Posts

ડુંગળીના ગુણો - ફાયદા | Onion Benefits

ડુંગળીના ગુણો - ફાયદા | Properties of Onion - Benefits

૧ ) ડુંગળીના રસમાં ફુદીનાનો રસ મેળવીને પીવાથી ઝાડામાં ઘણી જ રાહત થાય છે

૨ ) સંધિવાના દર્દીએ ડુંગળીના રસમાં થોડુંક સરસિયાનું તેલ મેળવી ગરમ કરીને પગના ઘૂંટણ ઉપર માલિશ કરવી

૩ ) પાણી જેવા પાતળા ઝાડા થયા હોય તો ડુંગળીને એકદમ પાતળી કાપી દહીં સાથે ખાવી

૪ ) લૂલાગી હોય ત્યારે લમણા પર, માથાના બરોબર વચ્ચેના ભાગે, આનો રસ પોચે હાથે ઘસવો
પગના તળિયે આના રસની માલિશ કરવી તેમજ છાતી પર પણ માલિશ કરવી

૫ ) પેટના સાધારણ દુ:ખવામાં આનો ત્રણ ચમચી જેટલો રસ પીવો

૬) નિયમિત રીતે લીંબુનો રસ તથા ડુંગળીનો રસ મેળવીને પીવાથી કોઈ દિવસ મરડાનો રોગ થતો નથી

૭ ) હરસ - મસાવાળી જગ્યાએ ડુંગળીનો રસ લગાડવાથી દર્દ ગાયબ થાય છે

૮ ) ઉનાળાના ભયંકર ગરમીના દિવસોમાં ડુંગળી અને લીંબુના રસનો ઉપયોગ કરવાથી લૂ લાગતી નથી.