Posts

કાળી દ્રાક્ષ (Kishmish) : દરરોજ માત્ર 5 થી 7 દાણા ખાઓ અને જુઓ ચમત્કારિક ફાયદા

કાળી દ્રાક્ષ ખાવાના છે અદભૂત ફાયદા, અનેક રોગો માથી મળશે મુક્તિ

કાળી દ્રાક્ષમાં પોષક તત્વો વધારે હોય છે. વધુ કાળી દ્રાક્ષ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. કાળી દ્રાક્ષમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. કાળા દ્રાક્ષનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. કાળી દ્રાક્ષમા પુષ્કળ પ્રમાણ મા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે. આ ઉપરાંત તેમા પોલીફેનોલ્સ જેવા તત્વો પણ રહેલા હોય છે. જેના લીધે હદય, મગજ, પિતાશય, કિડની ના રોગો માથી રાહત મળે છે. કાળી દ્રાક્ષ મા ફાઈબર નામ નુ પોષક તત્વ પણ રહેલુ હોય છે.


કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા

ત્વચા માટે:
જે લોકો સ્કિન પર કાળાશ, ખીલ, કરચલી જેવી સમસ્યા થી પીડાતા હોય તેમણે આ કાળી દ્રાક્ષ ને ક્રશ કરી તેની પેસ્ટ બનાવી સ્કિન પર લગાવે તો તેના થી સૌંદર્ય મા એક અલગ જ નિખાર ચડી આવે. આમ , કાળી કિસમીસ જેવુ ડ્રાયફ્રુટ ફક્ત ખાવા મા જ ઉપયોગી નથી આવતુ. પરંતુ , ઘણુ રોગો ના નિદાન તરીકે પણ ઉપયોગી છે.

કોલેસ્ટ્રોલ ઘટાડો:
કોલેસ્ટ્રોલ પણ એક ગંભીર સમસ્યા છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ રહે છે. કોલેસ્ટેરોલ વધતા વ્યક્તિના આકસ્મિક મૃત્યુની સંભાવના વધી જાય છે. તેથી વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ સુકી કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો. કાળી દ્રાક્ષમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે ધમનીઓમાં જમા થયેલી તકતીને ધીરે-ધીરે બહાર કાઢી દે છે. આ જ કારણ છે કે તેના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

કબજિયાતની સમસ્યા માટે:
બદલાતી રેહતી જીવનશૈલીમાં કબજિયાત થવો એ સામાન્ય વાત છે. સુકી દ્રાક્ષનું સેવન કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે અને પેટની તકલીફમાં રાહત આપે છે. દ્રાક્ષના સેવનથી હૃદયની દુર્લભતા પણ દુર થાય છે. આનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે.

હાડકાં મજબૂત રાખે:
સુકી કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જેના કારણે તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ 10-15 સુકી કાળી દ્રાક્ષ ખાવાથી તમને તમારા શરીર માટે જરૂરી કેલ્શિયમ મળી રહે છે.

તે હાડકાંના પોલાણ (ઓસ્ટિયોપોરોસિસ)ની સમસ્યાને દૂર કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. સુકી કાળી દ્રાક્ષનું સેવન સ્ત્રીઓએ જરૂર કરવું જોઈએ કારણ કે તેમનામાં હાડકાની નબળાઇની સમસ્યા ઘણી જોવા મળે છે.


કાળી દ્રાક્ષ ખાવાના છે અદભૂત ફાયદા, અનેક રોગો સામે આપે છે રક્ષણ


દ્રાક્ષનું નામ સાંભળતા જ દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. દ્રાક્ષ એક એવું મોસમી ફળ છે, જેનું સેવન મોટાભાગના લોકો કરે છે. દ્રાક્ષ ખાવામાં જેટલી મીઠી હોય છે તેટલી જ તે ફાયદાકારક પણ છે. તમને જણાવી દઈએ કે દ્રાક્ષની પણ ઘણી જાતો હોય છે, પરંતુ લીલી દ્રાક્ષની લોકપ્રિયતા બજારોમાં અથવા લોકોમાં ઘણી વધારે છે. લોકો લીલી દ્રાક્ષનું વધુ સેવન કરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ કરતાં વધુ ગુણકારી છે.

