Posts

એસીડીટી એટલે શું ? | What is Acidity ?


 
એસીડીટી એટલે શું ? What is Acidity ?
 
“અમ્લપિત્ત'”, એટલે કે જેને આપણે એસિડીટી તરીકે પણ ઓળખીએ છીએ, એ એક એવો રોગ જેના દ્વારા દરેક મનુષ્ય ક્યારેક ને ક્યારેક પીડાય જ છે. સામાન્ય રીતે જેને એસીડીટી તરીકે ઓળખવામાં આવે છે. અમ્લપિત્તમાં બે શબ્દ જોવા મળે છે, તેને સાદી ભાષામાં સમજીએ તો 1. અમ્લ એટલે ખાટું અને પિત્ત એટલે એસિડ કે પાચક સ્ત્રાવ. આ રોગની અંતર્ગત પાચક પિત્તનો સ્ત્રાવ વધી જાય છે અને તે કટુ રસનાં બદલે અમ્લ એટલે કે ખાટું થાય છે.
 
એસીડીટી શું છે એવા પ્રશ્ન છે તો એસિડિટી એટલે કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છે તેનો યોગ્ય રીતે પાચન થતું નથી પરંતુ તે ઘરની અંદર એસ ટી ટૂંકમાં જમા થાય છે આ એસિડ બને છે અને તેના કારણે આપણે જે શરીરની અંદર ઉબકા આવવા તકલીફ થવી ગળામાં છાતીમાં જલન થવી એટલે એસીડીટી થાય છે

આચાર્ય ચરકે પિત્તનો રસ કટુ (તીખો) અને અમ્લ (ખાટો) બતાવ્યો છે પણ અમ્લપિત્તમાં અમ્લની પ્રધાનતા જોવા મળે છે. આચાર્ય સુશ્રુત જણાવે છે કે કટુ તે મુખ્ય રસ છે અને તે વિદગ્ધ થતાં અમ્લ બને છે. આચાર્ય કાશ્યપે અમ્લપિત્તમાં ત્રણે દોષો (વાત, પિત્ત અને કફ)ને સંલગ્ન કર્યા છે જયારે આચાર્ય માધવ તેમાં પિત્ત દોષની પ્રધાનતા માને છે.

મુખ્ય લક્ષણો:
  • દાહ – પેટમાં, ગળામાં કે હ્ર્દયની આજુબાજુનાં ભાગમાં બળતરા અનુભવવી
  • અમ્લ -ઉદગાર – ખાટા ઓડકાર આવવા
  • ઉબકા અને ઉલ્ટી જેવી અનુભૂતિ
  • અરુચિ, 5. અજીર્ણ – ખોરાક યોગ્ય રીતે ન પચવો
  • માથું દુખવુંઘણી વાર મુખમાંથી દુર્ગંધ આવવી

કારણો
  1. વધુ પડતું ભોજન
  2. પહેલાનો ખોરાક પચ્યા પહેલા ભોજન
  3. વિરુદ્ધ ભોજન
  4. વધુ પડતું સૂકું ભોજન
  5. જમવાનો સમય નક્કી ન હોવો
  6. ભૂખ લાગે ત્યારે ન જમવું
  7. વાસી, તીખું અને તળેલું ભોજન
  8. વધુ પડતું ફાસ્ટ ફૂડ
  9. વધુ પડતાં ઉપવાસ… આ કારણોસર અગ્નિ મંદ પડે છે અને તે જ આગળ જતાં અમ્લપિત્ત ઉત્પન્ન કરે છે
  10. આ ઉપરાંત, ખૂબ શ્રમ કરવો અથવા જરા પણ શ્રમ ન કરવો તે પણ તેનું એક કારણ છેમાનસિક કારણો, જેવા કે અતિ ગુસ્સો કે ચિંતા પણ અમ્લપિત્ત ઉત્પન્ન કરી શકે છે.

પ્રકાર
તેનાં વિવિધ આચાર્યોએ અલગ અલગ પ્રકાર વર્ણવ્યાં છે. મુખ્યત્વે તેમાં પિત્ત દોષ વધુ પ્રકુપિત થાય છે અને વાત અને કફ તેની સાથે સંલગ્ન હોય છે. સ્થાન પ્રમાણે તેનાં બે પ્રકાર પડે છે.

1. ઉર્ધ્વગઃ અમ્લપિત્ત – એટલે ઉપર તરફ. જેમાં ખાટા ઓડકાર અને ઉલ્ટી થતી જોવા મળે છે અને તેનાં પછી લક્ષણો ઓછા થાય છે. ઘણી વાર તેની સાથે ચામડી પર વિવિધ ચકામાં પણ જોવા મળે છે. તેમાં માથામાં દુખાવો પણ જોવા મળી શકે છે.

2. અધોગ અમ્લપિત્ત – જેમાં બળતરા વગેરે લક્ષણો સાથે સ્વેદ એટલે કે પરસેવો પણ જોવા મળે છે. તેમાં ઉલ્ટીના લક્ષણ જોવા મળતા નથી.

આધુનિક વિજ્ઞાનમાં તેને હાઈડ્રોકલોરિક એસિડના અતિ સ્ત્રાવ સાથે સરખાવવામાં આવે છે. જે પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. જો અમ્લપિત્તને અવગણવામાં આવે તો તે આગળ જતાં અન્ય અનેક વ્યાધિઓને પેદા કરી શકે છે.

અમ્લપિત્ત એટલે એસિડિટી. આ રોગ  આજે સર્વવ્યાપી છે. અમ્લપિત્ત જ આપણે એસિડિટીના નામે ઓળખીએ છીએ. આ રોગ પાચનના વિકારને કારણે થાય છે. તેને ઘણા લોકો છાતીમાં દાહ, બળતરા, ઊલટી, ઊબકાથી ઓળખે છે. આ તકલીફ નાના મોટા સૌને થાય છે. લક્ષણો – છાતી,પેટ કે આંખમાં દાહ કે આગ ઊઠે. ખાધેલું  પચે નહીં. છાતી કે ગળામાં બળતરા થાય. ખાટા,ખારા,તીખા ધચરકા ઊપડે. છાતીમાં ડચૂરો બાઝે. ઊલટી કે ઊબકા આવે. શરીર ભારે થાય.થાક લાગે. માથું દુખે, ખાવાનું ભાવે નહીં.

મંદાગ્નિ રહે એસિડિટી થાય તો શું થાય ?
શરીર નબળું પડે. સ્મૃત્તિ તથા બુદ્ધિનો હ્‍આસ થાય. વારંવાર તાવ આવ. પેટના રોગ થાય. આંતરડામાં અલ્સર થવાની શકયતા રહે. એસિડીટી કોને થાય ? નાના મોટા સૌને થાય. પાચનક્રિયા સાથે સંકળાયેલા રોગ હોવાથી ખાનપાનમાં ધ્યાન ન રાખનારને થાય. પાચનક્રિયા વિકૃત થતાં તે થાય. ટેન્શન,તાણ હોય તો તે થાય. ખાવા પીવામાં અનિયમિતતા હોય તો થાય. શરીરમાં ખાટો રસ વધુ થાય તો થાય. દહીં,કેળાં,દૂધ -કાંદા વગેરે ખાવાથી થાય.