Posts

Hair Loss: તો આ કારણથી પડે છે માથામાં ટાલ, આ રીતે બચી શકો છો આ સમસ્યાથી.

મિત્રો જ્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે તો શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આવી જ સમસ્યામાંથી એક છે માથામાં ટાલ પડવાની તકલીફ. માથામાં ટાલ પડવી આનુવંશિક સમસ્યા છે.


જ્યારે માથામાંથી વાળ ખરે છે અને તેની જગ્યાએ નવા વાળ નથી આવતા તો તે જગ્યાએ ટાલ પડવા લાગે છે. શરીરમાં જ્યારે વિટામીન અને મિનરલ્સ ની ઉણપ હોય છે ત્યારે ટાલ પડવાની શરૂઆત થાય છે. કેટલાક પોષક તત્વોની ઉણપ શરીરમાં હોય ત્યારે ટાલ પડવા લાગે છે.

એવા ઘણા વિટામિન અને મિનરલ્સ છે જેનો સંબંધ વાળનો વિકાસ સાથે છે. જ્યારે આ તત્વો શરીરમાં ઘટી જાય છે ત્યારે વાળ ખરવાની સમસ્યા વધે છે. સાથે જ તેના અભાવના કારણે નવા વાળ પણ ઉગતા નથી.

જો તમે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો છો તો શરીરમાંથી મિન્સ અને વિટામિન્સની ઉણપ ને દૂર કરી શકાય છે. સાથે જ ખરતા વાળ અટકે છે અને નવા વાળ પણ ઝડપથી ઉગે છે.

એક સંશોધન અનુસાર કોલેજન નામનું પ્રોટીન ત્વચા અને વાળ માટે મહત્વનું હોય છે. શરીરમાં તેની ઉણપ હોય તો વાળ ખરવા લાગે છે.

ખરતા વાળને અટકાવવા માટે અને આ પોષક તત્વો શરીરને મળે તે માટે આમળા લીંબુ જામફળ સ્ટ્રોબેરી જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

વિટામીન ડી ની ઉણપ ના કારણે પણ વાળ ખરે છે. આ ઉણપ દૂર કરવા માટે રોજ સવારે 10 મિનિટ કુણા તડકામાં બેસવું જોઈએ. આ સિવાય દૈનિક આહારમાં દૂધ અને વિટામિન ડી થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો.

વિટામીન ઈ પણ વાળને થતા નુકસાન ને રોકે છે.ખરતા વાળને અટકાવવા હોય તો વિટામિન ઈ નું સેવન પણ ભરપૂર માત્રામાં કરવું જોઈએ વિટામીન ઈ તમને બદામ જેવા બીજમાંથી મળે છે.

શરીરમાં વિટામીન b7 ની ઉણપ હોય ત્યારે પણ વાળ ખરે છે અને નવા વાળ ઉગતા નથી. આનુવંશિક કારણોના કારણે પણ હોઈ શકે છે.

જ્યારે શરીરમાં ફોલિક એસિડ ની ઉણપ હોય ત્યારે પણ વાળ ખરે છે અને નવા વાળ ઉગતા નથી. તેથી વાળના ઝડપી વિકાસ માટે લીલા પાંદડા વાળા શાકભાજી સલગમ પાલક જેવી વસ્તુઓનું સેવન કરવું કારણકે તે ફોલિક એસિડથી ભરપૂર હોય છે.

સેલેનિયમ પણ વાળના વિકાસમાં મદદ કરે છે આ તત્વ આખા અનાજ અને કઠોળમાંથી મળે છે.

ઓમેગા 3 અને 6 ફેટી એસિડ વાળના વિકાસમાં મદદ કરે છે. આ તત્વો બદામ સહિતના ડ્રાયફ્રુટ માંથી મળે છે.