લીલી દ્રાક્ષનો સ્વાદ ભલે સારો હોય, પરંતુ કાળી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના સેવનથી ઘણી બીમારીઓ શરીરમાંથી દૂર થાય છે. કાળી દ્રાક્ષમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કાળી દ્રાક્ષમાં ગ્લુકોઝ, મેગ્નેશિયમ, સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન ઇ, એનર્જી, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.

એવું માનવામાં આવે છે કે ફળોનું સેવન આપણને ઘણી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે, તેથી લોકો ઘણીવાર રોગોને દૂર રાખવા માટે વધુને વધુ ફળોનું સેવન કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જોઈએ કે કાળી દ્રાક્ષનું સેવન કરવું કેટલું જરૂરી છે.

કાળી દ્રાક્ષના અન્ય ફાયદા
 • શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ છે
 • કાળી દ્રાક્ષ હૃદયના દર્દીઓ માટે એક પ્રકારનો રામબાણ ઈલાજ છે. હૃદયના રોગીઓ માટે કાળી દ્રાક્ષનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. 
 • કાળી દ્રાક્ષ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદરૂપ છે
 • ત્વચાની સુંદરતા વધરાવા માટે કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.
 • સૂકી કાળી દ્રાક્ષમાં રેસવર્ટોલ નામનો પદાર્થ હતો, જે રક્તમાં ઇન્સુલિન વૃદ્ધિ છે. તેથી શરીરમાં શુગર કાબૂમાં રહે છે.
 • કાળી દ્રાક્ષ તમારી યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
 • કાળી દ્રાક્ષમાં રહેલા સાયટોકેમિકલ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
 • કાળી દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી તમારા વધતા વજનને ઘટાડવામાં  મદદ મળે છે.
 • કાળી દ્રાક્ષ કમળો અને હર્પીસ જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે, કારણ કે કાળી દ્રાક્ષમાં વાયરસ સામે લડવાની વધુ ક્ષમતા હોય છે.
 • કાળી દ્રાક્ષ સ્તન, શિશ્ન, પ્રોસ્ટેટ અને આંતરડાના કેન્સરના જોખમને અટકાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.
 • કાળી દ્રાક્ષ ખાવાથી તમારી આંખોની રોશની વધે છે.
 • કાળી દ્રાક્ષનું સેવન ખાસ કરીને મહિલાઓ માટે ફાયદાકારક છે. આ ત્વચા કરચલીઓ અટકાવવામાં મદદ કરે છે.
 • કાળી દ્રાક્ષની મદદથી તમે વાળની ​​સમસ્યાને એક ચપટીમાં દૂર કરી શકો છો.


સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો


આપણે ડ્રાઈફ્રુટ તરીકે ઓળખાતી દ્રાક્ષનું કોઈને કોઈ કારણસર સેવન કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રસાદી સ્વરૂપે, ક્યારેક લાડુમાં અને ક્યારેક અલગ અલગ મીઠાઈઓમાં કાળી દ્રાક્ષને નાખીને વાપરતા હોઈએ છીએ. આમ સેવનમાં દ્રાક્ષનો ઉપયોગ તો કરીએ જે છીએ. પરંતુ આ રીતે સેવન કરવાની જગ્યાએ દ્રાક્ષને પલાળીને વાપરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. તેના ગુણમાં પણ વધારો થાય છે.

આ માટે 6 થી 7 દ્રાક્ષ લેવી અને તેને પાણીમાં પલાળી દેવી. આ માટે સાંજે દ્રાક્ષ લઈને તેને પાણીમાં પલાળી દેવી. સવારે આ પાણીમાં નાખેલી કાઢી લેવી અને આ દ્રાક્ષને ખાઈ જવી. દ્રાક્ષને જે પાણીમાં પલાળી હોય તે પાણીને પણ પી જવું. આમ આ દ્રાક્ષ ખાવાથી અને પાણી પીવાથી અનેક ચમત્કારિક ફાયદાઓ મળે છે.

આ દ્રાક્ષ ચામડી માટે ઉપયોગી છે. આપણા વાળને ફાયદો કરે છે. ચહેરા પર ખીલ થયા હોય તે સમસ્યાને દૂર કરે છે, ખીલના ડાઘ પડ્યા હોય તે ડાઘને દૂર કરે છે, ઘણાને ચામડીની સમસ્યા હોય છે. ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. ઘણા લોકોને ચહેરાની સમસ્યા હોય છે. આ સમસ્યાને ઠીક કરવામાં પણ ઉપયોગી છે.

