Posts

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી તો અપનાવો આ ચાર ઘરેલુ ઉપચાર | Ungh na ave to su karvu

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી તો અપનાવો આ ચાર ઘરેલુ ઉપચાર | Ungh na ave to su karvu | Sleeping Natural Therapies

કોરોના ચેપને કારણે લોકોને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ સમયગાળા દરમિયાન, હૃદય અને ફેફસાને લગતા રોગોના કેસોમાં ઝડપથી વધારો થયો છે. કોરોનાએ લોકોની ઊંઘને પણ ખરાબ અસર કરી છે, તેથી જ ચેપને લીધે લોકોમાં અનિદ્રાની સમસ્યા પણ જોવા મળી છે.


જેમાં લોકો ઊંઘ આવતી નથી અથવા વારંવાર ઊંઘ તૂટી જાય છે. તેથી વ્યક્તિ દિવસભર થાક અનુભવે છે. અનિદ્રા તમારા મૂડ, આરોગ્ય, કાર્ય કરવાની ક્ષમતા અને જીવનની ગુણવત્તાને પણ ખરાબ બનાવી શકે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, દરેક વ્યક્તિને દરરોજ પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઊંઘ કેમ નથી આવતી?

રિસર્ચ કહે છે કે જે વ્યક્તિઓ કૃતજ્ઞ હોય, જેઓ હંમેશાં ઈશ્વરનો આભાર માનતા હોય તેમને સારી ઊંઘ આવે છે. જોકે ઊંઘ ન આવવા પાછળ આમ તો ઘણાં કારણો હોઈ શકે છે. સામાન્ય કારણો જેમ કે તમારા પાર્ટનરનાં નસકોરાં કે ઊંઘમાં પાટા મારતા બાળકથી માંડીને રેસ્ટલેસ લેગ સિન્ડ્રૉમ જેવી બીમારી પણ તમારી અનિદ્રા માટે જવાબદાર હોઈ શકે છે, પરંતુ આજે સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી પાસેથી જાણીએ ઊંઘ સમયસર ન આવવાનાં અને ઊંઘમાં ખલેલનાં સામાન્ય કારણો અને એના સરળ ઉપાયો.

ઉપાય : જો તમને સારી ઊંઘ ન આવતી હોય તો દરરોજ ૧ કલાક એક્સરસાઇઝ કરો. ઍક્ટિવિટી નહીં, એક્સરસાઇઝ કરો. એટલે કે એવી કસરતો જેનાથી તમને બળ પડે, તમે થાકો. આ એક્સરસાઇઝ સૂતાં પહેલાં ન કરો. સવારે કે સાંજે કરી શકાય. શરીર થાકશે તો તમને રાત્રે ખૂબ સરસ ઊંઘ આવશે.

જ્યારે તમે ખૂબ સ્ટ્રેસમાં હો ત્યારે

જ્યારે મગજમાં વિચારોનું યુદ્ધ ચાલતું હોય ત્યારે શરીર ભલે થાકેલું હોય, પરંતુ મન તમને સૂવા દેતું નથી. આવું ઘણી વાર થાય છે. આ બિલકુલ હેલ્ધી નથી. ઑફિસમાં કામનું ભારણ હોય કે બીજા દિવસનું પ્રેઝન્ટેશન કે એક્ઝામ કે ઇન્ટરવ્યુ હોય, વ્યક્તિને ઊંઘ આવતી નથી. પરંતુ એનાથી ઊલટું એવું છે કે મહત્વનું કામ જ્યારે કરવાનું હોય એ આગલી રાત્રે તો સારી ઊંઘ અનિવાર્ય જ છે. એટલે સ્ટ્રેસને હૅન્ડલ કરવું પડશે.

