Posts

આંબા હળદરનાં આભને આંબે તેવાં સદગુણો

હળદરની આ માસિયાઈ બહેન એવી આંબા હળદર ગુણોમાં લીલી હળદરથી કાંઈ કમ નથી


આ રહી એના સદગુણોની વણઝાર 

૧. એન્ટી કેન્સર ગુણો
ઘણાં સંશોધનો અને અભ્યાસો સાબિત કરી ચૂક્યા છે કે ઓવરી, સ્તન તથા જઠર ના કેન્સરને રોકવામાં આંબા હળદર બહુ અકસીર છે.

૨. ખરાબ કોલેસ્ટરોલને ઘટાડે છે.
ખરાબ કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હતું તેવા દર્દીઓને એમની નિયમિત દવાઓની સાથે સાથે સળંગ છ મહિના સુધી આંબા હળદરનું સેવન કરાવેલ અને તેમનામાં ખરાબ કોલસ્ટ્રોલનું પ્રમાણ ઘણું નીચું લાવી શકાયેલું 

૩. ચહેરાની ચામડી પર અતિ અસરકારક
ખીલ થયા હોય, ચેહરાની ચામડી ચમક ગુમાવી ચૂકી હોય તેવા કેઇસમાં મોઢા પર આંબા હળદરનો રસ નિયમિત લગાવવાંથી ખુબ ફાયદો થાય છે.

૪. ઈનફલેમેશન મટાડવામાં મદદગાર
વા , સોજા વગેરેની તકલીફોમાં નિષ્ણાત ડોક્ટરની દવાઓની સાથે સાથે આંબા હળદર નાખી ઉકાળેલું પાણી નિયમીત પીવાથી ફાયદો વધારે મળે છે.

૫. દુખાવામાં રાહત
આંબા હળદર નાખી ઉકાળેલું પાણી શરીર ના કોઈપણ અંગના દુખાવામાં ફાયદાકારક નીવડે છે.

૬. એસિડિટી અને આંતરડાના અલ્સરમાં લાભદાયી
દવાઓની સાથે સાથે આંબા હળદર નાખી ઉકાળેલું પાણી નિયમિત પીવાથી એસિડિટી અને આંતરડાના અલ્સરમાં જલ્દી રાહત મળેછે.

૭. દારૂ પીધા પછી એની અસરો ઝડપથી ઉતારવામાં મદદરૂપ
દારૂ પીધેલી વ્યક્તિને આંબા હળદર નું થોડું વધારે સેવન કરાવવામાં આવે તો એ પછીની ત્રીસ મિનિટમાં દારૂ ની અસરો નહિવત લેવલ સુધી પોહંચી જાય 

૮. એન્ટી એલર્જી ગુણધર્મો
જો તમે ઘણાં વખત થી એલર્જીને લગતી તકલીફોથી પીડાતા હોવ તો નિયમિત દવાઓ ની સાથે આંબા હળદર નાખી ઉકાળેલું પાણી પણ નિયમીત સેવન કરશો તો ઘણી રાહત મેળવી શકશો.

૯. ચામડી પરના ઘા રૂઝાતા કરવામાં મદદ
દવાઓ ડ્રેસિંગ તો કરો જ પણ આંબા હળદર ને ક્રશ કરીને તેની પોટીસ બનાવી વાગ્યા ઘા પર લગાવવાથી ફાયદો થાય છે. 

૧૦. દાંત અને પેઢાંના ઇન્ફેક્શનમાં ગુણકારી
દાંત અને પેઢાની તકલીફો થી પીડાતા હોવ તે દરમિયાન તથા મોઢામાંથી વાસ આવતી હોય તેવા કેસમાં આંબા હળદર નાખી ઉકાળેલા પાણીથી સળંગ એક અઠવાડિયું કોગળા કરવાથી રાહતરૂપ લાગે છે.