કાળી દ્રાક્ષમાં ખુબ જ સારા પ્રમાણમાં ફાયબર હોય છે. કાળી દ્રાક્ષમાં સારી ગુણવતાનું ફાયબર હોય છે. જે લેક્ઝેટીવ તરીકે કાર્ય કરે છે. આયુર્વેદમાં પેટ યોગ્ય રીતે કાર્ય ન કરે ત્યાં સુધી, તેનું ડાયજેશન બરાબર ન થાય, અનેક પ્રકારની તકલીફો થવાની સમસ્યા રહે છે. આ માટે પાચન તંત્રને ઠીક કરવું જરૂરી છે.

કબજીયાત રહેતી હોય, બરાબર પાચન ન થતું હોય, ગેસ રહેતો હોય, લોહી નીકળતું હોય, આ બધી સમસ્યાઓને લીધે ઘણી વખત વાળની સમસ્યા થાય, અનેક પ્રકારના દુખાવાઓ થાય, અનેક પ્રકારના રોગો થાય, રોગ પ્રતિકારક  શક્તિ ઓછી થતી હોય, કબજીયાત રહેતી હોય, આ બધી જ વસ્તુને કારણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે.

જયારે આ સમસ્યામાં કાળી દ્રાક્ષ ખાવાથી તેની  અંદર જે પુષ્કળ ફાઈબર આવેલું હોય છે, જેના લીધે આંતરડાની જે ગતીવિધિઓ છે. જે સારી રીતે થાય છે. જેના લીધે પાચન બરાબર થાય છે. જેના લીધે કબજિયાત જેવી કોઈ સમસ્યા થવા દેતું નથી. પાચનને અંતે ખુબ જ સારી અસર શરીરને થાય છે. જેના લીધે વાળ, ચામડી, રોગ પ્રતિકારક શક્તિ બધી જ વસ્તુઓમાં ખુબ જ ફાયદો કરે છે.

આપણે જયારે જંકફૂડ, ફાસ્ટફૂડ વગેરેનું સેવન કરીએ છીએ. તો તેમાં કોઇપણ પ્રકારનું ફાઈબર હોતું નથી. કોઇપણ પ્રકારના પોષક તત્વો હોતા નથી. જેના કારણે આપણું પાચન નબળું પડે છે. આ સમસ્યામાં કાળી દ્રાક્ષ પલાળીને દરરોજ રાત્રે ખાવી.

આ દ્રાક્ષ શરીરમાં અનેક પ્રકારના પોષક તત્વો પુરા પાડે છે. આ દ્રાક્ષને પલાળવાથી આની અંદર જે એન્ટી ઓક્સીડેંટ ગુણો રહેલા હોય છે. તે વધવા લાગે છે. દ્રાક્ષની અંદર કેલ્શિયમ, મિનરલ્સ હોય છે તે પણ વધતા જાય છે. આ રીતે તેની અંદર કોઇપણ પ્રકારનો કચરો આવ્યો હોય તે સાફ થઇ જાય છે. માટે આ દ્રાક્ષને પલાળવી જરૂરી છે.  દ્રાક્ષને પલાળવાથી તેના સ્વાદમાં પણ વધારો થાય છે. દરરોજ દ્રાક્ષને પલાળીને ખાવાથી કબજીયાતની સમસ્યા રહેતી નથી. આ માટે દરરોજ ગરમ દૂધ સાથે દ્રાક્ષ ખાવી જોઈએ.

આજના સમયે ઘણા લોકોને એનીમીયાની તકલીફ જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા જોવા મળે છે. દ્રાક્ષની અંદર આયર્ન પોટેશિયમ અને કેલ્શિયમ રહેલા હોય છે. હિમોગ્લોબીનની ઉણપથી, આયર્નની ઉણપથી આ પ્રકારની એનિમિક સમસ્યા થતી હોય છે. આ પ્રકારે તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન આવેલું હોય છે. જે આ સમસ્યામાં અને આ સમસ્યાને લીધે વાળ ખરતા હોય તે સમસ્યામાં ઉપયોગી થાય છે.

