Posts

ગેસની સમસ્યાથી પરેશાન છો? તો આ 4 વસ્તુઓનું કરો સેવન, તરત જ મળશે રાહત

ગેસની સમસ્યાથી પરેશાન છો? તો આ 4 વસ્તુઓનું કરો સેવન, તરત જ મળશે રાહત

અત્યારના સમયમાં પેટમાં ગડબડી એક સામાન્ય સમસ્યા છે જેનાથી ઘણા બધા લોકો પરેશાન છે. પરંતુ તમે નેચરલ વસ્તુઓના સેવનથી તેને આસાનીથી દૂર કરી શકો છો.


• પેટમાં દુખાવાની સમસ્યા દૂર કરે છે આ વસ્તુઓ 
• ભોજનમાં જરૂર કરો શામેલ 
• જાણો તેના ફાયદાઓ વિશે 

સમગ્ર ભારતમાં જોઈએ તો મોટાભાગના વિસ્તારમાં મસાલેદાર અને વધારે તેલમાં તળીને બનેલુ ભોજન ખાવામાં આવે છે જેના કારણે અહીંના લોકોને વારંવાર પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી, ખાટ્ટા ઓડકાર પેટમાં ગડબડની ફરિયાદ રહે છે. આજકાલની બિઝી થઈ ગયેલી લાઈફ સ્ટાઈલ પણ આ બીમારીઓનું કારણ છે. 

તમે આ 4 વસ્તુઓને ખાઈને દૂર કરો મુશ્કેલી 

વધતી ઉંમરની સાથે પેટ સાથે જોડાયેલી બીમારીઓ વધતી જાય છે કારણ કે પાચન તંત્ર પહેલાથી કમજોર થવા લાગે છે. એક્સપર્ટ્સ અનુસાર જો તમારા ભોજનમાં 4 નેચુરલ ડાયેટ શામેલ કરો છો તો આવી તમામ મુશ્કેલીથી છુટકારો મેળવી શકો છો. 

આદુ 


શરદી અને ખાંસી થવા પર આપણે મોટાભાગે આદુ ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી મળતા જીંજરોલ અને બૂજા એન્ટીઓક્સિડેન્ટ તત્વ પેટની મુશ્કેલીઓ દૂર કરે છે. આદુને ગરમ પાણીમાં ઉકાળીને ચાની જેમ પીવામાં આવે તો ફાયદો કરે છે. 

સંતરા 


સંતરા એક એવું ફળ છે જેમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. તેનો જ્યુસ પીવા કરતા તેને આખુ ખાવાનો પ્રયત્ન કરો. તેમાં રહેલું લેક્સેટિવ પેટ સાફ કરવામાં મદદ કરે છે. જેનાથી કબજીયાતની સમસ્યા પણ દૂર થઈ જાય છે. જોકે ફક્ત તેનો જ્યુસ પિવામાં આવે તો પેટની મુશ્કેલીઓ ઠીક થઈ શકે છે. 

રાઈ 


રાઈમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી પાચન તંત્ર સારૂ બને છે. તેનાથી બાઉલ મૂવમેન્ટ્સના કારણે થતા ગેસ અને પેટના દુખાવામાં પણ રાહત મળે છે. 

લીંબૂ 


લીંબૂને ઘણી બીમારીઓની સારવાર માટે જાણવામાં આવે છે. તમે લીંબૂ પીવા અથવા તેના રસને સલાડમાં નાખીને ખાઈ શકો છો. તેમાં કેલ્સિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નીશિયમ અને ફોસ્ફોરસ મળી આવે છે સાથે જ તેમાં પેટની પરેશાનીઓને દૂર કરનાર પેક્ટિન ફાઈબર પણ મળી આવે છે.