દોસ્તો કદાચ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે તમે ક્યારેય નહીં જાણી હોય કે નહીં સાંભળી હોય. પરંતુ આ વાત જાણવી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. જો આપણામા પણ આવી કોઈ આદત હોય તો આજ પછી આપણે પણ તેનાથી બચી શકીએ. જો સ્નાન સમયે તમામ વસ્ત્રો ઉતારીને પછી નહવામાં આવે તો પુરાણોમા જણાવવામાં આવ્યું છે એ મુજબ આપણે ખૂબ જ મોટા પાપી બની શકીએ છીએ. તો ચાલો આજે જ આપણે આની વિશેષ મહિતીથી પરિચિત થઈએ.
સ્નાનની ક્રિયા એક એવી ક્રિયા છે કે તેનાથી આપણું શરીર અને આપણું મન એટલે કે આપણો આત્મા પણ પવિત્ર બની જાય છે. આથી જ આ સ્નાનની ક્રિયાનું ઘણું જ મહત્વ છે. આના માટે આપણા શાસ્ત્રો અને પુરાણો પણ ઘણું કહે છે. પહેલાના સમયમાં લોકો સ્નાન કરવા માટે કોઈ નદી, તળાવ કે કૂવાના કાંઠે જતાં હતા. આમ નહાવાના સ્થાનો ખુલ્લા હતા. પરંતુ આજના સમયમાં લોકોએ પોતાના ઘરમાં જ આલીશાન એવા સ્નાનાગાર બનાવ્યા છે. જે એકદમ પેક છે. ત્યાં તેને જોવાવાળું કોઈ જ નથી.
આજના સમયમાં આપણને જે સઉલત મળી છે એટલે એ સાવ સામાન્ય વાત બની ચૂકી છે કે લોકો સ્નાન સમયે એકપણ વસ્ત્ર પહેરતા નથી. એકદમ કપડાં વગરની અવસ્થામાં જ તેઓ સ્નાન કરે છે. આ બિલકુલ યોગ્ય નથી. એવું આપણા પુરાણોમાં પણ કહેવાયું છે. હા દોસ્તો આપણા પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું કે આવી અવસ્થામાં સ્નાન કરવું વર્જિત છે. આ પુરાણમાં આવું કહેવાયું છે તો શા માટે નિર્વસ્ત્ર સ્નાનને વર્જિત મનાય છે તે આજે આપણે આ આર્ટીકલ દ્વારા જોઈએ.
ગરુડ પુરાણ આ વગર કપડાના સ્નાન માટે શું કહે છે..
આ સ્નાનને માટે ગરુડ પુરાણમાં પણ ખૂબ જ સરસ અને સમજવા જેવી વાત કહેવાય છે. તેમા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ નીરવસ્ત્ર જ સ્નાન કરે છે તો તેના પિતૃઓ તેનાથી નારાજ થાય છે. કેમ કે સ્નાન સમયે આપણી આસપાસ આપણા પિતૃઓનો વાસ હોય છે. અને તે આપણા વસ્ત્ર માંથી ટપકતા જળને ગ્રહણ કરે છે. પરંતુ નિર્વસ્ત્ર સ્નાનથી તે અતૃપ્ત રહે છે. અને તે આપણાથી નારાજ થાય છે. અને તેનાથી આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે. આથી જ આપણે હમેશા એ વાતને યાદ રાખવી કે નિર્વસ્ત્ર ક્યારેય સ્નાન ના કરવું જોઈએ.
પદ્મ પુરાણ આ નગ્ન સ્નાનને વર્જિત શા માટે કહે છે :
આપણા પદ્મ પુરાણમાં આ નીરવસ્ત્ર સ્નાન માટે એક સુંદર બોધ કથા કહેવામાં આવી છે. આ કથામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ જાણે આ ગોપીઓના માધ્યમથી લોકોને પણ આ સંદેશ આપવા માંગતા હોય તેવી એક લીલા કરે છે. જ્યારે ગોપીઓ જમના નદીમાં પોતાના બધા જ વસ્ત્રો ઉતારીને સ્નાન કરવા જતી હતી ત્યારે શ્રી કૃષ્ણ પોતાની લીલાથી ગોપીઓના વસ્ત્રો ચોરી લેતા હતા.
જ્યારે ગોપીઓ સ્નાનથી પરવારીને પોતાના વસ્ત્રોને શોધતી તો તેને પોતાના વસ્ત્રો મળતા ન હતા. અને એવા સમયે કૃષ્ણ ગોપીઓને કહેતા કે તમારા વસ્ત્રો તો આ વૃક્ષ પર છે. તમે આવીને લઈ શકો છો. પરંતુ ગોપીઓ તો નીરવસ્ત્ર જ સ્નાન કરવા નદીમાં ગઈ હતી. આથી ગોપીઓ કનાને કહે છે કે અમે નીરવસ્ત્ર છીએ અમે પાણી માંથી બહાર ના આવી શકીએ. અમે જ્યારે નદીમાં નહાવા આવ્યા ત્યારે અહી કોઈ ના હતું. આથી અમે નીરવસ્ત્ર જ નહાવા ઉતાર્યા.
ગોપીઓની આ વાતનો શ્રી કૃષ્ણએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો. કહ્યું કે શું કોઈ ના હતું ? પરંતુ હું તો દરેક સમયે દરેક જગ્યા પર રજેરજમા અને કણેકણમા ઉપસ્થિત હોઉ છું. આ ધરતી પર અસંખ્ય કિટકો છે. આકાશમાં ઉડતા પક્ષીઓ છે. અને તમે જે પાણીમાં નીરવસ્ત્ર ગયા ત્યાં પણ અનેક જળચર જીવ વસે છે. અને એ બધાથી વિશેષ તમે જે જળમાં નગ્ન અવસ્થામાં નહાવો છો તે જળના દેવ વરુણદેવે પણ તમને આ અવસ્થામાં જોયા. આમ તમે વરુણ દેવનું અપમાન કર્યું છે. આ તમે ખૂબ જ મોટું પાપ કર્યું છે. આ વાત શ્રી કૃષ્ણના સ્વ મુખેથી કહેવાયેલી કથા છે.
દોસ્તો આ એક સાવ સામાન્ય એવી વાત છે પરંતુ જો આપણે તેના પરિણામની જાણ નથી તો સ્વાભાવિક છે કે આપણાથી અત્યાર સુધી ભૂલ થઈ હોય પરંતુ હવે આ આર્ટીકલ વાંચ્યા પછી જો આવી આદત આપણામાં છે તો આજથી જ એ આદતને અલવિદા કરીએ અને આપણા સુખી પરિવારને વધારે ખૂશ રાખવાનો પ્રયત્ન કરીએ
જો સ્નાન વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.