ઘણા લોકો આયર્ન મળે તેવી વસ્તુઓ લેતા હોય છે. આયર્નની દવાઓ લેવાથી ઘણા લોકોને ઝાડા થઈ જાય છે. ઘણા લોકોને કબજીયાત રહેતી હોય છે. આ વસ્તુઓ લેવા કાળી દ્રાક્ષ લેવી જોઈએ, જેમાં ફાઈબર હોય છે જે આયર્નનું એબ્સોપશન વધારે હોય છે. આયર્નનું આ રીતે પ્રમાણમાં જળવાઈ રહે છે. આ રીતે આ દ્રાક્ષ કોઇપણ પ્રકારની આડઅસર વગર આયર્ન વધારવામાં કાળી દ્રાક્ષ ઉપયોગી છે.

હાડકા માટે પણ આ દ્રાક્ષ ખુબ જ ઉપયોગી છે. કાળી પલાળેલી દ્રાક્ષ હાડકાની તકલીફોને દૂર કરે છે. દ્રાક્ષમાં બોરોન નામનું તત્વ આવેલું હોય છે. બોરોન અને કેલ્શિયમ આપણા હાડકાને મજબૂતી આપવા માટે ખુબ જ ઉપયોગી છે. ખાસ કરીને અમુક વૃદ્ધોને, અમુક સ્ત્રીઓને હાડકા નબળા પડી જાય છે અને જેના લીધે તેને ઓસ્ટીયોપોરોસીસ નામની તકલીફ થાય છે.

દ્રાક્ષમાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં આવેલું હોય છે. પોટેશિયમ હોવાને કારણે તે હ્રદય રોગ, બ્લડપ્રેસર, સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લીસરાઈડ આ બધામાં ખુબ જ ઉપયોગી છે. પોટેશિયમને કારણે આ બધા રોગોને આવતા પણ અટકાવી શકાય છે. આ રોગોથી તમે પરેશાન થતા હશો તેમાં પણ આ દ્રાક્ષથી ફાયદો થાય છે. આ માટે ફક્ત 6 થી 7 દ્રાક્ષ પલાળીને ખાવાથી આ રોગો દૂર રહે છે.

જે લોકોને લો બ્લડ પ્રેસર રહેતું હોય તેમના માટે પણ દ્રાક્ષ ખુબ જ ઉપયોગી છે. એલોપેશીયા, હેરલોસ, વરટીગો આ બધા જે પ્રોબ્લેમ હોય છે જે લોકો માટે પણ આ ખુબ જ અસરકારક છે. દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન બી, વિટામીન સી આવેલું હોય છે, જેના લીધે આપણી ઈમ્યુન સીસ્ટમ પણ ખુબ જ વધે છે.

હ્રદય રોગ, હાડકાની તકલીફ, કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લીસરાઈડ, વાળના વિકાસ વગેરે માટે આ ખુબ જ ઉપયોગી છે. ચામડીના રોગોમાં પણ દ્રાક્ષ ખુબ જ ઉપયોગી છે. દ્રાક્ષ પાચનતંત્રને સુધારે છે. ઈમ્યુનીટી વધારે છે. ઘણા લોકોને ક્યારેક ઝાડા ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે જેમાં અખરોટ અને બદામ લેવામાં આવે તો ફાયદો થાય છે. ખાસ કરીને જેને સુગરનું પ્રમાણ રહેતું હોય તે આ બદામ અને અખરોટથી કાબુમાં રહે છે.

આ સમસ્યામાં મુખનું જે સ્વાસ્થ્ય છે અને મોઢાની જે સમસ્યા હોય, મોઢાની જે સમસ્યા હોય ચોખ્ખી રાખવાનું કાર્ય આ કાળી દ્રાક્ષ કરે છે. દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીમાઈક્રોબીયલ આવેલા હોય છે. કાળી દ્રાક્ષ વાળ માટે તો ખુબ જ ઉપયોગી છે. કાળી દ્રાક્ષ વાળની અંદર લોહીના પરિભ્રમણને વધારે છે. જે વાળના મૂળ હોય તેમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદરૂપ થાય છે. જેના લીધે વાળનું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે.

