Posts

સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે ફોલો કરો આ 12 ટિપ્સ

સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે દરરોજ ફોલો કરો આ 12 ટિપ્સ | Follow This 12 Tips For Healthy Life

01. શરીરને તંદુરસ્ત અને સૂડોળ બનાવી રાખવા માટે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા.

02. સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ 1-2 ગ્લાસ નવસેકુ પાણી પીવો અને થોડી વાર ચાલો.

03. ઓછામાં ઓછું એક લીંબુ પોતાની ડેઇલી લાઇફમાં અવશ્ય શામેલ કરો.

04. દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું 2-3 કિ.મી. ઝડપથી ચાલો.

05. સવારે નાસ્તામાં માત્ર અંકુરિત ( ફણગાવેલા ) અન્ન, મગ, ચણા કે સોયાનું જ સેવન કરો.

06. ફાસ્ટ ફૂડ, તળેલુ, વધુ ફેટવાળુ કે ફ્રિજમાં રાખેલ વાસી ભોજન બને તો ટાળવું.

07. શક્ય હોય તો દિવસમાં સુવાનું છોડી દો 

08. સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઇ લેવું

09. ચા, કોફી અને કોલ્ડડ્રીન્કસ શક્ય હોય એટલા ઓછા કરવા.

10. જમ્યા પછી તાત્કાલિક ક્યારેય ન સુવું.

11. આખા દિવસમાં ચાર વારથી વધુ ન જમવું, શક્ય હોય તો થોડા થોડા સમયે થોડો થોડો આહર લેવો, એક સાથે વધુ ન જમવું . 

12. દરરોજ રાત્રે અમૃત સમાન ગુણકારી ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું.