Posts

ચહેરા પર "ખીલ" થવાના કારણો | ખીલ દૂર કરવાના ઉપાયો | khil dur karvana upay

ચહેરા પર "ખીલ" થવાના 5 કારણો : ખીલ મટાડવાની દવા, ખીલ દૂર કરવા માટે, ખીલનો ઉપચાર, ખીલની ટ્યુબ, ચહેરા પર ખીલ, મોઢાના ખીલની દવા

અત્યારની જંકફૂડ અને દોડધામ ભરી લાઈફ સ્ટાઇલમાં હેલ્થની તેમજ શરીરની ત્વચાની અનેક સમસ્યાઓ પેદા થાય છે. તેમાં પણ આજકાલ વધુ પડતી ગરમીના કારણે ચહેરો ઘણીવાર તૈલી થઈ જાય છે અને ખીલ, બ્લેકહેડ્સ વગેરેની સમસ્યા સામાન્ય બની ગઈ છે. કિશોરોના શરીરમાં વિવિધ હોર્મોનલ ફેરફારોને કારણે, ચહેરાની તેલ ગ્રંથીઓ ખૂબ જ સક્રિય થઈ જાય છે. સેબેસીયસ ગ્રંથીઓ પર બેક્ટેરિયાનું આક્રમણ ચહેરા પર ખીલ અને પિમ્પલ્સનું જોખમ વધારે છે. પરંતુ હાલના પ્રદૂષિત વાતાવરણ અને વ્યસ્ત ખાણીપીણીની આદતોને કારણે દરેક ઉંમરના લોકો ખીલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, તેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન છે. ઝડપથી સ્વચ્છ, નિષ્કલંક અને ચમકતો ચહેરો.

pimples-and-dark-spots-on-face

યુવાન ભાઈઓ તેમજ બહેનો ના ચહેરા પર ખીલ એક દાણા જેવી રચના જોવા મળે છે જે ચહેરા પર ઉપસી અવતા ચહેરા પર લાલ ડઘ સ્વરૂપે દેખાય છે.

શરૂઆતમાં એકદમ નાના દાણા જેવા દેખાય પરંતુ સમય ની સાથે સાથે તે મોટા પણ થાય છે અને વધારે લાલ કલરના દેખાય છે અને તે દુખાવો પણ કરે છે જેને આપણે ખીલ તરીકે ઓળખીયે છીએ.

ખીલ થવાના ઘણા બધા કારણો છે એ કારણોમાં અપણો ખોરાક, જીવનશૈલી.. વગેરે ઘણા કારણો હોઈ શકે છે.

ખીલ શા માટે થાય છે?

 1. જંક ફૂડનું વધુ પડતું સેવન કરવાથી પણ ખીલ થાય છે.
 2. ખીલ મુખ્યત્વે કિશોરાવસ્થામાં લોકોને અસર કરે છે જ્યારે તેમના સેક્સ હોર્મોન્સમાં વધારો થાય છે.
 3. કોસ્મેટિક્સના વધુ પડતા ઉપયોગથી પણ ખીલ થાય છે.
 4. વારસાગત અને ચેપી ચેપ પણ ખીલનું કારણ બની શકે છે.
 5. મૃત અને તૈલી ત્વચાને કારણે પણ ખીલ થઈ શકે છે.

ખીલ થવાના મુખ્ય કારણો | ખીલ દૂર કરવાના ઉપાયો | khil dur karvana upayo


 ઘણા બધા વ્યક્તિઓ ને સતાવતી સમસ્યા ખીલ – khil – pimple ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો જેવાકે ખીલ થવાના કારણો – khil thavana karan – khil thavanu karan , ખીલ દૂર કરવાના ઉપાયો – khil dur karvana upay, ખીલ કાઢવાના ઉપાય, ખીલ દૂર કરવા માટે શું કરવું, ખીલ ની દવા – khil ni dava – khil matadava ni dava, ખીલ નો ઉપચાર – khil na gharelu upchar, ખીલ માટે દવા – khil ni dava desi , ખીલ ના ડાઘ દૂર કરવાના ઉપાય – khil na dag dur karvana upay, આ તમામ પ્રશ્નો ને આવરી લેવાય તેવી માહિતી રજુ કરી રહ્યા છીએ

