Posts

શિયાળામાં શરદી, કફ અને વાયુ જેવા 10થી વધુ રોગોના ઈલાજ માટે આ એક આયુર્વેદિક ઉપચાર છે ઉપયોગી

મોટા ભાગના લોકોને કફની સમસ્યા કાયમ રહેતી હોય છે.  આ કફના લીધે ઉધરસ અને માથું દુખવા અને તાવ આવી જાય તેવી સમસ્યા પણ વધે છે. હવામાન બદલાતા આ સમસ્યામાં વધારો થાય છે. ઘણા લોકોને આ કફના લીધે છીંકો પણ આવવા લાગે છે. ગાળામાં કફ એ મોટી સમસ્યા છે, આ કફ જામવાથી વ્યક્તિને ગળું સાફ કરવાની જરૂર પડે છે. ગળામાં કફને લીધે ગળું ભારે રહે છે અને ખંજવાળ આવે છે તો ક્યારેક ગળામાં બળે પણ છે. આ પરિણામે કફ બેચેની ઉભી કરે છે. કફ ગળામાં જમવાની સાથે છાતીમાં પણ ચીપકી જાય છે. કોઈ ચીજમાં એલેર્જી હોવાને લીધે ગળામાં કફ જામે છે, શ્વસન તંત્રની ક્રિયામાં ચીકાશ  બને છે જેમાં મૃત કોશિકાઓ અને કચરો હોય છે. જે કફ સ્વરૂપે બહાર આવે છે.


કફ થવાના કારણો: વધારે ધુમ્રપાન, શરીરમાં વાયરલ ઇન્ફેકશન, સાયનસ રોગ, શરદી અને ઉધરસ કે ફ્લુના લીધે, વાતાવરણ બદલાવના કારણે, એલેર્જીના કારણે, ઠંડી વાળું કે એસીનું વાતાવરણ, મસાલેદાર ખોરાક, નાકમાં કઈક ફસાઈ જવું, પરફ્યુમ, વાતાવરણ ધુમાડો, બ્લડપ્રેશરની દવા, ગર્ભ નિરોધક દવા, મીઠા ખાટા અને ચીકણા પદાર્થો સેવન કરવાથી, માંસ અને માછલીનું સેવન કરવાથી, તલની બનેલી વસ્તુ ખાવાથી, દૂધ, શેરસી અને મીઠાનું વધારે સેવન કરવાથી, ફ્રીજનું અને ઠંડુ ખાવાની અને પીવાની આદતથી, આળસુ સ્વભવ અને કસરતના અભાવથી, દૂધ, દહી, ઘી, તલ,ખીચડી, નારિયેળ વગેરે આહારમાં લેવાથી કફ થાય છે.

કફના લક્ષણો: શ્વાસ લેતી વખતે ઘરઘરાહટનો અવાજ આવે,ગળામાં ખારાશ રહે, કફવાળી ઉધરસ આવે, છાતી જકડાય, છાતીમાં દુખાવો થાય, સતત છીંકો આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, કફના દર્દીને ખુબ જ ઉધરસ આવે છે,ગળામાં ખરોચ પડે છે, વધારે કફમાં ઉબકા થાય, વારંવાર ગળું સાફ કરવું પડે, વારંવાર ખાંસી, મોઢામાંથી દુર્ગંધ, રાત્રે વધારે ઉધરસ આવે., હમેશા ચુસ્તી રહે, વધારે ઊંઘ આવે, મળ મૂત્ર અને પરસેવામાં ચીકાશ, શરીર ભીનું લાગે, શરીરમાં લેપ કર્યો હોય તેવું લાગે, નાક અને આંખોમાં વધારે ગંદકી બહાર નીકળે, અંગો ઢીલા પડ્યા હોય તેવું લાગે, શ્વાસની તકલીફ થાય, ડીપ્રેશન થાય વગેરે કફ હોવાના લક્ષણો છે.

કફના આયુર્વેદિક ઘરેલું ઉપચાર:


લાલ મરચું: 2 ચમચી પાણી 1 ચમચી મધ અને અડધી ચમચી મરચું અ ત્રણેય પદાર્થનું દ્રાવણ ભેગું કરીને તેનું સેવન કરવાથી કફમાંથી મુક્તિ મળે છે. દિવસમાં આ પર્યોગ બે થી ત્રણ વખત કરવો જોઈએ. લાલ મરચાનો કફની દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. લાલ મરચું ગરમ ગુણ ધરાવે છે જેથી મધ સાથે ભેળવીને ખાવાથી શરદી અને ઉધરસ વગેરેમાં રાહત આપે છે.


