- લીંબુનું પાણી લીમ્ફેટિક સિસ્ટમને પાવરફૂલ બનાવે છે જેને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે
શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે લીંબુ, જાણો તેના ચોંકાવનારા લાભો વિશે
સમાજના દરેક લોકો પોતાના શરીરનું ધ્યાન રાખવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે, ત્યારે એન્ટી ઓક્સીડેન્ટ વિટામીન સીથી ભરપૂર લીંબુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. લીંબુમાં વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડેટ્સ પ્રચુર માત્રામાં મળી આવે છે. જે આપણા શરીરના રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. સાથે જ વકેટીરિયા વ વાયરસના કારણે થતી બીમારીઓથી પણ બચવા માટે ખૂબ જ લાભદાયી હોય છે. તે આવો જાણીએ લીંબુના ફાયદાઓ વિશે…
લીંબુના રસમાં :
૧. વિટામિન બી કોમ્પ્લેક્સ છે. ૨. પાવરફૂલ એંટીઓક્સિડંટ વિટામિન સી છે. ૩. પોટાશ્યમ છે. ૪. મેગ્નેશ્યમ છે. ૫. બાયોફ્લેવેનોઇડ્સ સાઇટ્રિક એસિડ છે. ૬. કેલ્શ્યમ છે. ૭. પેક્ટિન છે અને ઘણા બધા ફ્લેનોઇડ્સ છે, સવારના ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી તમારા શરીરનું મીડિયમ આલ્કલાઇન થાય છે.
લીંબુના ફાયદા, આરોગ્ય લાભો (benefits of lemon, nimbu in Gujarati)
લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે અને આમ લોહીમાં શ્વેત રક્તકણો અને એન્ટિબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે જે આક્રમક સુક્ષ્મસજીવો પર હુમલો કરે છે, ચેપ અટકાવે છે અને રોગપ્રતિકારક શક્તિ બનાવે છે. તેથી, સામાન્ય શરદીને રોકવા માટે લીંબુનો રસ આપવામાં આવે છે. લીંબુના રસમાં રહેલા એસ્કોર્બિક એસિડ ખોરાકમાંથી આયર્નના શોષણમાં મદદ કરે છે. તેથી જો તમને આયર્નની ઉણપ અથવા એનિમિયા ( anaemia ) હોય તો આયર્ન સમૃદ્ધ વાનગીઓ પર લીંબુ નીચોડો.
લીંબુનું પાણી પીવાના અનેક ફાયદા છે
૧. શરીરનું મીડિયમ આલ્કલાઇન થવાથી કોઇ પણ ઉમ્મરે ખીલ થતાં નથી.
૨. તેમાં પેક્ટિન છે તેને કારણે ભૂખ ઓછી લાગે છે. અને વજન કાબૂમાં રહે છે.
૩. તેમાં પોટાશ્યમ હોવાથી તમારા પેશાબમાં સાઇટ્રેટનું પ્રમાણ વધે છે. તેથી ઓક્ષલેટનું પ્રમાણ ઘટી જાય છે એટલે કિડનીમાં ઓક્ષેલેટ સ્ટોન થતાં અટકી જાય છે. આ ઉપરાંત પોટાશ્યમને કારણે ડિપ્રેશનના દરદીઓને પણ ફાયદો થાય છે.
૪. લીંબુનું પાણી લીમ્ફેટિક સિસ્ટમને પાવરફૂલ બનાવે છે જેને કારણે તમારી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધે છે અને ચેપી રોગો સામે રક્ષણ મળે છે.
૫. લીંબુનું પાણી પીવાથી કિડનીની પથરીની માફક ગોલબ્લેડરની પથરી થવાની શક્યતા ઓછી થાય છે અને ગોલબ્લેડરની પથરીને કારણે થતો દુખાવો ઓછો થાય છે.
૬. લીંબુના પાણીમાં વિટામિન સી છે જે એક પાવરફૂલ એન્ટિઓક્ષિડંટ છે જેને લીધે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસને કારણે થતો ચેપ લાગતો નથી. અને શ્વસન સંસ્થાન (રેસ્પિરેટરી સિસ્ટમ) દર્દો જેવા કે ઉધરસ, શરદી, સાઇનસ ભરાઇ જવા અને દમ જેવા દર્દો થતા અટકે છે.
