી શકાય. આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી છે કારણ કે, આર્થિક રીતે સદ્ધર લોકોના પરિવારો પણ આખી ઉનાળાની સિઝનમાં આ કેરીઓ ખાઈ શકતા નથી. આ કેરી હટકે અને ખૂબ મોંઘી છે. કેરીની કિંમત વિશ્વના ખૂબ જ અતિ પૈસાદાર લોકોનું ફળ બનાવી દીધું છે.

મિયાઝાકી કેરીની ખાસિયતો


આમ તો આપણે સામનય રીતે કેસર, હાફૂસ , લંગડો જેવી કેરીની જાતો ના નામ સાંભાળ્યા હશે. પરંતુ આજે આપણે મિયાઝાકી કેરી ની વાત કરીશુ. જેની ખાસિયતો નીચે મુજબ છે.

રંગ


The most expensive mango: આ કેરી આપણા ભારત દેશમાં ઉગાડવામાં આવતી કેરીની જાત જેવા સિંદુરિયા રંગ જેવી છે. સિઝનના મધ્યમાં અહીં સામાન્ય માર્કેટમાં આવી જાય છે. આ કેરી ખૂબ દેખાવમાં ખૂબ જ સુંદર છે, આ કેરી પોતાના સ્વાદ માટે નહીં પરંતુ કિંમતના કારણે જાણીતી છે.

કિંમત miyazaki mango price


જો સ્વાદની વાત કરીએ તો, દેશમાં કેસર,હાફૂસ,લંગડા, દશેરી અને આલ્ફોન્સો જેવી કેરીની જાતો પ્રખ્યાત છે. પરંતુ, આજે આપણે જે વેરાયટી વિશે જાણવા જઈ રહ્યા છીએ તેની કિંમત 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલો જેટલી છે. આમ તો આ માન્યા મા ન આવે તેવી વાત છે. આ કેરીનુ ઉત્પાદન જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે.


ઉત્પાદન


આ કેરી ની જાતને મિયાઝાકી કેરી કહેવામાં આવે છે. સામાન્ય રીતે કેરીના ઉત્પાદનની બાબતમાં આપણો દેશ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ફેમસ છે. પરંતુ, આ મિયાઝાકી કેરીના નામની પાછળ તેના ઉત્પાદન થતા પ્રદેશની ઓળખ છુપાયેલી છે. આ કેરીની ખેતી જાપાનના ક્યુશુ પ્રદેશના મિયાકાજી શહેરમાં કરવામા આવે છે. તેથી જ તેનું નામ મિયાઝાકી કેરી તરીકે ઓળખવામા આવે છે.

વજન અને મળતા તત્વો


જાપાનીઝ આ કેરીનું વજન લગભગ 350 ગ્રામ જેટલુ હોય છે અને તેમાં લગભગ 15 ટકા જેટલુ શુગર હોય છે. હવે દુનિયાની સૌથી મોંઘી કેરીના ભાવ પર નજર કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમા તેની કિંમત પ્રતિ કિલો ત્રણ લાખ રૂપિયા જેટલી બોલાય છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં તે 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામા આવી હતી.

કલરમા તફાવત


સામાન્ય કેરી અને આ કેરીના રંગમાં પણ મોટો તફાવત જોવા મળે છે. વિશ્વમાં કેરી મુખ્યત્વે ભારતીય ઉપખંડમાં ઉત્પાદન અક્રવામા આવે છે. ભારત સહિતના દેશોની તમામ કેરીની જાતોની રંગ મુખ્યત્વે પીળો અને લાલ જોવા મળે છે. પરંતુ, આ જાપાનીઝ મિયાઝાકી કેરી નો રંગ જાંબલી જેવો હોય છે. જાપાનના મિયાઝાકી લોકલ પ્રોડક્ટ એન્ડ ટ્રેડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા અનુસાર આ કેરીનું ઉત્પાદન એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન થાય છે.

પોષકતત્વોથી ભરપૂર


આ કેરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. એટલે જ તેની કિંમત ઉંચી જોવા મળે છે. મિયાઝાકી લોકલ પ્રોડક્ટ એન્ડ ટ્રેડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા અનુસાર આ કેરીમાં વિશેષ પોષક હોય છે. આ કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ બીટાકેરોટીન અને ફોલિક એસિડ જેવા ઉપયોગી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આંખોની રોશની માટે આ કેરીને ખૂબ જ ઉતમ માનવામા આવે છે.

મિયાઝાકી કેરી


મિયાઝાકી કેરી નુ ઉત્પાદન ક્યા થાય છે ?


આ કેરીનુ ઉત્પાદન જાપાન દેશમા થાય છે.