ઉપાય : કામનું ગમેતેટલું ભારણ હોય, એને ઘરની બહાર મૂકીને ઘરમાં પ્રવેશો. ઘરની કોઈ તકલીફ હોય તો એને સાથે મળીને દૂર કરો. ઝઘડો થયો હોય તો એને સૉલ્વ કરીને પછી જ સૂવા જાઓ. કોઈ દલીલ, કોઈ ઝઘડો કે કોઈ ટેન્શન લાંબું ન ખેંચો. જો ટાળી ન શકાય એવું સ્ટ્રેસ હોય તો બે મિનિટ શાંતિથી બેસો અને શ્વાસ પર ધ્યાન આપો. પ્રાર્થના કરો અને સૂઈ જાઓ. રિલૅક્સિંગની ઘણી ટેક્નિક હોય છે. તમને જે ફાવતી હોય એ અપનાવો. એનાથી ફાયદો થાય છે. રાત્રે હૂંફાળા પાણીથી નાહી લો. કોઈ બુક વાંચો જેથી મન બીજે પરોવાય. ડાયરી લખી કાઢો, જેથી મનમાં ધરબાયેલી લાગણીઓ નીકળી જાય અને તમે શાંતિથી સૂઈ શકો.

પુખ્ત વયના લોકોએ રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. જો તમને આ કરવાનું મુશ્કેલ લાગે છે, તો સાવચેત રહો, તમે અનિદ્રાના ભોગ બની શકો છો. આ સમસ્યાનો ઇલાજ કરવા માટે વિવિધ ઉપચારો ઉપલબ્ધ છે. આ લેખમાં, આપણે કુદરતી ઉપચાર પદ્ધતિઓમાં ખોરાકની કેટલીક વસ્તુઓ વિશે જાણીશું, જે અનિદ્રાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

રાત્રે હળદરનું હૂંફાળુ દૂધ : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જે લોકોને ઊંઘને લગતી સમસ્યા હોય છે, તેઓએ દરરોજ સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવું જોઈએ. ગરમ દૂધ મન અને શરીરને આરામ કરવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

નિષ્ણાતો કહે છે કે દૂધમાં ટ્રિપ્ટોપૉન હોય છે, જે નિંદ્રાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, જ્યારે શરીરના કોષોને સુધારણા દ્વારા શરીરને આરામ આપે છે. એક કપ ગરમ દૂધમાં એક કે અડધી ચમચી હળદર મિક્સ કરો અને સૂતા પહેલા તેનું સેવન કરો. તે અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

કેળા : કેળાને ઊંઘની સમસ્યામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ખનિજો, જેમ કે આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. તમે સુતા પહેલા ઓછામાં ઓછા એક કે બે કલાક પહેલા કેળા ખાઈ શકો છો.

ઊંઘની સમસ્યાઓ દૂર કરવાની સાથે સાથે કેળાનું સેવન આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આહારમાં કેળા શામેલ કરીને તમને ઘણા ફાયદા મળી શકે છે.

કેસર: સારી ઊંઘ માટે કેસર પણ ખૂબ ઉપયોગી છે. તેમાં વિવિધ ગુણધર્મો છે, જે અનિદ્રાના ઉપચારમાં મદદ કરે છે. રાત્રે સુતા પહેલા એક કપ ગરમ દૂધમાં બે ચપટી કેસર મિક્સ કરો. આમ કરવાથી તમને 5 મિનિટમાં ઊંઘ આવી જશે અને તાજગી અનુભવતા સવારે ઉઠવામાં મદદ કરશે. કેસર ત્વચા અને મગજ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધ અને કેસરનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

જાયફળ : ઘરોમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવતું જાયફળ, ઘણા ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ માનવામાં આવે છે. તેનો ઉપયોગ અનિદ્રાની સમસ્યાને સમાપ્ત કરી શકે છે. આ માટે એક કપ ગરમ દૂધમાં એક કે બે ચમચી જાયફળ પાવડર મિક્સ કરીને સૂઈ જાવ.

તે અનિદ્રા સિવાય અપચો અને હતાશાની સારવારમાં પણ ઉપયોગી છે. જાયફળમાં હાજર ઔષધીય ગુણધર્મો ફેફસાં અને લોહીના શુદ્ધિકરણ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
 

અનેક ઉપચારો કરવા છતાં પણ રાત્રે ઊંઘ નથી આવતી, શું કરવું?

