Posts

એસીડીટી થવાના કારણો અને લક્ષણો | Causes and Symptoms of Acidity


જાણો એસીડીટી થવાના કારણો અને લક્ષણો

એસીડીટી થવાના કારણો, એસીડીટી ની દવા, હાઇપર એસીડીટી ના લક્ષણો, એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર વિષે સંપૂર્ણ માહિતી

એસીડીટી એટલે પેટમાં દાહ, બળતરા. આ સમસ્યા આજકાલના જીવનમાં બધાં લોકોને થતી હોય છે. એસીડીટી થવી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. એસીડીટી જેને થઈ હોય તે વ્યક્તિને ખાધા કે પીધા બાદ તકલીફો રહેતી હોય છે. કારણ કે તેના લીધે પેટમાં જલન થતી હોય છે. એવામાં તમે એન્ટાએસિડ લો ત્યારે આરામ મળે છે. એવામાં એસીડીટીના આયુર્વેદિક ઈલાજ કરીને તેને પેટમાંથી જલન દુર કરી શકાય છે. એસીડીટી વાત, પિત્ત અને કફ ત્રણ વિકારમાંથી પિત્તનું પ્રમાણ વધી જવાથી થાય છે.
 
મોટાભાગની બીમારીઓ પેટની ગડબડીથી ફેલાતી હોય છે. આપણે જ કંઇ પણ ખાઇએ છીએ, તેની સીધી અસર પેટની સાથે સાથે આખા શરીર પર પડે છે. કબજિયાતની સમસ્યા થવા પર ધીમે ધીમે એસિડિટી અને બ્લોટિંગનો પણ સામનો કરવો પડી શકે છે. એવામાં અપચા માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પેટને હેલ્ધી રાખી શકાય છે. કામના કારણે યોગ્ય સમયે ભોજન ન કરવું અને ભૂખ લાગવા પર કંઇ પણ ખાઇ લેવાથી પેટની બીમારીઓમાં વધારો થઇ શકે છે. પેટની સમસ્યાઓ માટે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે. જો તમારું પેટ સાફ રહેશે તો બીમારીઓ થવાનું જોખમ પણ ઘટી જશે. હવે પ્રશ્ન થશે કે પેટની પરેશાનીઓથી બચવું કેવી રીતે. સૌથી પહેલા તે જાણવું જરૂરી છે કે પેટમાં કઇ બીમારીઓ થઇ શકે છે.

આ અસર માથાના દુખાવાથી લઇને તાવ, ઉલટી, એસિડિટી અને ડાયેરિયા સુધીની પરેશાનીઓ જોવા મળે છે. પેટનો દુખાવો અને ઇન્ફેક્શન પણ તેની સાથે જોડાયેલી સમસ્યા છે, જેમાં વ્યક્તિ દુખાવાથી હેરાન થઇ જાય છે.

એસીડીટી થવાના કારણો:

ખરાબ ભોજન શૈલી, વધારે તણાવ, દવાઓની આડઅસર, ઊંઘ ન આવવાના કારણે તેમજ પેટમાંથી એસિડ ફરીવાર ભોજનનળીમાં ચાલ્યું જવાના કારણે જેની પાસે અન્નનળીની અંદરની બાજુ બળવા લાગે છે, આયુર્વેદમાં એસીડીટીને અમ્લપિત્ત કહેવામાં આવે છે. જે થવાનું વા અને કફ વિકાર કારણ માનવામાં આવે છે. આ સિવાય એસીડીટી વધારે વજન, મસાલેદાર ખોરાક, અસ્થમા કે ડાયાબીટીસ, તીખું અને તળેલું વધારે ખાવાથી, પૂરી ઊંઘ ન આવવી, મેનોપોઝના કારણે, વધારે તણાવના કારણે, શારીરિક કસરતના અભાવના કારણે, ધુમ્રપાનના કારણે, આલ્કોહોલના સેવનથી, વધારે ખારું ખાવાથી, દવાઓના વધારે સેવન, વધારે પડતું ખાવાથી વગેરે કારણોસર એસીડીટીની સમસ્યા રહે છે તેમજ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પેટ પર વધારે દબાણ રહેવાથી એસીડીટી થાય છે.

એસીડીટીના લક્ષણો:

આ રોગમાં હોજરીમાં- પેટમાં ગરમી (પિત્ત) વધી જવાથી, પેટ( હોજરી) કે છાતીમાં ખાસ દાહ- બળતરા, બેચેની, અપચો, ગેસ, વાયુ, કડવા- તીખા કે ખાટા ઓડકાર ઘચરકા થાય છે. એસીડીટી થવાથી ખોરાકનું અપાચન થાય, કબજીયાતની પરેશાની રહે છે, મોઢામાંથી દુર્ગંધ આવે છે, પેટ, ગળું અને છાતીમાં બળતરા વધે, મોળો જીવ થાય, પેટ ભારે લાગે છે. અહિયાં અમે થોડા આયુર્વેદિક જડીબુટ્ટીઓના ઉપચારો કરીને એસીડીટી કેવી રીતે મટાડી શકાય તે જણાવીશું.