Posts

Gyansahayak School Selection Primary: જ્ઞાન સહાયક શાળા પસંદગી (પ્રાથમિક)

Gyan sahayak School Selection Process


જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી અંતર્ગત પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કર્યા બાદ School Selection Primary માટેના સૂચના આપવામાં આવી છે. જે ઉમેદવારો મેરીટ લીસ્ટમાં સ્થાન ધરાવે છે, તેમણે ઓફિસિયલ વેબસાઈટ પર Gyan Sahayak School choice filling કરવાની રહેશે.

 મિત્રો આજે અહીં આપણે જ્ઞાન સહાય ભરતી પ્રાથમિક શાળા પસંદગી પ્રક્રિયા માટેની સંપૂર્ણ માહિતી સમજીશું. અમે તમને જણાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ પસંદગી કેવી રીતે કરવી ?


જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling)  તા.09/01/2024  ને મંગળવારથી શરુ કરવામાં આવે છે. જે  તા.13/01/2024 ને શનિવાર રાત્રે 23:59 કલાક સુધી જ્ઞાન સહાયક (પ્રાથમિક)  ભરતીના  પોર્ટલ પર જઇ કરી શકાશે. 
જ્ઞાન સહાયક (પ્રાથમિક) શાળા પસંદગી માટેની લિંક:  https://pregyansahayak.ssgujarat.org/Candidate/Login

Gyan Sahayak School Selection Primary in 2024

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવનાર છે. આ અંતર્ગત પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ મેરીટ લીસ્ટમાં સ્થાન ધરાવે છે તેમણે પ્રાથમિક શાળા પસંદગી પ્રક્રિયા Gyansahayak official website પર પૂર્ણ કરવાની રહેશે.

દરેક ઉમેદવાર એક કરતાં વધારે શાળા પસંદ કરી શકે છે. તેમજ તેનો અગ્રતા ક્રમ પણ નક્કી કરી શકે છે.

Gyan Sahayak School Choice Fillings Overview


પોસ્ટનું નામજ્ઞાન સહાયક
વિભાગપ્રાથમિક
શાળા પસંદગી તારીખ09/01/2024
છેલ્લી તારીખ13/01/2024
ઓફિશિયલ વેબસાઇટhttps://gyansahayak.ssgujarat.org/

Gyan Sahayak School selection process | શાળા પસંદગી પ્રક્રિયા

જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક શાળા પસંદગી માટે નીચે પ્રમાણેના સ્ટેપ અનુસારો.
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર જાઓ
  • હોમપેજ પર નીચેની તરફ સ્ક્રોલ કરી Candidate Login કરો
  • હવે ડેશબોર્ડ પર School Selection નો વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કરી ઉમેદવાર જિલ્લાવાર અને તાલુકાવાર શાળાઓની યાદી માંથી શાળા પસંદ કરી શકશે.
  • તમે એકથી વધારે શાળાઓની પસંદગી કરી શકો છો.
  • શાળા પસંદ કર્યા બાદ અગ્રિમતાક્રમ નક્કી કરી SAVE કરો
  • શાળાઓની યાદીમાંથી શાળા પસંદ કર્યા બાદ View School Selection પર ક્લિક કરી, પસંદ કરેલી શાળાઓની યાદી જોઈ શકો છો, તેમજ પસંદ કરેલ શાળાઓનો અગ્રતા ક્રમમાં ફેરફાર કરી શકો છો અને જો ઉમેદવાર અગ્રતા ક્રમમાં ફેરફાર કરે છે તો તે યાદી SAVE કરવી ફરજિયાત છે.
  • શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ SAVE & Confirm બટન પર ફરજિયાત પણે ક્લિક કરવાનું રહેશે. અન્યથા શાળા પસંદગી થશે નહીં.

જો તમે હજુ સ્પષ્ટ રીતે સમજવા માગતા હોય તો ગ્રાફિક દ્વારા સમજવા અહીં ક્લિક કરો

ઉમેદવાર પસંદ કરેલ શાળાઓની અગ્રીમતા ક્રમ પ્રમાણેની યાદી પ્રિન્ટ કરવા માટે School List Print ઉપર ક્લિક કરી પોતાની વિગત સાથે શાળાઓની યાદી પ્રિન્ટ કરી શકશે.

દરેક ઉમેદવારે શાળા પસંદગી કર્યા બાદ અગ્રીમતાક્રમ નક્કી કર્યા બાદ બાહેંધરી પર ટીક કરી ફરજિયાત પણે કન્ફોર્મ કરવાની રહેશે. જે ઉમેદવાર યાદી કન્ફોર્મ કરેલ નહીં હોય તેની અરજી ધ્યાને નહીં લેવાય તે ખાસ ધ્યાનમાં લેવું.

Gyan Sahayak School Selection Links

શાળા પસંદગી માટેઅહીં ક્લિક કરો
Login કરોઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

FaQ

Gyan Sahayak School Choice Fillings કરવું જરૂરી છે?

હા, તેના સિવાય પસંદગી મળશે નહિ

જ્ઞાન સહાયક શાળા પસંદગી માટેની વેબસાઈટ કઇ છે?

https://gyansahayak.ssgujarat.org/

Gyan Sahayak School Selection માટે છેલ્લી તારીખ કઇ છે?

તારીખ 13/01/2024