ઊંઘ ન આવવાના કારણો જોઈએ. જો ચિંતામાં હોય, તણાવ અનુભવતા હોય–તો ઊંઘ ના આવે. તો અમુક લોકોને કોઈ ચિંતા ન હોય, તણાવ ન હોય અને અચાનક ઊંઘ ઓછી થઈ જાય. એવું પણ બની શકે કે બે-ત્રણ કલાક સુવે ને પછી ઊંઘ પૂરી થઈ જાય અને પૂરેપૂરા જાગ્રત થઈ જાય. હકિકતમાં એ ખરેખર ઊંઘ પૂરી ન થઈ કહેવાય. ઘરગથ્થુ ઉપચારમાં ગંઠોડા થોડા ગરમ દૂધમાં નાખીને પીવાય, ઘી-ગોળ ગંઠોડાની ગોળી બનાવીને ખાઈ શકાય તેનાથી ફાયદો થાય છે. જોકે કેટલાક લોકોને ફાયદો નથી થતો, તો યોગના આસનો તમને ઘણો ફાયદો કરશે. થોડા વૈજ્ઞાનિક કારણો પણ તમને સમજાવીશું.

શરીરના મોટાભાગના હોર્મોન્સ સારી ઊંઘ માટે અગત્યના છે. એમાં પણ Cortisol, Estrogen, Progesterone, Melatonin, Thyroid હોર્મોન્સ સારી ઊંઘ માટે અગત્યના છે. આ બધા હોર્મોન્સના Imbalances ના કારણે ઊંઘ ન આવે અથવા ઊંઘ પૂરી ન થાય.

આ હોર્મોન્સને બેલેન્સ કરવા કયા આસનો કરવા જોઈએ? તો એની વાત કરીશું. હોર્મોન્સ બેલેન્સ કરવા માટે સૌથી અગત્યનું સર્વાંગાસન અને મત્સ્યાસન છે. સારી ઊંઘ માટે સુપ્તપાદાગુષ્ઠાસન, ઉત્તાનાસન દોરડા સાથે, અધોમુખ વીરાસન વજન સાથે, સવાસન વજન સાથે.

ફોટા સાથે વિગતો તમને આપીશું. પરંતુ શું નથી કરવાનું એટલે કે કયા આસનો નથી કરવાના એ સમજવું પણ જરૂરી છે. Backward Bending ના કોઈ આસન ન કરાય. એટલે શલભાસન, ચક્રાસન, વિપરીત દંડાસન, એડવાન્સ સર્પાસન ન થાય.

મનને શાંત કરે, વિચારોના વંટોળને ઓછા કરે, ચિંતા ઓછી કરે, જીવન છે એટલે ઉતરાવ ચઢાવ આવવાના. દરેકના જીવનમાં ગમતું ન ગમતું થવાનું. મૂડ ક્યારેક સારો ન પણ રહે. સંજોગો બદલાતા રહેશે પણ સંજોગો ને જોવાનો અભિગમ બરોબર હોય તો તકલીફ એટલી મોટી તકલીફ ન લાગે. એ અભિગમ બદલવો કેવી રીતે? તો જવાબમાં છે “આયંગર યોગ” કરવા – સાધન સાથે યોગ કરવા.

સારી ઊંઘ માટે - આ 6 ટીપ્સ ઊંઘની ભૂમિકા વિષે અને નિરાંતે સૂવાના મહત્વને સમજાવે છે. સારી રીતે ઊંઘવા માટેની ૬ ટિપ્સ આપતા, તેઓ શાંભવી મહામુદ્રા વિશે પણ વાત કરે છે, જે નિદ્રાધીન અને જાગ્રત અવસ્થા વચ્ચેની ભેદરેખાને સ્પષ્ટ કરે છે.