૭. હાયેટ્સ હર્નિયાને કારણે જે લોકોને જમ્યા પછી એસિડિટી અને છાતીમાં બળતરાની ફરિયાદ હોય છે તે લીંબુના પાણી પીવાથી જતી રહે છે.
૮. લીંબુના પાણીથી તમારા હાથ અને પગની આંગળીના નખ મજબૂત થાય છે અને તેમાં સફેદ ડાઘા પડતાં બંધ થાય છે.
૯. નિયમિત લીંબુનું પાાણી પીનારાને ''ફૂડ પોઇઝનિંગ'' થવાની શક્યતા ઓછી થઇ જાય છે.
૧૦. શરીરના સાંધાના દુખાવા માટે યોગાસન કે બીજી કસરત કરનારાઓને લીંબુનું પાણી નિયમિત પીવાથી સાંધાના દુખાવામાં જલદી રાહત થાય છે અને દુખાવામાં ઘણો ફેર પડે છે.
૧૧. તમે જિમમાં કે ઘેર શરીરના મોટા સ્નાયુની કસરત થોડી વધારે કરી હોય ત્યારે લીંબુનું પાણી પીવાથી થોડીક વારમાં સ્નાયુનો દુખાવો ઓછો થઇ જાય છે.
૧૨. લીંબુના પાણીથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછું થઇ જાય છે એટલે ''ગાઉટ''ના દર્દીઓને રાહત થાય છે.
૧૩. લીંબુનું પાણી પીવાથી શરીરનું સોડિયમ મીડિયમ આલ્કલાઇન થવાથી પેટના દર્દો જેવાકે પેટનો દુખાવો, ગેસ, ઊબકા અને ઉલ્ટી બંધ થઇ જાય છે.
૧૪. લીંબુનું પાણી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે તેથી પેટ સાફ આવે છે અને કબજિયાતનો ડર રહેતો નથી.
૧૫. નિયમિત લીંબુ પીવાથી તમારું બી.પી. ઓછું થાય છે.
૧૬. લીંબુનું પાણી પીવાથી તેમાં રહેલા વિટામિન સીને કારણે તમારું મોં અને દાંત ચોક્ખા રહે છે અને અવાળા ફૂલી જતાં અટકે છે. મોંમાંથી આવતી વાસ (દુર્ગંધ) બંધ થઇ જાય છે.
૧૭. લીંબુનું પાણી પીવાથી લીવરને શક્તિ મળે છે અને એંઝાઇમ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જેને લીધે તમારા ખોરાકની ચયાપચય ક્રિયા (મેટાબોલીઝમ) સારી રીતે થાય છે.
૧૮. લીંબનું પાણી પીવાથી ચામડીના (ખસ, ખૂજલી અને ચકામાં)ના દર્દોમાં રાહત થાય છે.
૧૯. લીબુનું પાણી પીવાથી તેમાં રહેલા એન્ટીઓક્ષીડંટને કારણે કેન્સર સામે રક્ષણ મળે છે.
૨૦. રોજ લીંબુનો રસ પાણીમાં નાખીને પીવાથી આંખોની જોવાની શક્તિ સુધરે છે.
૨૧. લીંબુમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે.
૨૨. લીંબુમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જે કેન્સર જેવા ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
૨૩. લીંબુમાં આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે લોહીમાં હીમોગ્લબિનની માત્રાને વધારે છે.
૨૪. લીંબુના રસને પાણીમાં મેળવીને પીવાથી શરદી જેવા ચેપી રોગો મટે છે.
૨૫. લીંબુનો રસ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પાચનક્રિયા જળવાય રહે છે.
૨૬. લીંબુનો રસ મસૂડોને સ્વસ્થ બનાવે છે.
૨૭. લીંબુના રસના સેવનથી કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે.
૨૮. લીંબુનો રસ પીવાથી આપણા શરિરમાં ઉર્જા જળવાઈ રહે છે.
૨૯. લીંબુનું શરબત પીવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે.
૩૦. લીબું ખાવાથી ઈન્યુનિટી વધે છે અને ઈજા પણ જલ્દી જ ઠીક થઈ જાય છે.
૩૧. લીંબુનો રસ પીવાથી આપણી આંખો સ્વ્સથ રહે છે.
લીંબુ અને હળદરનું સેવન હાર્ટ રાખશે હેલ્ધી અને વજન રાખશે કંટ્રોલમાં
Lemon Turmeric Health Benefits: આયુર્વેદમાં હળદર (Turmeric) અને લીંબુ (Lemon)નો ઉપયોગ વર્ષોથી દવાઓ તરીકે કરવામાં આવે છે. હળદર અને લીંબુ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક (Benefits) છે.
હૃદય માટે સારું- લીંબુ અને હળદરના સેવનથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે. જો હૃદયમાં બ્લોકેજની સમસ્યા હોય તો લીંબુ સાથે હળદર અને મધનું સેવન ફાયદાકારક છે. આ ઉપરાંત હળદરનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને સંક્રમણથી પણ બચી શકાય છે.
Lemon Turmeric Health Benefits: હળદર (Turmeric) અને લીંબુ (Lemon) આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી રીતે ફાયદાકારક (Benefits) છે. પરંતુ તમને જણાવી દઈએ કે જો લીંબુ અને હળદરનું એક સાથે સેવન કરવામાં આવે તો શરીરમાંથી ઘણી સમસ્યાઓ અને બીમારીઓ દૂર કરી શકાય છે. ઓનલીમાયહેલ્થ મુજબ લીંબુ અને હળદરના ફાયદા શરીરમાં સાંધાની સમસ્યાથી લઈને પાચનક્રિયાને સુધારવા સુધીના હોય છે. લિવરને સ્વસ્થ રાખવા, શરીરને ડિટોક્સ કરવા, વજન ઘટાડવામાં પણ તે ખૂબ ઉપયોગી છે. તો ચાલો જાણીએ હળદર અને લીંબુનું સેવન આપણા માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે.
લીંબુ છે અનેક રીતે ફાયદાકારક, રોજ 1 લીંબુના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી પેટનો દુખાવો, મંદાગ્નિ, અપચો થાય છે દૂર
વિવિધ રોગો માટે લીંબુનો ઉપચાર
ગુણોની દ્રષ્ટિએ લીંબુ ખૂબ જ લાભકારી છે. ઉનાળાની ઋતુમાં લીંબુનું શરબત બનાવીને પીવામાં આવે છે. લીંબુનો રસ સ્વાદિષ્ટ અને પાચક હોવાના કારણે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી હોય છે. લીબું ખાટું હોવા છતાં ખૂબ ગુણકારી છે. ત્રિદોષ, વાયુ સંબંધી રોગો, મંદાગ્નિ, કબજિયાત અને કોલેરામાં લીંબુ વિશેષ ઉપયોગી છે. લીંબુમાં કૃમિ-જીવાણુનાશક અને સડો દૂર કરવાનો વિશેષ ગુણ છે. એ લોહી અને ચામડીના વિકારોમાં પણ લાભદાયક છે. લીંબુની ખટાશમાં ઠંડક ઉત્પન્ન કરવાનો વિશિષ્ટ ગુણ છે. એ આપણને ગરમીથી બચાવે છે. એમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે આથી રક્તપિત્ત, સ્કર્વી વગેરે રોગમાં એ અત્યંત લાભદાયક છે. જેથી આજે અમે તમને આરોગ્યનિધિ બુકમાં જણાવેલાં લીંબુના કેટલાક ઉપાયો અને ફાયદાઓ જણાવીશું.
1-મોં સૂકાવું- તાવમાં ગરમીને લીધે મોંની અંદર લાળ ઉત્પન્ન કરનારી ગ્રંથિઓ જ્યારે લાળ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે ત્યારે લીંબુનો રસ પીવાથી આ ગ્રંથિઓ સક્રિય બને છે.