ખીલ | khil | pimple

ખીલ-મુંહાસા-પિમ્પલ એક એવી સમસ્યા છે જે દરેક વ્યક્તિને પરેશાન કરતી હોય છે. ખાસ કરીને ૧૭-૨૧ વર્ષની વય ના વ્યક્તિઓને. આ ઉમર માં ખીલ થવા એ સામાન્ય બાબત માનવામાં આવે છે. ખીલ ની સમસ્યા થી છુટકારો મેળવવાના અનેક ઘરેલું નુસખા છે જેના ઉપયોગ દ્વારા આપને તેમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. આ ઘરેલું ઉપચારની જાણકારી મેળવ્યા પહેલા એ જાણીએ કે ખીલ છે શું, તે શેના કારણે થાય છે, તેના લક્ષણો શું છે વગેરે બાબતોની જાણકારી મેળવવી જરુરીબની જાય છે. તો ચાલો જાણીએ એ બધી માહિતી વિષે.

ખીલ – પિમ્પલ શું છે

આપણા શરીરમાં વાત્ત-પિત્ત અને કફ ના અસંતુલન ને કારણે અનેક બીમારીઓ થતી હોય છે. એવી જ રીતે ખીલ પણ આપના શરીરમાં પિત્ત અને કફ દોષ ના અસંતુલન ને કારણે થતા હોય છે. જયારે આપણી ત્વચા માં રહેલા નાના નાના રોમ છિદ્રો પુરાઈ જાય છે અને તવા માં પેદા થતું તેલ તે રોમ છિદ્રો માં ભેગું થઇ જાય છે જેના કારણે ચહેરા પર નાના નાના ગોળ દાણા નીકળી આવે છે તેને આપણે ખીલ કહીએ છીએ.


હકીકતમાં પિમ્પલ આપણા શરીરમાં વાત્ત અને પિત્તના અસંતુલનને કારણે જ થાય છે, આપણી પાચન શક્તિ નબળી પડી જાય છે, આરોગેલો ખોરાક સારી રીતે પચતો નથી અને પેટ સારી રીતે સાફ થતું નથી, જો આપણું પેટ સારી રીતે સાફ થતું નથી તો પેટમાં મળ સ્વરૂપે જે કચરો જમા થાય છે તે આપના લોહીને ખરાબ કરે છે અને તેના લીધે જ ચહેરા પરના રોમ છિદ્રો પુરાઈ જાય છે. અને પરિણામ સ્વરૂપે આપણને ખીલ થાય છે.

ખીલ થવાના મુખ્ય કારણો | ખીલ દૂર કરવાના ઉપાયો | khil dur karvana upayo

ખીલ થવાના અન્ય કારણો | khil thavana karan | khil thavanu karan

આમ તો પિમ્પલ થવાના અનેક કારણો જવાબદાર હોય છે. પરંતુ મુખ્યત્વે જે કારણ જવાબદાર છે એ છે, આપણી ખાવા પીવાની આદતો અને આપણી જીવનશૈલી. ચાલો જાણીએ કે આ બે કારણો સિવાય બીજા કયા કારણો હોઈ શકે છે.

1. ખીલ થવાનું કારણ તમારું ભોજન- ડાયેટ

વધારે પડતી તેલ મસાલા વાળી વસ્તુઓ ખાવી, મસાલેદાર ખાવાનું ખાવું, પિઝ્ઝા, બર્ગર, પેસ્ટ્રી, કેક, વગેરે જેવા ફાસ્ટ ફૂડ નું સેવન કરવું, વિરુદ્ધ આહાર લેવો, જેમકે, દૂધ સાથે નમક, દહીં સાથે ડુંગળી, મૈદાની બનાવટો ખાવી વગેરે.

2. ખીલ થવાનું કારણ તે વારસાગત પણ હોઈ શકે છે


જો ઘરમાં માતા-પિતા કોઈ ને પણ જો ખીલ ની સમસ્યા હશે તો તમને પણ તે વારસાગત થઇ શકે છે, પરંતુ ૧૨-૧૮ વર્ષ ની ઉમરની વચ્ચે એ થશે, એ સમય સાથે મટી જાય છે.

