Posts

આ રીતે બનાવો જામફળ નું જ્યુસ, ખુબજ ટેસ્ટી અને સ્વાસ્થ્ય વર્ધક | જાણો જામફળનું જ્યુસ બનાવવાની રીત

આ રીતે બનાવો જામફળ નું જ્યુસ, ખુબજ ટેસ્ટી અને સ્વાસ્થ્ય વર્ધક | જાણો જામફળનું જ્યુસ બનાવવાની રીત


નમસ્તે મિત્રો આજે આપણે જામફળ નું જ્યુસ બનાવવાની રીત – jamfal no juice banavani rit શીખીશું. 

 આજ કાલ બજાર માં જાયફળ ખૂબ સરસ આવે છે ને આપણે જાયફળ નું શાક, ચટણી , આઇસક્રીમ તો બનાવી છે પણ આજ આપણે જાયફળ નો જ્યુસ બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ guava juice recipe in gujarati – jamfal juice recipe in gujarati જાયફળ નો જ્યુસ માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

જાયફળ નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  1. પાકેલ જાયફળ 2
  2. ખાંડ ½ કપ
  3. લીલા મરચા 1-2
  4. મરી પાઉડર ¼ ચમચી
  5. શેકેલ જીરું પાઉડર 3-4 ચમચી
  6. મીઠું જરૂર મુજબ
  7. લાલ મરચાનો પાઉડર 2-3 ચપટી
  8. બરફ ના ટુકડા
  9. ફુદીના ના પાન જરૂર મુજબ
  10. લીંબુ સ્લાઈસ

guava juice recipe in gujarati | jamfal juice recipe in gujarati | જાયફળ નો જ્યુસ બનાવવાની રીત

જાયફળ નો જ્યુસ બનાવવા સૌપ્રથમ જાયફળ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લેવા અને મોટા મોટા કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં જાયફળ ના કટકા નાખો સાથે ચપટી મીઠું અને બે ત્રણ ચપટી લાલ મરચાનો પાઉડર નાખી ને પાંચ મિનિટ ઉકળી લ્યો

હવે ગેસ બંધ કરી ને જાયફળ ના કટકા પાની માંથી કાઢી લ્યો અને થોડા ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં કટકા નાખો સાથે ખાંડ, લીલા મરચા, બે ત્રણ બરફ ના ટુકડા અને અડધો કપ પાણી નાખી ને સ્મુથ પીસી લ્યો

ત્યારબાદ મોટી ગરણી વડે તૈયાર પ્યુરી ને બે કપ પાણી નાખી ને ગાળી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને સંચળ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગ્લાસ પર લીંબુ લગાવો અને એક પ્લેટ માં અડધી ચમચી મીઠું અને મરચા નો પાઉડર નાખી એમાં લીંબુ લગાવેલ ગ્લાસ ની કિનારી પર મીઠું લાલ મરચા વાળુ મિશ્રણ લાગવી એમાં બરફ ના ટુકડા નાખી તૈયાર જ્યુસ એમાં નાખો ને ફુદીના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો જાયફળ નો જ્યુસ.

ફેશ જામફળ જ્યુસ (Fresh Guava Juice Recipe In Gujarati)


 જરૂરી સામગ્રી
  •  10 મિનિટ 😅
  •  1 સવિઁગ
  • 2 નંગ જામફળ
  • 1 ચમચી ખાંડ
  • 1 ગ્લાસ સોડા
  • 2 ટુકડા આઈસ કયુબ
  • થોડો ચાટ મસાલો

જ્યુસ બનાવવા માટેના સ્ટેપ અને સૂચનાઓ

સ્ટેપ-1
સૌ પ્રથમ જામફળ ને ધોઇ કટકા કરો ત્યાર બાદ તેને મીક્ષર જાર મા આઈસ ના ટુકડા નાખી પીસી લો તેને ગાળી ને પલ્પ તૈયાર કરો

સ્ટેપ-2
હવે એક ગ્લાસ મા ચાટ મસાલો 2 ટુકડા બરફ નાખી 3 ચમચી પલ્પ એડ કરી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ સોડા નાખી મીક્ષ કરી તરતજ સવિગ કરો

સ્ટેપ-3
તો તૈયાર છે ફેશ જામફળ નુ જયુસ

જામફળ નું જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit