Posts

બદલાતી ઋતુ વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ કરો આ વસ્તુઓનુ સેવન, અનેક બીમારીઓ રહેશે દૂર

જો તમે હંમેશા બિમાર રહો છો અને ખાસ કરીને બદલાતી ઋતુને કારણે તમને શરદી-ઉધરસ જેવી બિમારી થાય છે તો તેનું એકમાત્ર કારણ છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જવી. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બિમારીઓમાંથી પસાર થવું પડે છે. એવમાં સંતૂલિત આહાર લેવાની ખૂબ જરૂર છે. આવો જોઇએ શુ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને છે.


પાણી
પાણી એક એવી વસ્તુ છે જે શરીરની ગંદકીને બહાર નીકાળી ફેંકે છે. શરીરમાં જામી ગયેલા અનેક પ્રકાકના ઝેરી તત્વને બહાર નીકાળે છે. જેટલુ બની શકે એટલું સાદુ કે નવશેકુ પાણી પીવું જોઇએ અને ઠંડા પાણીના સેવનથી દૂર રહેવું જોઇએ.

ફણગાવેલાં કઠોળ
ફણગાવેલા અનાજ અને દાળ પોષણથી ભરપૂર હોય છે. જે રોગ-પ્રતિકારક શક્તિને યોગ્ય બનાવી રાખવામાં મદદગાર છે અને સાથે જે તેને પચાવવા માટે પણ સહેલું હોય છે.

રસદાર ફલ
રસદાર ફળ જેવા સંતરા સહિતના ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી શરીરની જંતુઓથી લડવાની ક્ષમતા વધી જાય છે. ફળ ખાતા સમયની સાથે મીઠું, ખાંડ કે ચાટ મસાલો મિક્સ કરવો વધારે યોગ્ય રહેશે.

ડ્રાયફ્રૂટ્સ
ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાની ડૉક્ટરો દ્વારા સલાહ આપવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠીને ખાવ. આમ કરવાથી શરીરને શક્તિ મળે છે.

સલાડ
દરેક સમયે સલાડનું સેવન કરવું તો યોગ્ય માનવામાં આવે છે. અલગ- અલગ પ્રકારના શાકભાજીના પ્રયોગથી તે પૂર્ણ રીતે પૌષ્ટિક બની જાય છે. તમે ગાજર, કાકડી, ટામેટું,ડુંગળી, બીટનો પણ ઉપયોગ કરી શકો છો.

તુલસી
તુલસી એન્ટિબાયોટિકનું કામ કરે છે. ચામાં તુલસીના પાન નાંખીને પીવાથી કે તેને સાદા પાણીમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.