3. ખીલ થવાનું કારણ માનસિક તણાવ

ચહેરા પર ખીલ થવાનું એક મુખ્ય કારણ માનસિક તનાવ પણ છે. વધારે પડતો માનસિક તણાવને કારણે આપના શરીરમાં હોર્મોન્સ માં ફેરફાર થવા લાગે છે અને તે અસંતુલિત થવાને કારણે સ્ટ્રેસ હોર્મોન્સ નો સ્ત્રાવ વધી જાય છે જેના કારણે પણ પિમ્પલ થાય છે.

4. ખીલ થવાનું કારણ ઓછું પાણી પીવાની આદત

આપણા શરીર માં પાણી ઓછું હોય તો અથવાતો એમ કહીએ કે ઓચ્ચું પાણી પીવાને લીધે શરીરમાં રહેલા હોર્મોન્સ શરીર માં સારી રીતે ભળતા નથી અને આપણા શરીરમાં પહેચતા નથી જેને કારણે ત્વચા હાઈડ્રેટ થતી નથી અને પીપલ થાય છે.

5. ખીલ થવાના લક્ષણો | ખીલ ના લક્ષણો

આમ તો પિમ્પલ થાય એ જ તેનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. પરંતુ તેના સિવાય પણ અમુક લક્ષણ છે જે જાણવા જરૂરી છે જેમકે,
 • રોમ છિદ્રો બંધ થવા-પુરાઈ જવા.
 • નાના નાના લાલ રંગના દાણા નીકળવા.
 • દાણા માં રસી-પરું ભરાઈ જવું.

ખીલના વિવિધ પ્રકાર

પેપુલ્યસ(papules): આ ગુલાબી રંગના એક કઠોર દાણા જેવા હોય છે. જેનાથી ક્યારેક ક્યારેક દુખાવો પણ થાય છે.

ફૂન્સી અથવા દાણા(pustules): નાના નાના દાણા થતા હોય છે.

નોડ્યુંલસ(nodules): આ પ્રકાર ના ખીલ ચહેરા પર અંદર થી નીકળે છે, તે આકારમાં મોટા હોય છે, દુખાવો પણ બહુ જ કરે છે.

સિસ્ટ(cyst): આ પ્રકારના ખીલ પણ ત્વચાની અંદર થી થતા હોય છે, જેનાથી ચહેરા પર ખુબ જ દુખાવો થતો હોય છે અને તે મટી જાય તો પણ ચહેરા પર ડાઘા છોડી ને જાય છે.

વાઈટહેડ્સ : આ ત્વચામાં નાના નાના સફેદ દાણા જેવું થાય છે, અને તે ત્વચાની નીચે થતા હોય છે.

બ્લેકહેડ્સ : બ્લેકહેડ્સ ત્વચા પર નરીઆંખે જોઈએ સકતા હોય છે. તે કાળા રંગના અને ત્વચા ની ઉપર થતા હોય છે જો કે વાઈટહેડ્સ અને બ્લેકહેડ્સ ને સરળતા થી દૂર કરી શકાય છે.

ખાવા–પીવામાં બદલાવ લાવવો જરૂરી

ખાવા-પીવાની આદતો માં ફેરફાર લાવીને ખીલ ની સમસ્યામાંથી મહદઅંશે છુટકારો મેળવી શકાય છે.

માંસ નું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તમે ખીલ અને દાગ ધબ્બા થી છુટકારો મેળવવા ઈચ્છો છો તો માંસાહાર છોડી દેવો જોઈએ અથવા તો તેની માત્રા રોજીંદા ખોરાકમાં ઓછી કરી નાખવી જોઈએ. કારણકે માંસ વધારે પડતું એસીડીક હોય છે. જે શરીરના પી.એચ.લેવલને અસંતુલિત કરે છે. માંસ માં ખુબ જ પ્રોટીન હોય છે અને ક્યારેક તે પચતું નથી અને કબજીયાત ખીલ નું મુખ્ય કારણ છે.