આ સમસ્યામાં તમને વાળ ખરતા હશે તો તમને ખુબ ફાયદો થશે, વાળ કુદરતી અને માનસિક ઉર્જા પણ વધારવામાં ઉપયોગી થાય છે. શરીરમાં ઓપરેશન પછી ઘણા લોકોને નબળાઈ આવતી હોય છે, કેન્સરના દર્દીઓ છે કે જેને કીમોથેરાપીને કારણે નબળાઈ આવી હોય, જેમના માટે પણ કાળી દ્રાક્ષ ઉપયોગી થાય છે. કાળી દ્રાક્ષના લીધે ઘણા માનસિક ઉર્જા પ્રાપ્ત થાય છે. માટે સર્જરી કે કિમોથેરાપી પણ ખુબ જ સરસ ફાયદો કરે છે.

મુલાયમ દેખાતી દ્રાક્ષ પાણીમાં પળાલીને ખાવાથી હાડકા મજબુત બને છે. એવામાં જો તમે સાંધા કે ઘુટણના દુખાવાથી પરેશાન રહો છો તો દ્રાક્ષનું સેવન ખુબ જ ફાયદેમંદ છે. સુકી દ્રાક્ષ આપણા હાડકાને મજબુત કરે છે.

દ્રાક્ષની અંદર વિટામીન-એ, બી કોમ્પ્લેક્ષઅને સેલેનીયમ શરીરના થનારા ગુપ્ત રોગોને દૂર કરે છે. શરીરમાં થનારા ગુપ્ત રોગો, કમજોર લીવર અને નબળી રોગ પ્રતિકારક શક્તિ હોય તેને મજબુત કરે છે. આ માટે તમારે દ્રાક્ષને પાણીમાં પલાળીને રાખવી અને ખાઈ જવી તેમજ આ પાણીને સવારે આ પાણીનું સેવન કરવું જોઈએ.

દ્રાક્ષમાં આયર્ન અને વિટામીન બી કોમ્પ્લેક્ષ જેવા તત્વો ભરપુર માત્રામાં હોય છે. જેનાં કારણે દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાંથી આયર્નની ઉણપ દૂર થાય છે. એનીમિયા જેવા રોગના દર્દીએ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.

દ્રાક્ષમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ, સેલેનીયમ, આયર્ન સિવાય તેમાં ઘણા બધા સારા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. આ માટે દરરોજ 5 દ્રાક્ષ પલાળીને ખાવી ફાયદાકારક છે.

બ્લડપ્રેસર વધવાની સાથે ક્યારેક ક્યારેક સ્ટ્રોકનો ખતરો ઘણી હદ સુધી વધી જાય છે પરંતુ તેનાથી બચવા માટે તમે બ્લડપ્રેસરને સામાન્ય રાખી શકો છો. બ્લડપ્રેસરને સામાન્ય બનાવી રાખવામાં શરીરમાં પોટેશિયમની જરુરીયાત રહે છે. જયારે દ્રાક્ષની અંદર પોટેશિયમની માત્રા હોય છે. જો તમારા ઘરમાં કોઈ બ્લડપ્રેસરની સમસ્યા હોય તો કાળી દ્રાક્ષને પલાળીને સેવન કરી શકાય છે.

ઘણા પ્રકારે પોષ્ટિક તત્વો અને ખાસ કરીને વિટામીન બીની ઉણપને કારણે વાળ સાથે જોવાયેલી ઘણા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. વાળ ખરવાની સાથે વાળમાં ખોડો અને તેના કમજોર થઈ જવા પાછળ વિટામીન અને મિનરલ્સની ઉણપ સૌથી વધારે જોવા મળે છે.

કાળી દ્રાક્ષનું પલાળીને સેવન કરનાર લોકો આ સમસ્યાથી બચી શકે છે. વાળને ખરતા રોકી રાખવા માટે શરીરમાં આયર્ન અને વિટામીન સીની માત્રા પર્યાપ્ત હોવી જોઈએ જે પલાળેલી કાળી દ્રાક્ષમાં હોય છે. આ માટે જો નિયમિત પલાળેલી દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો વાળ સાથે જોડાયેલી સમસ્યાઓથી બચી શકાય છે.

આમ, કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઈ જવાથી અનેક ઉપરોક્ત ફાયદાઓ થાય છે. આપણા આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષ ખાવાને લીધે અસંખ્ય ફાયદાઓ થતા હોવાથી તેનું તેનું ખુબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અમે આશા રાખીએ કે આ દ્રાક્ષ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય