ધોરણ-10 અને 12 (SSC, HSC) બોર્ડની પરીક્ષા 2021 માટેની ખોટી અફવા ફેલાઈ રહી છે જેના પર ધ્યાન ન આપવા માટે શિક્ષણ વિભાગે પણ કરી સ્પષ્ટતા છે, પરીક્ષાની તારીખોમાં કોઈ ફેરફાર કરાયો નથી
• ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા
• સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એ ખોટો પત્ર
• ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા બોર્ડની અપીલ
શિક્ષણ વિભાગ ગુજરાત GSEB બોર્ડની પરીક્ષાને લઈ અત્યારે સોશિયલ મીડિયામાં એક પરિપત્ર ફરતો થયો છે. જેને લઈ શિક્ષણ વિભાગ ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે. અને એસએસસી કે એચએસસી પરીક્ષાની કોઈ તારીખોમાં કોઈ ફેરફાર કરાયો નથી જેથી આવી ખોટી અફવાઓને ના સાંભળવા કે જોવાની અપીલ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 (SSC) અને 12 (HSC) ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. જે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થઈ રહ્યો છે, કે પરીક્ષા હવે જૂન મહિનામાં લેવાશે. એ ખોટો છે, ખરેખર પરીક્ષા મે-2021 માં યોજાવવાની છે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (જીએસઇબી) દ્વારા જાહેર કરાયેલા આ પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, વોટ્સએપ, ફેસબુક અને અન્ય જે કોઈ સોશિયલ મીડિયામાં કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા આવો બનાવટી તારીખોમાં ફેરફાર બાબતનો પત્ર (અખબારી યાદી) વાયરલ કરવામાં આવી છે. જે એક અશોભનીય ઘટના છે. આવો સોશિયલ મીડિયામાં ફરી રહેલો ખોટો પત્ર માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ વાલીઓ અને વિભાગને પણ ગેરમાર્ગે દોરી રહ્યો છે.
જૂનમાં નહીં પણ મે મહિનામાં જ લેવાશે પરીક્ષા
અત્યારે સોશિયલ મીડિયામાં ફરતા આવા ખોટા પત્રમાં જે પરીક્ષા જૂન મહિનામાં યોજાવવાની વાત સામે આવી રહી છે. પરંતુ ખરેખરતે બોર્ડની પરીક્ષા એ તારીખ 10મે થી 25 મે 2021 દરમિયાન જ યોજાવવાની છે. જેના માટે શિક્ષણ વિભાગ દ્વારા પત્ર કરી તમામ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. જેથી તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓના આ ધ્યાનમાં લેવા જણાવાયું છે.