જીવનશૈલી માં બદલાવ લાવવો

 • દરરોજ સવારે ખાલી પેટે ૧-૨ ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ.
 • રાત્રે સાદો અને હલકો ખોરાક્લેવો જેમકે, દડિયું, ખીચડી, ઓટ્સ, મગની દાદ, વગેરે.
 • રાત્રિનું ભોજન કર્યા પછી વોક પર જવું.
 • આખા દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ.
 • ફાસ્ટ ફૂડ નું સેવન ઓછું કરવું.

ખીલ દૂર કરવાના ઉપાયો – khil dur karvana upay

ગુલાબજળના ઉપયોગથી ખીલ કાઢવાના ઉપાય

૧૦૦મિલિ ગુલાબજળ, ૫૦મિલિ લીંબુનો રસ, ૨૦મિલિ ગ્લીસરીન અને ૨૦મિલિ કાકડીના રસને ભેગું કરીને એક કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. દરરોજ રાત્રે સાદા પાણીથી ચહેરો ધોઈને પછી આ મિશ્રણ ને ચહેરા પર લગાવી લો. સવારે ચહેરો ધોવો. લગાતાર ૩ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ચહેરા પરના દાગ,ધબ્બા, ખીલ વગેરે મટી જાય છે.

લીમળાનો ઉપયોગથી ખીલ કાઢવાના ઉપાય

૧૦ થી ૧૫ લીમડાના પાંદડા, ૧ ચમચી ચંદન નો પાવડર અને ૧/૪ ચમચી હળદર લઈને બધું ભેગું કરી પીસીને એક ફાઈન પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ચહેરા પર ફેસ માસ્ક ની જેમ લગાવી લો. લગભગ અડધા કલાક સુધી રહેવા દઈને ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.

બે અઠવાડિયા સુધી લગાતાર લગાવવાથી ચહેરા પરના ખીલ અને તેના દાગ કાયમ માટે નીકળી જાય છે. લીમડામાં રહેલા એન્ટી બેકટેરીયલ ગુણ પિમ્પલ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ખીલ ની દવા હળદર – khil ni dava haldar – khil matadava ni dava haldar

સૌથી જુનો નુસકો છે હળદર દ્વારા ખીલ ને દૂર કરવાનો. અડધી અથવા પા ચમચી હળદર અને અડધી ચમચી ચંદન પાવડર માં ગુલાબજળ અથવા સાદું પાણી મિક્સ કરીને પેક બનાવીને ચહેરા પર લગાવી લો.

જો તમારી ત્વચા સુકી છે તો ચહેરો સાફ કરતી વખતે પહેલા ગુલાબજળ લગાવી લેવું. અને પછી ચહેરો સાદા પાણી થી ધોવો.

દરરોજ આ પ્રયોગ કરવાથી ખીલ અને તેના ડાઘા દૂર કરવામાં લાભ થાય છે. હળદરમાં એન્ટી બેકટેરીયલ અને એન્ટી ઈમ્ફ્લામેન્ટ્રી ગુણો રહેલા હોય છે જે ત્વચા ને રક્ષણ અને પોષણ પૂરું પડે છે.

ખીલ નો ઉપચાર તજના ઉપયોગ દ્વારા – khil na gharelu upchar taj

khil dur karva – ખીલ દૂર કરવા માટે તજના ઉપયોગ કરી શકાય છે. તજના ભુક્કાને અડધી ચમચી જેટલો લઈને તેમાં મધ નાખીને પેસ્ટ બનાવી લો. હવે ચહેરા પર જ્યાં પિમ્પલ થયા છે ત્યાં જ આ પેસ્ટ આખી રાત લગાવી રાખો. સવારે સાદા પાણી વડે ચહેરો સાફ કરી લો. તજ ચહેરા પરના રોમ છિદ્રો ખોલવામાં મદદ કરે છે.

ખીલ નો ઉપચાર ટુથપેસ્ટ ના ઉપયોગથી

રૂ માં થોડું ટૂથપેસ્ટ લઈને ખીલ પર લગાવી રાખવાથી ખીલ ઓછા થઇ શકે છે. પરંતુ ધ્યાન રહે કે હમેશા સફેદ ટૂથપેસ્ટ નો જ ઉપયોગ કરવો.

