Posts

મહામંથન / કોરોના થયો હોય તેના હૃદયને કેવી અસર પહોંચી? હાર્ટ એટેકથી બચવા કરવું શું? એક્સપર્ટની આ સલાહ દિલમાં ઉતારી દેજો

મહામંથન / કોરોના થયો હોય તેના હૃદયને કેવી અસર પહોંચી? હાર્ટ એટેકથી બચવા કરવું શું? એક્સપર્ટની આ સલાહ દિલમાં ઉતારી દેજો

રાજ્યમાં હાર્ટ એટેકનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલ લોકોનાં હ્રદયને કેવી રીતે અસર પહોંચી? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, જેમને સિવિયર કોવિડ થયો છે. તેમણે સખત પરિશ્રમ કરવાથી દૂર રહેવું. ત્યારે હવે જાત સતર્કતા જ ઉપાય?

એક તરફ જ્યાં એ ચર્ચા ચાલી રહી છે કે રાજ્યમાં આખરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ વધી કેમ રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ સૂચક ઈશારો કર્યો. મનસુખ માંડવિયાએ કોવિડ પછી આટલા વખતે એ સ્વીકાર જરૂર કર્યો છે કે કોરોનાને કારણે હૃદય ઉપર ખરાબ અસર થઈ છે. આરોગ્યમંત્રીએ શબ્દ ચોર્યા વગર ICMRના અભ્યાસને ટાંકતા કહ્યું કે જેમને સિવિયર કોવિડ થયો છે તેઓ ચોક્કસ સમયગાળા માટે સખત પરિશ્રમ કરવાથી કે સતત દોડધામ કરવાથી દૂર રહે તો હૃદયની જાળવણી થઈ શકશે. એક સામાન્ય વ્યક્તિને પાયાનો પ્રશ્ન એ જ થાય કે કોરોનાથી આખરે હૃદયને થયું છે શું?


  • સિવિયર કોવિડ થયો હોય તેવા લોકોએ સાચવવું
  • સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સખત પરિશ્રમથી દૂર રહે
  • ICMRનો વિસ્તૃત સરવે સામે આવ્યો હતો

એવા પણ કિસ્સા બન્યા કે હોસ્પિટલમાં કે ઘરે આવનાર દર્દીએ કોરોનાને મ્હાત આપી હોય પરંતુ થોડા જ સમયમાં હાર્ટ ફેઈલ થવાથી તેનું મૃત્યુ થયું હોય. ICMRએ જે વિસ્તૃત અભ્યાસ કર્યો તેમાં કોરોના હૃદયને કઈ રીતે અસર કરે છે. જેને કોરોના થયો છે અથવા તો જેને સિવિયર કોરોના થયો છે તેના માટે હવે જાતને વધુ સાચવવાનો સમય આવી ગયો છે કે કેમ. અને જો આ સમય આવી જ ગયો છે તો જેને અગાઉ પણ કોઈ બીમારી છે તેના માટે આરોગ્યની સાચવણી કેટલી જરૂરી છે. ICMRનો સરવે કોવિડ અને ત્યારબાદ હૃદયને લગતી તકલીફ અંગે હતો

સિવિયર કોવિડ થયો હોય તેવા લોકોએ દોડધામ, પરિશ્રમ ન કરવો
સિવિયર કોવિડ થયા બાદ ચોક્કસ સમય માટે સખત મહેનતથી દૂર રહેવું

કેન્દ્રિય આરોગ્યમંત્રીએ શું કહ્યું હતું?

ગત રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સાચવવું. તેમજ સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સખત પરશ્રમથી દૂર રહે. ICMRનો વિસ્તૃત સરવે સામે આવ્યો હતો. ICMRનો સરવે કોવિડ અને ત્યારબાદ હૃદયને લગતી તકલીફ અંગે હતો. સિવિયર કોવિડ થયો હોય તેવા લોકોએ દોડધામ, પરિશ્રમ ન કરવો. તેમજ સિવિયર કોવિડ થયા બાદ ચોક્કસ સમય માટે સખત મહેનતથી દૂર રહેવું. સખત પરિશ્રમથી દૂર રહેવાનો સમયગાળો એક થી બે વર્ષનો હોય શકે છે. સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સખત મહેનતથી દૂર રહેશે તો વાંધો આવશે નહીં.સખત પરિશ્રમથી દૂર રહેવાનો સમયગાળો એક થી બે વર્ષનો હોય શકે છે
સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સખત મહેનતથી દૂર રહેશે તો વાંધો નહીં આવે

કોરોનાથી હૃદયને શું અસર પડી શકે?

હૃદયને કામ કરવા ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજનયુક્ત લોહીને શરીરના અન્ય અંગોમાં હૃદય પહોંચાડે છે. આ ઓક્સિજન હૃદયને ફેફસામાંથી મળે છે. કોરોનાનું સંક્રમણ સીધું ફેફસા ઉપર અસર કરે છે ઓક્સિજનની ઘટથી હૃદય ઉપર અસર પડી શકે છે. ઓક્સિજનની ઘટથી હૃદયના સ્નાયુઓને લોહી પંપ કરવા વધુ મહેનત કરવી પડે છે. લોહીના પંપિંગ માટે વધુ મહેનતની અસર હૃદયના ટિશ્યૂ ઉપર પડી શકે છે. જો સોજો થઈ જાય તો હૃદયના સ્નાયુઓ ઉપર અસર પડી શકે છે. હાર્ટ બીટ વધી શકે જેથી હૃદયની પંપિંગથી શક્તિ ઘટે છે.