Posts

Heart ❤️ Attack : યુવાનોમાં ખૂબ વધી રહી છે હાર્ટ એટેકની તકલીફ,, જાણી લો તેનાથી બચવાની પ્રાથમિક સારવાર અને ઉપાયો

વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં હાર્ટ એટેકથી થતો મૃત્યુઆંક ખૂબ વધી રહ્યો છે : સૌથી વધુ નવ યુવાનો તેનો શિકાર થઇ રહ્યાં છે. ત્યારે તેના કારણો જાણવા ખૂબ જરૂરી છે અને સાથે સાથે તેનાથી બચવાના ઉપાયો પ્રાથમિક સારવાર પણ જણાવી જરૂરી થઈ પડી છે.


Heart Attack ના લક્ષણો

હાર્ટ એટેકના લક્ષણોને ઘણીવાર સમયસર નથી ઓળખી શકાતા અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. 
ખરેખર તો આજકાલના યુવાનો એ વાત સ્વીકારવા જ તૈયાર નથી કે તેમણે આટલી ઉંમરે હાર્ટ એટેક આવી શકે છે! તેઓ પોતાની મસ્તીમાં જ રહે છે. ટાઇમ વગરનું ખાવાનું અને એમાં પણ ફાસ્ટફૂડ વધુ ખાતા હોય છે? આ તેમની સૌથી મોટી ભૂલ છે.

✓ ઘણીવાર હૃદય રોગ કે હાર્ટ એટેકના લક્ષણોને સમયસર નથી ઓળખી શકાતા
✓ દુનિયામાં હાર્ટ એટેકથી મૃત્યુઆંક વધ્યો છે
✓ યુવાઓમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ? 

હાર્ટ એટેકના 10 ખતરનાક લક્ષણ 

આજકાલ માનસિક તણાવ, ખરાબ એવી લાઈફસ્ટાઈલ અને ખાવાની અનિયમિત ખરાબ આદતને કારણે દરેક લોકોમાં હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં સુધી હૃદય યોગ્ય રીતે તેનું કાર્ય કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી જીવન સામાન્ય રીતે ચાલે છે પણ જ્યારે તે અટકી જાય છે ત્યારે જીવન પણ અટકી જાય છે. પહેલા તો એવું માનવામાં આવતું કે અમુક એક ઉંમર થયા પછી જ હાર્ટ અટેકનો હુમલો આવે છે પણ આજકાલ તો આ યુવાઓને પણ હાર્ટઅટેક આવવાના કિસ્સાઓ ખૂબ વધી ગયા છે. ઘણીવાર હૃદય રોગ કે હાર્ટ એટેકના લક્ષણોને સમયસર નથી ઓળખી શકાતા તો યુવાનો તેમને હાર્ટ એટેક આવી શકે છે તે વાત પણ નથી સ્વીકારતા અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. 


દુનિયામાં હાર્ટ એટેકથી મૃત્યુ દરમાં સતત વધારો

એક રિપોર્ટ મુજબ અત્યારે અંદાજે એક તૃતિયાંશ લોકો તો હાર્ટ એટેકને કારણે જ મૃત્યુ પામે છે.  ત્યારે હાર્ટ અને તેના સંબંધિત રોગ વધુને વધુ ચિંતાનું કારણ બની રહ્યા છે. હાર્ટ એટેક આવવાની પાછળ સૌથી મોટી સમસ્યા અસંતુલિત અને અનિયમિત ખાનપાન છે. તેમાં પણ ફસ્ટફૂડનો વધતો જતો ક્રેઝ છે. ઘણી વખત તો એવું બને છે, કે જયાં સુધી દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી ક્યારેક ઘણું મોડું થઈ ગયું હોય છે અને જો દર્દી બચી જાય તો હાર્ટ એટેકને કારણે ક્યારેક વ્યક્તિને પેરાલિસિસનો પણ સામનો કરવો પડે છે. 

જો હાર્ટ અટેકના પ્રારંભિક સંકેત અને લક્ષણો વિશે જોઈએ તો ડાબા ખભામાં કે છાતીમાં કોઈ ઈજા કે કારણ વગર સતત દુ:ખાવો અને સામાન્ય વાતાવરણમાં પણ વધારે પડતો પરસેવો થતો હોઈ શકે છે. 

હાર્ટ એટેકના આ છે 10 ખતરનાક લક્ષણ 

  1. અસામાન્ય હાર્ટ બીટ
  2. જડબા, દાંત અને માથામાં દુ:ખાવો
  3. ખભામાં દુ:ખાવો
  4. સતત ખાંસી
  5. છાતીમાં બળતરા થવી
  6. ઉંઘમાં નસકોરા બોલાવવા
  7. વધારે પડતો પરસેવો આવવો
  8. વારંવાર ઉલ્ટી થવી
  9. હાથમાં સોજો આવવો
  10. શ્વાસ લેવામાં તકલીફ થવી


હાર્ટ એટેકથી કેવી રીતે બચી શકાય ?

  • જીવનશૈલી બદલવાથી હૃદયરોગનુ જોખમ ૬૦% જેટલું ઓછું થઈ શકે છે
  • વઘુ પડતી જીવનની ભાગ-દોડથી દૂર રહેવું
  • માનસિક તણાવથી દૂર રહેવા માટે યોગ અને ધ્યાન કરવું.
  • વધુ પડતા ચરબી યુકત ઓઈલી એવા તળેલા પદાર્થનો ખોરાકમાં ઉપયોગ ન કરવો જોઈએ.
  • લીલા શાકભાજી અને ફળના ઉપયોગથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.
  • કોઈપણ પ્રકારના તમાકુંના સેવનથી દૂર રહેવું જોઈએ.
  • વ્યક્તિને સ્વસ્થ રહેવા રોજ 45થી 60 મીનિટ વ્યાયામ કરવું જોઈએ, તેમાં પણ ચાલવું ખૂબ ફાયદા કારક છે.

યુવાઓમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ? 

  • ખોરાકમાં અનિયમિતતા અને જંકફુડનું પ્રમાણ વધ્યું છે 
  • પ્રકૃતિના નિયમ વિરુદ્ધ ઉજાગરા અને અનિયમિત ઉંઘ લઇએ 
  • કોરોનાના કારણે લોકોની લાઇફસ્ટાઇલ વધુ પડતી બદલાઇ હતી 
  • કોરોનાના કારણે લોકો વધુ તણાવની સ્થિતિ સર્જાઈ હતી 
  • લોકોમાં સ્ફૂર્તિ ખતમ થઇ ગઇ અને સુસ્ત થઇ ગયા
  • સુસ્ત અને બેઠાડુ જીવનના કારણે સ્વાસ્થ્યને વિપરીત અસર પડે છે
  • યુવાઓમાં હાર્ટ એટેકમાં વધારાનું અન્ય એક કારણ છે ટાઇપ-2 ડાયાબિટીઝ
  • વધુ પડતા આલ્કોહોલનું અને સ્મોકિંગને કારણે પણ આ જોખમ વધ્યું છે