ખીલ માટે દવા એલોવેરા જેલ નો ઉપયોગ – khil ni dava desi aloe vera gel

એલોવેરા જેલ ને ખીલ પર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. ૧૦-૧૫ મિનીટ સુધી લગાવી રાખવું. ત્યારબાદ સાદા પાણીથી ચહેરો સાફ કરી લેવો.

ખીલ માટે દવા ટી-ટ્રી ઓઈલ અને ઓલીવ ઓઈલ

ટી-ટ્રી ઓઈલ અને ઓલીવ ઓઇલના ઉપયોગ અને તેના દ્વારા થોડી માલીશ કરવાથી ખીલ ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. એક નાના વાટકામાં બન્ને તેલને ભેગા કરી લો. હવે તેને રૂ અથવા આંગળી ની મદદ થી ખીલ પર લગાવી લો.

બેકિંગ સોડાના ઉપયોગ દ્વારા ખીલ નો ઉપચાર

બેકિંગ સોડા માં જરૂરિયાત મુજબ પાણી નાખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ખીલ હોય ત્યાં ૧૦-૧૫ મિનીટ સુધી લગાવી રાખો અને પછી સાદા પાણી વડે તેને ધોઈ લો.

મધનો ઉપયોગ પીમ્પલ ના ઉપચારમા

ફક્ત મધના ઉપયોગ દ્વારા પણ ખીલ મટાડી શકાય છે. આંગળીના ટેરવા પર મધ લઈને પિમ્પલ પર લગાવી લો. તેને ૨૦-૨૫ મિનીટ સુધી રહેવા દઈને સુકાવા દો. પછી પાણી વડે ધોઈ લો.

ખીલ દૂર કરવા માટે કેસ્ટર ઓઈલના ઉપયોગ

ચહેરા ને સાદા પાણી વડે સાફ કરીને કેસ્ટર ઓઈલ વડે પિમ્પલ પર ધીમે ધીમે મસાજ કરવાથી ફાયદો થાય છે.

ખીલ દૂર કરવા માટે ગ્લીસરીન નો ઉપયોગ

 ગ્લીસરીન ના ઉપયોગ દ્વારા પિમ્પલ મટાડી શકાય છે. દિવસમાં ૧-૨ વાર ગ્લીસરીન ચહેરા પર અથવા પિમ્પલ પર લગાવવાથી અચૂક ફાયદો થાય છે.

ખીલ કાઢવાના ઉપાય મા પપૈયાનો ઉપયોગ

પપૈયા ની પેસ્ટ બનાવીને ચહેરા પર માલીશ કરવાથી અને ૧૫-૨૦ મિનીટ રાખી ને સાદા પાણી વડે ધોઈ લેવું. આમ કરવાથી પિમ્પલ માંથી ઝડપ થી છુટકારો મળી રહે છે.

ખીલ દૂર કરવાના સામાન્ય ઉપાયો

 • મુલતાની માટી, ચંદનપાવડર અને ગુલાબનું પાણી મિક્સ કરી તેમને ચહેરા પર લગાડવાથી રાહત  થઈ શકે છે.
 • એલોવેરા જેલ ચહેરા પર લગાડો તે ખૂબ જ મદદગાર  થઈ શકે છે
 • સમયસર ઘરનો પૌષ્ટિક આહાર નું સેવન કરવું , બહાર મળતા junk food  તેમજ તેલ માથી બનાવેલ ખોરાક  ત્યાગ કરો
 • લીલી શાકભાજી ,સલાડ, ગ્રીન ટી નું સેવન કરવું
 • ધુમ્રપાન તેમજ વ્યસનથી દૂર રહેવું
 • વધુમાં વધુ પાણી પીવો વધારે  પાણી પીવાથી શરીરનો કચરો પેશાબ દ્વારા દૂર થઈ છે.
 • બરફ ની મદદથી ચહેરા ને મસાજ કરવો જેનાથી ચહેરા પર લોહી ના પરિભ્રમણ માં મદદ થાય છે અને ચહેરા પર નો સુક્ષમ કચરો અને ઓઇલ પણ નીકળી જાય છે.
 • ચેહરા પર ખીલ હોય તો શક્ય હોય ત્યાં સુધી ખીલ પર હાથ ના ફેરવવા અને હાથની મદદથી ખીલ માં રહેલા દાણા ને  કાઢવાને પ્રયત્ન ન કરો કારણકે તેનાથી ખીલ ની આજુબાજુ ની સ્ક્રીન પર તેનો ચેપ લાગવાની સંભાવના રહે છે.
 • ચેહરા પર ખીલ નું  પ્રમાણ ખૂબ જ વધારે હોય તો સ્ક્રીન ના ડોક્ટર ની સલાહ લેવી અને અને ડોક્ટર ની સલાહ મુજબ સારવાર કરવી


