Wednesday, 16 November 2022

100 થી વધારે બિમારી થઇ જશે દુર કરો માત્ર આ ફળનું સેવન, જાણો અંજીરના આ અનોખા ફાયદા | Anjir na Fayda

અંજીરના આ 10 અનોખા ફાયદા 
1. અંજીર તમારી લિવર સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે અને તમારી પાચન શક્તિને વધારે છે!  
2. શારીરિક નબળાઈ દૂર કરીને વજન વધે છે!  
3. અંજીરમાં કેલ્શિયમ હાજર છે તમારા હાડકાં મજબૂત!  
4. પાણીમાં પલાળીને સવાર-સાંજ લેવાથી લોહીવાળા પાઈલ્સમાં આરામ મળે છે.  
5. તે પેટની ચરબી ઘટાડે છે!  
6. અંજીરની અસર ગરમ છે, તેને રાત્રે દૂધ સાથે લેવાથી પુરુષોમાં યૌન શક્તિ વધે છે. 
7. અંજીરનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે!  
8. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.  
9. તે હાઈ બી.પી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે!  
10. તે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.


100 થી વધારે બિમારી થઇ જશે દુર કરો માત્ર આ ફળનું સેવન


અંજીર શબ્દથી તો આપ સૌ પરિચિત હશો જ, ડ્રાઇફ્રૂટમાં અંજીર તમે ઘણીવાર ખાધું હશે, પણ શું તમે જાણો છો કે અંજીરનું ફળ પણ હોય છે. આ ફળ વિશે બહુ ઓછા લોકોને માહિતી હશે પણ અંજીરનું ફળ ગુણોથી ભરપૂર છે. એટલે જરાય મોડું કર્યા વગર આજે જ અંજીરનું ફળ ખાવાનું શરૂ કરી દો. અંજીરના ફળમાં મેગ્નેશિયમ, ઝીંક, આર્યન, કોપર, વિટામિન સી, કેલ્શિયમ, વિટામિન બીની માત્રા ખૂબ જ વધારે હોય છે.

અંજીરના ફાયદા 

કાબુમાં રાખે છે બ્લડપ્રેશર:

જો તમે રોજ જ અંજીર ખાવ છો તો તમારું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અંજીરમાં રહેલા ફાઇબર અને પોટેશિયમ તમારા બ્લડપ્રેશરને હાઈ નથી થવા દેતા.

હ્ર્દયને આપે છે લાભ:

ક્યારેક શરીરમાં અમુક નળીઓ જામ થઇ જાય છે, જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીઓ થવા લાગે છે. અંજીરમાં રહેલા ગુણો હાર્ટને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ સિવાય અંજીરમાં અમુક એવા તત્વો હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.

આંખો માટે:

જો તમે.આંખોનું તેજ વધારવા માંગતા હોય તો આજથી જ અંજીર ખાવાનું શરૂ કરી દો, આંખો માટે અંજીર ખૂબ જ ફળદાયી છે.

હાડકા માટે:

અંજીર એ કેલ્શિયમ,પોટેશિયમ અને મેગ્નેશિયમનો મોટો સ્ત્રોત છે,  અને આ પોષકતત્વો આપણા હાડકાને મજબૂત બનાવવામાં આગળ પડતો ભાગ ભજવે છે. અંજીર તમારા હાડકાને મજબૂત બનાવે છે.

ટીબી માટે:

જે વ્યક્તિને ટીબી થયો હોય એ વ્યક્તિ રોજ એક અંજીર ખાય તો એને જલ્દી રિકવરી આવી જાય છે..

કબજિયાત:

જો તમે તમારા ડાયટમાં અંજીરને સામેલ કરો છો તો તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. અંજીરમાં રહેલા ડાયટરી ફાઇબર તમારા પેટને એકદમ સાફ કરી દે છે. રાત્રે પાણીમાં પલાળેલા અંજીર સવારે ચાવીને ખાવાથી તમારી ડાયજેસ્ટ સિસ્ટમ સુધરે છે.

વાળને બનાવે છે સ્ટ્રોંગ:

વાળના ગ્રોથમાં અંજીર ખૂબ જ લાભદાયી છે. અંજીરમાં રહેલું વિટામિન સી વાળનો ગ્રોથ વધારે છે અને હેર ફોલને પણ કન્ટ્રોલ કરે છે. આ ઉપરાંત અંજીર ખાવાથી તમારા વાળ સાઈની અને સ્મૂથ બને છે.

 એનિમિયા:

જો તમે આર્યનની કમી ધરાવતા હોવ તો તમારા શરીરમાં એનિમિયાની ઉણપ પેદા થાય છે. અંજીરમાં ઘણી માત્રામાં આર્યન હોય છે એટલા માટે અંજીરના સેવનથી તમારા શરીરમાં આર્યનનું પ્રમાણ જળવાઈ રહે છે.

કફ મટાડે છે:

સાત દિવસ સુધી રોજ  અંજીર ખાવાથી કફની સમસ્યામાંથી છુટકારો મળે છે.

લોહીને કરે છે શુદ્ધ:

લોહીને શુદ્ધ કરવામાં અંજીર અકસીર સાબિત થાય છે. રોજ રાત્રે દૂધમાં ત્રણ અંજીર અને થોડી કાળી દ્રાક્ષને ઉકાળીને પીવાથી લોહીનું શુધ્ધિકરણ થાય છે. આ ઉપરાંત જેમને શરીરમાં લોહીની ઉણપ હોય એ લોકોએ પણ રોજ અંજીર ખાવું જોઈએ.

માથાનો દુખાવો કરે છે દૂર:

અમુક લોકોને કાયમ માથાનો દુખાવો રહેતો હોય છે આવી વ્યક્તિઓ અંજીરનું સેવન કરે તો એનાથી એમને માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે.

 મસા મટાડે છે:

જો તમને હરસ કે મસાની સમસ્યા હોય તો થોડા દિવસ સવારે અને રાત્રે પલાળેલા અંજીર ખાવા, આવું કરવાથી તમને હરસ મસામાં ઘણી રાહત મળશે.

કોલેસ્ટ્રોલને રાખે છે કાબુમાં:

અંજીરમાં રહેલા ફાઇબર શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદગાર છે. કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહેવાના કારણે હાર્ટએટેકનું જોખમ પણ ઘટી જાય છે.

તમને જણાવી દઈએ કે અંજીર પચવામાં ખૂબ જ ભારે હોય છે એટલે અંજીરનું સેવન તમારી પાચનશક્તિ પ્રમાણે કરવું જોઈએ.જો વધારે પડતા અંજીર ખવાઈ જશે તો તમને પેટમાં દુખાવો પણ થઈ શકે છે.

તો જોયુને તમે કે ડ્રાયફ્રુટના એ નાનકડા અંજીરમાં કેટલા મોટા મોટા ગુણો રહેલા છે. અંજીર આવી બીજી ઘણી બીમારીઓ અને સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એટલે જ જો હજી સુધી તમે અંજીર ન ખાતા હોય તો જરાય રાહ જોયા વગર આજથી અંજીર ખાવાની શરૂઆત કરી દો પછી જુઓ તમારા શરીરમાં એની શુ અસર થાય છે. અમે આશા છે કે આજે અમે તમને અંજીર વિશે જણાવ્યું એ તમને લાભદાયી નીવડશે.


अंजीर के ये 10 बेमिसाल फायदे 

1. अंजीर आपके लिवर संबंधी समस्या दूर कर आपकी पाचन शक्ति को बढाता है ! 
2. शारीरिक कमजोरी दूर कर वजन बढाता है ! 
3. अंजीर में मौजूद कैल्शियम आपकी हडियों को मजबूत बनाता है ! 
4. पानी में भिगोकर सुबह शाम सेवन करने से खूनी बवासीर में राहत मिलती है ! 
5. यह पेट की चर्बी कम करता है ! 
6. अंजीर की तासीर गर्म होती है इसे रात में दूध के साथ लेने पर पुरुषों में यौन शक्ति बढ़ती है ! 
7. अंजीर का सेवन हार्ट को हेल्थी रखता है ! 
8. यह रोग प्रतिरोधक क्षमता बढाने में मदद करता है ! 
9. यह High B. P. और कोलेस्टेरॉल को कंट्रोल करने में मददगार हो सकता है ! 
10. डायबिटीज में भी फायदेमंद माना जाता है !