Posts

Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

Chandipura Virus : દેશમાં ફેલાઈ રહ્યો છે આ ચાંદીપુરા નામનો નવો વાયરસ, તેના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

what is Chandipura virus

દેશમાં વરસાદની મોસમમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ વાયરસના કેસ નોંધાયા છે. બાળકો વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અરવલ્લીના ઢેકવા ગામની ત્રણ વર્ષનો બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બાળક બે દિવસથી હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતો. આ વાયરસના કારણો અને લક્ષણો વિશે જાણો.

Chandipura virus symptoms | ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય


સેન્ડફલાય કઈ જગ્યાએ રહે ?

સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં.


સેન્ડફલાયની ઉત્પત્તિ

• સેન્ડ લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.

• સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે.

• ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

સેન્ડફફલાય દ્વારા ફેલાતા રોગો

• સેન્ડ ફલાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે.

• એક પ્રકારના વાઈરસને કારણે ચાંદીપુરમ વાઈરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય જવાબદાર છે.

• આ રોગ સામાન્ય રીતે 0 થી ૧૪ વર્ષના બાળકોમાં (રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે) જોવા મળે છે.

ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફલાય


સેન્ડફલાયથી ફેલાતા ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો


• બાળકને સખત તાવ આવવો

• ઝાડા થવા

• ઉલ્ટી થવી

• ખેંચ આવવી

• અર્ધભાન કે બેભાન થવું.

સેન્ડફ્લાયથી થતા તેના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો


• સેન્ડફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ.

• ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાંસુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી.

• ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવરાવવાનો આગ્રહ રાખો.

• બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

ઉપર જણાવેલ લક્ષણો દેખાતા સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા.

@ ઋષિકેશ પટેલ