Posts

કોલેસ્ટ્રોલ (Cholesterol level) ઘટાડવા માટે લસણ, લીંબુ અને મેથી છે રામબાણ ઈલાજ, આ રીતે કરો પ્રયોગ

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લસણ, લીંબુ અને મેથી છે રામબાણ ઈલાજ, આ રીતે કરો પ્રયોગ


શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર (Cholesterol level in the body) વધે એટલે ઘણા લક્ષણો અનુભવી શકો છો. આવા લક્ષણોમાં શ્વાસની તકલીફ, થાક લાગવો, ચક્કર આવવા, હાથ-પગ સુન્ન થઈ જવું અને અચાનક વજનમાં વધારો થવો સહિતનું સામેલ છે. કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક (heart attack) જેવી ઘણી ગંભીર સમસ્યાઓનો ખતરો વધી જાય છે. ત્યારે તમારી જીવનશૈલી અને આહારમાં કેટલાક ફેરફારો (Changes in lifestyle and diet) કરીને કોલેસ્ટ્રોલનું જોખમ સરળતાથી ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમારે દરરોજ સવાર-સાંજ થોડો સમય ચાલવું જોઈએ. આ ઉપરાંત ઘરે બેઠા કેટલાક સરળ ઘરેલું ઉપાયો (home remedies for high cholesterol)થી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. જો તમે હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન હોવ તો કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે તમે નીચે આપેલા ઉપચારોનો ઉપયોગ કરી શકો છો.

કોલેસ્ટ્રોલ વધે તો લસણનું સેવન રાહત આપી શકે છે. હાઈ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માટે તમે લસણનું સેવન રોજ સવાર-સાંજ કરી શકો છો.

એપલ વિનેગર

સફરજનના સરકાથી પણ કોલેસ્ટરોલ લેવલ ઘણી હદ સુધી કરી શકાય છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી એપલ સીડર વિનેગર નાંખીને તેનું સેવન કરી શકો છો, તેનાથી હાઈ કોલેસ્ટ્રોલમાં રાહત થાય છે.

મેથીનું પાણી

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો મેથીના પાણીનું સેવન કરી શકાય છે. મેથીમાં રહેલા તત્વ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.

માછલીનું તેલ

માછલીના તેલ દ્વારા હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. માછલીના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ જોવા મળે છે જે કોલેસ્ટરોલમાં ફાયદાકારક છે.

લીંબુ

લીંબુમાં રહેલા ગુણ પણ કોલેસ્ટ્રોલમાં ખૂબ રાહતરૂપ સાબિત થાય છે. તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયું હોય તો તમે તમારા ડાયટમાં લીંબુનો સમાવેશ કરી શકો છો. લીંબુ કોલેસ્ટ્રોલના સ્તરને ખૂબ જ ઝડપથી ઘટાડે છે.

આમળા અને એલોવેરા

કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય ત્યારે રોજ સવારે તમે આમળા અને એલોવેરા જ્યૂસ પી શકો છો. આનાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. આ ઉપરાંત અર્જુન નામના વૃક્ષની છાલમાંથી બનાવેલું ડેકોક્શન પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

સિંધાલું

કોલેસ્ટ્રોલ વધે ત્યારે સાદું નમક લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધુ વધે છે. આ સ્થિતિમાં સિંધવ નમકનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત સંતરા અને દ્રાક્ષ વગેરે જેવા ખાટા ફળોનું સેવન હાઈ કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, કોલેસ્ટ્રોલના દર્દીએ ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટરની સલાહ વગર કોલેસ્ટ્રોલ ઘટાડવા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે.


કોલેસ્ટ્રોલ વધવાના ઘણા કારણો છે,લોહીમાં કોલેસ્ટ્રોલ વધવાનું સીધું મતલબ છે હૃદયરોગ થવો.નિષ્ણાતોના મતે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે.સારું કોલેસ્ટ્રોલ એટલે HDL અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે LDL.HDL આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે.આપણે જે ચરબીવાળો ખોરાક ખાઈએ છીએ તેની અંદરથી તમને વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થાય છે.

આના કારણે તમને ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી સમસ્યા વધી જાય છે.આ ઉપરાંત આનુવંશિકતા એટ્લે કે વારસાગત પણ તમને કોલેસ્ટ્રોલ થઈ શકે છે.દિવસમાં ૪૫ મિનિટથી ૧ કલાક સુધી કસરત,યોગાસન,પ્રાણાયમ કરવા,આવું કરવાથી શરીરનું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે.

આ સિવાય તમે દૂધીનો જ્યુસ પી શકો છો.બીજો ઉપાય જોઈએ તો સૌથી પહેલા ૧ ગ્લાસ પાણી લેવું, આ પાણીમાં ચોથા ભાગની ચમચી એલાયચીનું ચૂર્ણ નાખવું, ત્યારબાદ ૨ ચમચી સૂકા ધાણા પાવડર લેવો.આ પાણીને મિક્સ કરી ઉકળવા દો.પાણી નવશેકું ગરમ થાય ત્યારે નીચે ઉતારી આ પાણી ધીમે-ધીમે પીવાનું રહેશે.

આ પ્રયોગ સવારે નરણા કોઠે કરશો તો તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં આવી જશે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.