અનાનાસનો રસ: ચોથા ભાગનું અનાનાસ અને એક કપ પાણી લઈને તેનું જ્યુસ બનાવીને પીવાથી કફ દુર થાય છે. અનાનાસના ટુકડા સીધા ખાવાથી પણ કફમાં રાહત થાય છે. દિવસમાં આ પ્રયોગ ઓછામાં ઓછો એક વખત કરવાથી કફ નાબુદ થાય છે. અનાનાસમાં એન્જાઈમ બ્રોમલેન હોય છે જે કફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે, જેથી અનાનાસના જ્યુસનું સેવન કરવાથી કફ નાબુદ થાય છે.

મધ: એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ગરમ પાણી સાથે પીવાથી કફની સમસ્યામાં રાહત મળે છે. મધ ગળાનો કફ સાફ કરે છે અને લીંબુ કફ કાપવાની કાર્ય કરે છે, સંપૂર્ણ રીતે કફમાંથી છુટકારો મેળવવા આ મિશ્રણ ખુબ જ ઉપયોગી છે. આ મિશ્રણ અઠવાડિયામાં ત્રણ વખત લેવાથી કફ નાબુદ થાય છે.


નીલગીરીનું તેલ: નીલગીરીનું તેલ એક કપ વિરોધી તેલ છે, તે છાતીમાં અને ગળામાં રહેલા કફને ઢીલો કરે છે. બજારમાં આ તેલ મળી રહે છે જેનું છાતીમાં અને નાકના ભાગમાં ઉપયોગ કરવાથી નીલગીરીનું તેલ કફ દુર કરે છે. એક ટીપું નીલગીરીનું તેલ એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને મોઢાને રૂમાલથી ઢાંકીને શ્વાસ લઈને છોડવાથી અને આ પ્રક્રિયા સતત પાંચ મીનીટ સુધી દિવસમાં ત્રણ વખત કરવાથી કફ દુર થાય છે.

લીંબુનું જ્યુસ: લીંબુનો રસ કફ દુર કરવાનો ખુબ જ ઉપયોગી ઈલાજ છે. લીંબુમાં વિટામીન સી અને એન્ટીબેકટેરીયલ ગુણ હોય છે. જે કફના સંક્રમણને ઓછું કરવાનું કાર્ય કરે છે. લીંબુના બે ચમચી રસમાં એક ચમચી મધ પીવાથી કફ દુર થાય છે, લીંબુના ટુકડાને કાપીને તેના પર મીઠું અને તીખા નાખીને લીંબુના ટુકડા ચાટવાથી કફ બહાર કાઢવામાં કુફ મદદ કરે છે. આ ઉપાય દીવસમાં બે થી ત્રણ વખત કરવાથી કફ દુર થાય છે.


આદું: આદું એક પ્રાકૃતિક આયુર્વેદિક ઔષધી છે. જે ગળામાં સંક્રમણ અને શ્વસન તંત્રમાં થતી સમસ્યાને દુર કરે છે. આદુમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરીયલ અને એક્સપેક્ટોરેન્ટ ગુણ ગળામાં જમા થયેલા કફ અને ચીકાશ વાળા પદાર્થને કરે છે. આદુથી શ્વાસ લેવામાં અને છોડવાની સમસ્યા દુર થાય છે. એક ચમચી તાજું આદુના ટુકડા અને તેને ગરમ પાણીમાં નાખો. આ પછી આ મિશ્રણને થોડી મીનીટો સુધી ગરમ કર્યા બાદ તેમાં બે ચમચી મધ નાખીને સારી રીતે ભેળવી દીધા બાદ પીવાથી કફ દુર થાય છે. આદુની ચા પીવાથી કફ દુર રહે છે.  આદુના ટુકડા ચાવવાથી અને ભોજનમાં ઉપયોગ કરવાથી પણ કફ દુર થાય છે.

હળદર: હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે કફમાં આવેલા બેકટેરિયાનો નાશ કરે છે. આ ઉપાય કરવાથી કફ બનવાનો દુર થાય છે. હળદરથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.  એક ચમચી હળદરને એક ગ્લાસ દુધમાં નાખીને પીવાથી કફ દુર થાય છે.  આ મિશ્રણ સવાર અને સાંજે પીવાથી કફ નાબુદ થાય છે. અડધી ચમચી હળદરને પાણી સાથે દિવસમાં ત્રણ વખત પીવાથી કફ દુર થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને એક ચપટી મીઠું નાખીને કોગળા કરવાથી કફ મટે છે.


