Posts

કેળાનો આકાર કેમ હોય છે વાંકો? કાચું હોય ત્યારે સીધું હોય તો પાક્યા બાદ કેમ બદલાઈ જાય છે આકાર?

કેળાનો આકાર કેમ હોય છે વાંકો? કાચું હોય ત્યારે સીધું હોય તો પાક્યા બાદ કેમ બદલાઈ જાય છે આકાર?

લગભગ દરેક સિઝનમાં બજારમાં જોવા મળતું કેળું એનર્જીથી ભરપુર ફળ છે. સસ્તું હોવાના કારણે દરેક લોકો તેને ખરીદી શકે છે. કેળાની બનાવટ તમામ લોકો જાણે છે. કેળા હંમેશા વાંકુ જ કેમ હોય છે? સીધું કેમ નથી હોતું?


ઝાડ પર શરુઆતમાં કેળાનું ફળ એક ગુચ્છા જેવી કળીમાં હોય છે. તેમાં દરેક પત્તાની નીચે એક કેળાનો ગુચ્છો છુપાયેલો હોય છે. શરુઆતમાં તો કેળા જમીનની તરફ જ વધે છે અને આકારમાં પણ સીધું હોય છે. પરંતુ, સાયન્સમાં Negative Geotropism પ્રવૃત્તિના કારણે ઝાડ સૂરજની તરફ વધે છે.


આ પ્રવૃતિ કેળાની સાથે જ હોય છે, જેના કારણે કેળા બાદમાં ઉપરની તરફ વધવાનું શરુ કરી દે છે. તેથી કેળાનો આકાર વાંકો થઈ જાય છે. સૂર્યમુખીમાં નિગેટિવ જીયોટ્રોપિઝ્મની પ્રવૃતિ હોય છે.

કેળાની બોટેનિકલ હિસ્ટ્રીનું કહેવું છે કે કેળાનું ઝાડ સૌથી પહેલા રેનફોરેસ્ટની મધ્યમાં પેદા થયું હતું. અહીં સૂરજની રોશની સારી રીતે પહોંચી નથી શકતી.


ફળ સિવાય કેળા અને તેના ઝાડનું ધાર્મિક મહત્વ પણ છે. ધાર્મિક દ્રષ્ટિથી કેળાનું ઝાડ અને તેનું ફળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ કેળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.