2-પિત્ત પ્રકોપ- (ઉદરરોગ) પિત્તપ્રકોપથી થનારા રોગોમાં લીંબુ સર્વશ્રેષ્ઠ લાભકર્તા છે. અમ્લપિત્તમાં સામપિત્તનું પાચન કરવા માટે લીંબુના રસમાં સિંધવ મેળવીને આપવું. એ આફરો, ઊલટી, ઉદરકૃમિ, મળાવરોધ અને કંઠરોગને દૂર કરે છે.
3-અપચો, અરૂચિ- લીંબુના રસમાં સાકર અને મરીનો ભૂકો નાખી શરબત બનાવીને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ભોજન માટે રૂચિ પેદા થાય છે, આહારનું પાચન થાય છે.
4-પેટનો દુખાવો, મંદાગ્નિ- એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ, 1 ચમચી આદુનો રસ અને સાકર નાખીને પીવાથી દરેક પ્રકારના પેટનાં દર્દ દૂર થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ ઉઘડે છે.
5-સ્થૂળતા, કબજિયાત- એક ગ્લાસ હુંકાળા પાણીમાં એક લીંબુનો રસ અને 1 ચમચી મધ નાખીને પીવાથી શરીરની બિનજરૂરી ચરબી ઘટે છે, શૌચશુદ્ધિ થાય છે, જૂની કબજીયાત મટે છે.
6-દાંતમાંથી લોહી નીકળવું- લીંબુનો રસ આંગળી પર લઈને દાંતના પેઢા ઉપર ઘસવાથી તથા નિયમિતરૂપે લીંબુનું શરબત પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે.
7-ત્વચા રોગ- લીંબુના રસમાં આમલીના બી વાટીને લગાવવાથી દાદર, ખરજવું મટે છે, કૃમિ, કુષ્ઠરોગમાં જ્યારે સ્ત્રાવ ન થતો હોય ત્યારે લીંબુનો રસ લગાડવાથી લાભ થાય છે. લીંબુના રસમાં કોપરલ તેલ મેળવીને શરીર પર એની માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખંજવાળ વગેરે ચામડીના રોગોમાં લાભ થાય છે.
8-માથામાં ખોડો, ગૂમડા અને ફોલ્લીઓ- લીંબુનો રસ અને સરસિયાનું તેલ સભભાગે મેળવીને લગાડવાથી અને પછી દહીં લગાવીને વાળ ધોવાથી થોડાક જ દિવસોમાં માથાનો દારૂણક રોગ મટે છે. આ રોગમાં માથામાં ફોલ્લીઓ અને ખંજવાળ આવે છે.
સાવધાની: સોજા, સાંધાનો દુખાવો, સફેદ ડાઘ-આ રોગોમાં લીંબુનું સેવન ન કરવું
લીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ
લીંબુના ધાર્મિક, સામાજિક અને અન્ય ઉપયોગો : આમ તો લીંબુના તમે જાતભાતના ઘણા ઉપયોગ છે. લીંબુ તમારા આરોગ્ય માટે લાભદાયક છે, પરંતુ શું તમે એ જાણો છો કે લીંબુ તમારો ખરાબ સમય દૂર કરવાની તાકાત પણ ધરાવે છે. આર્થિક સ્થિતિને સારી કરવા માટે ખાટી ચીજવસ્તુઓની મદદ લેવામાં આવે છે.
લીંબુનો ઉપયોગ અંધવિશ્વાસ કે પછી તમારી શ્રદ્ધા પર આધાર રાખે છે. કેટલાક લોકો એવા છે જે લીંબુનો તાંત્રિક વિધિ માટે ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો સાત્વિક ઉપાયો માટે ઉપયોગ કરે છે. આજે લીંબુ કેટલાક ચમત્કારીક ઉપાયો વિશે જાણીએ જે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
- ખરાબ નજરથી બચવા માટે લીંબુનો ઉપયોગ
- સફળતા મેળવવા માટે
- વાસ્તુ દોષ દૂર કરવા માટે
- નોકરી મેળવવા માટે
- વેપારમાં લાભ માટે
- બાળકો કે કોઈની ખરાબ નજર ઉતારવા માટે
- ભાગ્ય ચમકાવવા માટે
- સંતાન સુખ માટે
- સમૃદ્ધિ મેળવવા માટે