સૂપ: ગરમ ગરમ ચીકન વેજીટેબલ સૂપ કફના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી છે. ગરમાગરમ સૂપ નાકની નળીઓને ચીકણી કરે છે અને કફને પાતળો કરે છે. સુપથી ગળું ચોખ્ખું થાય છે. દિવસમાં એકથી બે વખત સૂપ પીવાથી કફ એકદમ સાફ થઇ જાય છે. સૂપને ફાયદાકારક બનાવવા તેમાં આદું અને લસણ ભેળવવાથી ખુબ ફાયદો મળે છે.

ડુંગળી: ડુંગળીમાં એન્ટીબાયોટીક, સોજા વિરોધી અને એક્પેક્ટ રેંટ ગુણ હોય છે. જે ગળાની સમસ્યા અને કફને દુર કરે છે. આ સાથે ડુંગળી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને ઈલાજની પ્રક્રિયા ઝડપી બનાવે છે. આ ઉપાય તરીકે ડુંગળી આને ખાંડનો ટોનિક બનાવી શકો છો. જેનાથી કફ પાતળો બને છે અને બહાર નીકળે છે. એક ડુંગળી લઈને તેને  ધોઈને તેના ટુકડા કરી કાપી લો. આ આ ટુકડા પર બંને બાજુ પર ખાંડ ભભરાવી ને અડધો કલાક સુધી રાખી મુક્વાથી તેમાંથી તરલ પદાર્થો નીકળવા લાગશે. આ પદાર્થની એક ચમચી લઈને પીવાથી પીવાથી કફ શરીરમાંથી બહાર નીકળશે છે. આ ઉપાય દિવસમાં ત્રણ કલાકના એક ચમચીના ઉપયોગથી કફનો નાશ કરી શકો છો.. આ પદાર્થને એક બે દિવસ સુધી ફ્રીજમાં પણ રાખી શકાય છે.


ગાજર: ગાજર કફના નાશ માટે ખુબ જ પ્રભાવી ચીજ છે. ગાજરમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેંટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય ગાજરમાં ભરપુર પોષકતત્વો અને વિટામીન સી હોય છે જે કફની સમસ્યા દુર કરે છે. ચારથી પાંચ ગાજર લઈને તેનું જ્યુસ કાઢીને તેને પાણી સાથે ભેળવીને તેમાં બે થી ત્રણ ચમચી મધ ભેળવીને સારી રીતે મિક્સ કરીને પીવાથી કફ દુર થાય છે. આ જ્યુસને દિવસમાં વારંવાર ઉપયોગ કરવાથી કફ સંપૂર્ણ સાફ થઇ જાય  છે.

ફુદીનો: ફૂદીનાનું તેલ થોડા ટીપા અને અડધો ગ્લાસ પાણીને ગરમ કરીને તેમાં નાખો. આ દ્રાવણનું મોઢાને રૂમાલ દ્વારા ઢાંકીને શ્વાસ લેવાથી અને છોડવાથી કફની સમસ્યામાં રાહત મળે છે. દિવસમાં એક થી બે વખત 5 મિનીટ સુધી આ ઉપાય કરવાથી કફ દુર થાય છે. ફુદીનાથી બનેલા તેલમાંથી ઘણીબધી દવાઓ બને છે. જેમાંથી કફ નીકાળવાની દવા અને કફ સિરપ પણ બને છે. ફુદીનામ એન્ટી સેપ્ટિક અને એન્ટીસ્પાસ્મોડિક ગુણ હોય છે. જે કફ સાથે ખાંસી, સાઈનસાઈટીસ, ગળામાં સંક્રમણ, શરદી, ફ્લુ અને અસ્થમા જેવી સમસ્યામાં રાહત આપે છે.


અરડુંચી: અરડુચી કફ, શરદી અને ઉધરસ શરીરની બહાર કાઢવા માટેની ખુબ જ ઉપયોગી જડીબુટ્ટી છે. શરીરમાં રહેલો કફ બહાર કાઢવા માટે અરડુંચીના પાંદડાને વાટીને પેસ્ટ બનાવવામાં આવે છે. આ પેસ્ટ પાણી સાથે પીવાથી કફની સમસ્યા દુર થાય છે. આ કફની સમસ્યામાં અરડુસીના પાંદડાને ચાવવાથી પણ કફ દુર થઇ શકે છે.