માત્ર 1 જ દિવસમાં ખીલ ગાયબ કરી દેશે આ 4 શ્રેષ્ઠ ઉપચાર, ઓઈલી સ્કિનની સમસ્યા પણ કરશે દૂર


(1). એક ચમચી હળદરના પાઉડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. સપ્તાહમાં એકવાર આ રીતે કરો. 

(2). ફુદીનામાં શરીરને ઠંડક પહોચાડવાના ગુણોની સાથે તેમાં એન્ટીસેપ્ટિકના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે લગાવી સવારે ફેસ વોશ કરી લો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા જડમૂળથી ગાયબ થઈ જશે.

(3). લસણમાં એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ખીલને ખુબ જ જલ્દી ઠીક કરે છે. લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દઈ ચહેરાને ધોઈ લેવો. આવું કરવાથી ખીલ દૂર થશે.

(4). ટૂથપેસ્ટનો ઊપયોગ દાંતને સફેદ કરવા માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખીલને દૂર કરવામાં પણ ટૂથપેસ્ટ એક શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે. રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવું. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે અને એક જ દિવસમાં ખીલ ગાયબ થઈ જશે. ખીલ પર માત્ર સફેદ ટૂથપેસ્ટ જ લગાવવી.

ખીલ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો


ખીલ – પિમ્પલ થયા હોય ત્યારે શું ખાવું જોઈએ નહિ?
આહારમાં માંસ- માછલી, ફાસ્ટફૂડ, મસાલેદાર ભોજન, દુધની બનાવટો કે જેમાંથી પ્રોટીન વધારે પ્રમાણમાં મળતું હોય તેવી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ.

ચહેરા પરના દાગ- ધબ્બા દૂર કરવાના ઉપાયો શું છે ?
બટાટા અને ટામેટાનો રસ કાઢીને તેને ચહેરા પર લગાવવાથી ડગ ધબ્બા દૂર કરી શકાય છે ,એલોવેરા જેલ નો ઉપયોગ પણ કરી શકાય છે.

શું દહીં ખાવાથી પીમ્પલ્સ થાય છે ?
નાં, દહીં ખાવાથી પીમ્પલ્સ થતા નથી, ચહેરા પર નીખર લાવવા માટે દહીં થી બેસ્ટ વિકલ્પ બીજો કોઈ છે જ નહિ. સ્કીનને લગતી તમામ સમસ્યામાં દહીંનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે.

ખીલ ની સમસ્યા મા સવારે ચહેરા પર શું લગાવવું જોઈએ ?
સવારે ચહેરા ને સારી રીતે સાફ કરીને મોશ્ચ્યુંરાઈઝ કરી લો અને પછી ગુલાબજળ લગાવવું. ગુલાબજળ એક ઉત્તમ ટોનર માનવામાં આવે છે, જે open pores બંધ કરવામાં અને ત્વચા ને ફ્રેશ રાખવામાં મદદ કરે છે.
 
ખીલ થવાના કારણો કયા છે ?
ખીલ થવાના કારણો અનેક હોઈ શકે છે જેમકે, તે વારસાગત હોય, જીવનશૈલી હોઈ શકે, ચહેરા ની નિયમિત અને સારી રીતે સફાઈ થતી ના હોય, પ્રદુષણ , વધારે કોફી પીવાથી પણ પીમ્પલ્સ થાય છે, વગેરે.

પીમ્પલ્સ શેની ઉણપ ના કરને થાય છે?
સામાન્ય રીતે પીમ્પલ્સ ને ટીનએજ માં વધારે પડતા થતા હોય છે, કારણકે તે વયમાં શરીરમાં હોર્મોનાલ્સ ફેરફાર ઝડપ થી થતા હોય છે.