Posts

Namo Laxmi Yojana 2024: ગુજરાત બજેટમાં જાહેરમાં બહાર પાડી નમો લક્ષ્મી યોજના, રાજયની 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ

Namo Laxmi Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણા દેશની કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યની રાજ્ય સરકાર દેશમાં વસતા નાગરિકોના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે. આપણી કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે.

તેમજ આપણી ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા પણ વ્હાલી દિકરી યોજના ચલાવવામાં આવે છે. અત્યારે વર્તમાન સમયમાં વિકસિત ગુજરાત 2047 ની સંકલ્પનામાં જણાવ્યા મુજબ દીકરીઓની એક મહત્વની ભૂમિકા છે. અમે તમને આ લેખ દ્વારા નમો લક્ષ્મી યોજના વિશે માહિતી આપીશું.


નમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojana 2024

બે દિવસ પહેલા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બજેટ 2024-25 બહાર પાડવામાં આવ્યું. અને આ બજેટમાં દીકરી માટેની એક નવી યોજના નમો લક્ષ્મી યોજના ની જાહેરાત કરવામાં આવી. આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ પાતળા ધરાવે છે તેવી 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને ધોરણ 9 અને 10 માટે આ યોજનાનો લાભ આપવામાં આવશે.

જેમાં તેમને રૂપિયા 10 હજારની સહાય આપવામાં આવશે. તેમજ ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને વાર્ષિક ₹15,000 ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવશે.


નમો લક્ષ્મી યોજનાનો હેતુ 

નવું બજેટ બહાર પડવામાં આવ્યું જેમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ આપવામાં આવશે. જેમાં દીકરીઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોચાન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા રાજ્યમાં વસ્તી તમામ વર્ગની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે.

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના | Namo Lakshmi Yojana
બજેટBudget 2024- 25
બજેટની જાહેરાતનાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
યોજનાનો ઉદ્દેશ્યદીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા
યોજનાની કુલ રકમ1250 કરોડ
ધો.9 અને 10 ની દીકરીઓને સહાયની રકમરૂપિયા દસ હજાર ( ₹ 10,000)
ધો.11 અને 12ની દીકરીઓને સહાયની રકમરૂપિયા પંદર હજાર ( ₹ 15,000)
કેટલી દીકરીઓને મળશે સહાય10 લાખ વિદ્યાર્થીનીઓને
સત્તાવાર વેબસાઈટhttps://cmogujrat.gov.in/
 


નમો લક્ષ્મી યોજનાનો લાભ

નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાયરૂપે આપવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ છે.

ધોરણઆર્થિક લાભની રકમ
ધોરણ 910,000 રૂપિયા
ધોરણ 1010,000 રૂપિયા
ધોરણ 1115,000 રૂપિયા
ધોરણ 1215,000 રૂપિયા
કુલ રકમ50,000 રૂપિયા

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો લક્ષ્મી યોજના શું છે?

જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.

2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?

જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.

3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?

જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.