સફરજનનો વિનેગાર: એક ગ્લાસ ગરમ પાણીમાં સફરજનનો વિનેગાર મેળવીને પીવાથી કફ દુર થાય છે. આ દ્રાવણના શ્વાદ માટે તેમાં મધ પણ ભેળવી શકાય છે. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરવાથી કફ દુર થાય છે. કફના વાયરસ અને જીવાણુંઓના સંક્રમણને દુર કરવા માટે ઉપયોગમાં આ દ્રાવણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિનેગારમાં ઇન્ફેકશન લાગવાને રોકવાના ગુણ હોય છે જે ખાંસીને દુર કરીને કફને રોકે છે અને કફને દુર કરે છે.

લસણ: ચાર થી પાંચ લસણની કળીઓ અને એક કપ પાણી લઈને તેમાં લસણની કળીઓ પાણીમાં છુંદી નાખો. આ પછી આ પાણીને 5 થી 10 સુધી ગરમ કરીને તેને ઠંડુ થવા દીધા બાદ તેનું સેવન કરવાથી કફની તકલીફ દુર થાય છે, લસણનો ભોજન સાથે પણ ઉપયોગ કરી શકાય છે. લસણના એન્ટી માઈક્રોબેકટેરીયલ ગુણના લીધે કફને દુર કરવામાં ખુબ જ સહાય કરે છે.  પાણીમાં ગરમ કરેલા લસણનો દિવસમાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવાથી કફની સમસ્યા દુર થાય છે.


સંતરાનો રસ: સંતરાને કાપીને તેનો જ્યુસ કાઢીને પીવાથી કફ દુર થાય છે. ઓછામાં ઓછુ દિવસમાં એક વખત સંતરાનો રસ પીવાથી કફની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. સંતરાનું જ્યુસ સેવન કરવાથી તેમાં વિટામીન સી રહેલા હોય છે. જે એન્ટીઓક્સીડેંટની જેમ કાર્ય કરે છે. જેના દ્વારા ઉધરસની સમસ્યા દુર થાય છે જેનાથી ક્ફનો વધારો થતો રોકી શકાય છે.

તલનું તેલ: એક ચમચી તલનું તેલ લઈ તેને મોઢામાં નાખીને આ તેલને 5 મિનીટ સુધી મોઢામાં રહેવા દીધા બાદ તેને આખા મોઢામાં ઘુમાવ્યા બાદ તેને થૂંકી નાખો. આ પ્રયોગ દરરોજ કરવાથી કફના રોગમાં રાહત રહે છે અને ધીરે ધીરે કફ દુર થઈ જાય છે. આ ક્રિયાને ઓઈલ પુલિંગ કહેવામાં આવે છે. જે મોઢાના સ્વાસ્થ્ય માટે કરવામાં આવતો ઈલાજ છે. આ ઈલાજથી કફમાં છુટકારો મેળવી શકાય છે. આ ઉપચાર શ્વસન તંત્ર સંબંધી અનેક સમસ્યા દુર કરે છે જેથી કફની સમસ્યા પણ દુર થાય છે.

ગોળ: એક ગોળનો ટુકડો અને અડધી ડુંગળી તેને સાથે મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવાથી કફથી છુટકારો મેળવી શકાય છે. ગોળનો ઉપયોગ શ્વસનતંત્ર સંબંધી બીમારીઓને દુર કરવા માટે થાય છે.  જેમાં ગળામાં ખરોચ, શરદી અને ઉધરસ વગેરે બીમારીઓ સામેલ છે. ગોળ રેસ્પીરેટરી ગુણ ધરાવે છે જેથી તે કફની બીમારી દુર કરે છે.

આમ, આ તમામ ઘરેલું ઉપચારો આયુર્વેદિક લક્ષણો ધરાવે છે જેના લીધે કફની બીમારીમાંથી છુટકારો મેળવવા તેનો ઉપયોગ થાય છે. આ ઔષધિઓ તમને જયારે કફની બીમારી લાગે ત્યારે જે અનુકુળ આવે તે ઔષધીનો ઉપયોગ કરીને કફના રોગને દુર કરી શકો છો. અમે કફની સમસ્યા માટે આ ઉપચારો વિશેની માહિતી આપી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી નીવડશે. જેથી તેના ઉપયોગ દ્વારા કફને નાબુદ કરી શકો અને તંદુરસ્ત શરીર રાખી શકો.