મોટાભાગના લોકો અત્યારે તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી કરે છે, પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે સવાર સવારમાં ફ્રેશ વેજીટેબલ જ્યૂસ પીઓ છો, તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે. તે તેમને સંપૂર્ણ પોષણ આપે છે
દિવસની શરૂઆત એટલે કે, તમે સવારે જે પણ ખાઓ છો, તે તમારા શરીર પર અસર કરે છે. સ્વસ્થ આહાર તમને ફિટ અને એનર્જેટિક રાખે છે. અહીં અમે તમને એક ગ્રીન જ્યૂસ વિશે જણાવીશું જેને પીવાથી તમને ઘણા બધા ફાયદા થશે.
ગ્રીન જ્યૂસ બનાવવાની પરફેક્ટ રીત
- કાપેલી દૂધી
- કાકડી
- અજમો ના પાન
- લેમન જ્યૂસ
- જીરું પાવડર
- મીઠું
આ તમામ વસ્તુઓને એક સાથે બ્લેન્ડર જારમાં મિક્સ કરી હલાવો અને આ ગ્રીન જ્યૂસ તૈયાર થઈ જશે.
જાણો આ Green Juice અને તેના ફાયદા
- આ જ્યૂસ બ્લડ પ્યૂરિફિકેશનમાં મદદ કરે છે. તે તમારા શરીર અને લિવરને ડિટોક્સીફાઈ કરે છે અને રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે.
- વેજીટેબલ જ્યૂસમાં વિટામિન્સની સંપૂર્ણ માત્રા હોય છે તેથી તે તમારી આંખો અને ઇન્યૂન સિસ્ટમ માટે પણ સારું છે.
- તમારા શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢે છે. સાથે જ લિવરથી પિત્ત અને ફેટને ઓછું કર છે. આ સાથે તમારું હાર્ટ પણ હેલ્દી રહે છે.
- તમારા પિત્તને સ્ટ્રોન્ગ રાખે છે. જેનાથી ફેટના બ્રેકડાઉન અને શરીરમાંથી ટોક્સિન્સને નિકાળવામાં મદદ મળે છે.