Aaa

કેવી રીતે સારી ઊંઘ મેળવવી તેના માટેની ૬ ટિપ્સ
 તમને લાગે છે કે ક્યારેક સવારે જ્યારે તમે ઊઠો છો, ત્યારે કોઈ કારણ વિના તમે ખરાબ અનુભવો છો? જો તે વર્ષમાં બે કે ત્રણ વાર પણ થઈ રહ્યું હોય, તો સૂતા પહેલા તમારે કેટલીક વસ્તુઓ કરવી જ જોઇએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમે અચેતનપણે જ ઘણી બધી નકારાત્મક અથવા સકારાત્મક બાબતોનું ઊંઘમાં મનોમંથન કરતા હોવ છો. તમે ઊંઘમાં ખૂબ અસરકારક અને અવિરતપણે સુખદ અથવા દુઃખદ બાબતોનું  મનોમંથન કરી શકો છો. તમે દિવસ દરમિયાન પણ તેમ કરતા હોઈ શકો છો, પરંતુ ત્યારે ઘણા બધા વિક્ષેપને લીધે તે અસરકારક રીતે થતું નથી. પરંતુ જો તમને કોઈ ચોક્કસ રીતે સૂવા જવાનું વલણ છે અને તમે સવારે ઊઠો છો ત્યારે કોઈ કારણ વગર ખરેખર અપ્રિય લાગણી થાય છે, તો તેનો અર્થ એ છે કે તમે રાત્રે ખૂબ જ અસરકારક રીતે ખોટા વિચારોનું સેવન કરી રહ્યા છો.

આ ફક્ત માનસિક ખલેલ વિશે નથી; તે લાંબા ગાળે મોટી શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે એવી બાબતોને તમારા જીવનમાંથી દૂર કરો. તેથી તમારે રાત્રે સુવા જાઓ તે પહેલાં, કેટલીક વસ્તુઓની કાળજી લેવાની જરૂર છે.

ટીપ #૧: સ્નાન કરો
તમે સુતા પહેલા હંમેશા સ્નાન કરો. તેનાથી ઘણો ફરક પાડશે. ઠંડા હવામાનમાં ઠંડા પાણીથી ન્હાવું મુશ્કેલ હોય, તો હૂંફાળા પાણીથી સ્નાન કરો, પરંતુ રાત્રે ગરમ પાણીથી સ્નાન ના કરવું.

ઠંડા પાણીનું સ્નાન તમને સતર્ક રાખશે. તમને કદાચ વીસ મિનિટ અથવા અડધા કલાક મોડી ઊંઘ આવશે, પરંતુ ઊંઘ ઘણી સારી આવશે કારણ કે, તે અમુક વસ્તુઓ દૂર કરી દેશે. જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે માત્ર ચામડી પરનો મેલ જ દૂર નથી થતો. શું તમે નોંધ્યું છે કે, ક્યારેક તમે ખૂબ જ તંગ અને બેચેન હો, અને સ્નાન કરીને બહાર નીકળો ત્યારે એવું લાગે કે તમારો ભાર ઘટી ગયો છે? તે ફક્ત શરીરને બહારથી સાફ કરવા વિષે નથી. જ્યારે તમારા શરીર પર પાણી વહે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ થાય છે. સ્નાન કરવું એ ખૂબ જ પ્રારંભિક કક્ષાની ભૂતશુદ્ધિ છે કારણ કે, વાસ્તવમાં તમારા શરીરમાં સિત્તેર ટકાથી વધુ પાણી છે. જ્યારે તમે શરીર પર પાણી રેડો છો, ત્યારે એક ચોક્કસ શુદ્ધિકરણ થાય છે જે ત્વચાને સાફ કરવાથી કંઈક વિશેષ છે.

ટીપ #૨: જમ્યા પછી તરત ના ઊંઘો
જો તમે માંસ અને બીજા એવા પ્રકારનું ભોજન ખાતા હોવ તો, સૂતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક પહેલાં ખાવું શ્રેષ્ઠ છે કે જેથી પાચનની પ્રક્રિયા સમાપ્ત થઈ જાય. સુતા પહેલા, અમુક માત્રામાં પાણી પીઓ; તમે તે જોશો કે ઊંઘ સારી આવશે.

ટીપ #૩: દીવો પ્રગટાવો
એક બીજી વસ્તુ જે તમે કરી શકો છો તે છે; ઑર્ગેનિક(સેંદ્રિય) તેલનો દીવો કરો. રૂ ની દિવેટ નો ઉપયોગ કરો, બીજું કઈ વાપરશો નહીં. તમે કપાસની વાટ સાથે અળસીનું તેલ, રઈસ-બ્રાન ઑઇલ, તલનું તેલ, ઓલિવ ઑઇલ(જૈતુનતું તેલ) અથવા કોઈપણ ઑર્ગેનિક તેલનો ઉપયોગ કરી શકો છો. તમે જે રૂમમાં સૂતા હો ત્યાં ક્યાંક એક નાનો દીવો પ્રગટાવો અને તમે જોશો કે તણાવ, બેચેની એ બધું સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.

ટીપ #૪: યાદ રાખો કે સમય સમાપ્ત થઈ રહ્યો છે!
એ ધ્યાનમાં રાખો કે તમે ખરેખર નશ્વર છો. ફક્ત શબ્દોમાં જ નહીં, ખરેખર માનો કે તમે આ ઘડીએ પણ મરી શકો છો. હું તમને દીર્ઘાયુ થવાનાં આશીર્વાદ આપીશ, પરંતુ સંભવ છે કે આ પળે જ મને કે તમને મૃત્યુ આવે.

મહેરબાની કરીને આ વિષે સભાન બનો. આ કંઇ ભય ઉભો કરવા માટે નથી પરંતુ વાસ્તવિકતાને જાણવા માટે છે. જો તમે જાણતા હોવ કે, "હું ખરેખર નશ્વર છું અને મારો સમય ખૂબ જ મર્યાદિત છે," તો તમારી પાસે ગુસ્સે થવાનો, કોઈ સાથે ઝગડો કરવાનો, અથવા જેની સાથે તમને કોઈ મતલબ ન હોય એવું કંઈ પણ કરવાનો સમય નહિ હોય.. જો તમે તમારા મૃત્યુ પરત્વે સભાન હોવ, તો તમે ફક્ત તે જ કરશો જેની તમને જીવનમાં સાચી દરકાર છે.

તમે સૂતાં પહેલા, પથારીમાં એ વિચાર સાથે બેસો કે આ મારી મૃત્યુશય્યા છે અને મારી પાસે જીવવા માટે હવે પછીની  મિનિટ છેલ્લી છે. થોડું પાછળ વળો અને જુઓ, આજે તમે જે કંઈ કર્યું, તે સાર્થક છે? ફક્ત આ એક સરળ માનસિક કસરત કરો. અને જ્યારે ખરેખર મરણપથારી પર સુવાનું આવે, ત્યારે કોણ જાણે છે કે તમે તમારી શય્યા પર હશો કે બધી જાતની નળીઓ ખોસાયેલા હોસ્પિટલની પથારીમાં હશો. તો દરરોજ તમારી મૃત્યુશૈયા પર બેસવાનો આનંદ માણો, પાછળ વળો અને જુઓ, "આજે, હું છેલ્લા ચોવીસ કલાક જે રીતે રહ્યો છું, શું તે યોગ્ય છે? કેમ કે હવે હું મરી રહ્યો છું?" જો તમે આ કરો, તો તમે સાર્થક જીવન જીવશો. મારો વિશ્વાસ કરો.

ટીપ #૫: અમુક બાબતોને બાજુ પર રાખો
સૂતા પહેલા તમે આટલું કરો. છેલ્લી ત્રણ મિનિટમાં, તમે જે એકત્રિત કર્યું છે તે બધું - શરીર, મનના વિચારો નાની નાની બાબતો, બધાને બાજુએ મૂકી દો. નાની બાબતોને અવગણશો નહીં; આ નાની બાબતોનું જ મોટું મહત્વ છે. મેં જોયું છે કે લોકો પોતાનું અલગ ઓશીકું રાખે છે કારણ તેતેમના માટે ખૂબ મહત્વનું છે. તમારું ઓશીકું, તમારા પગરખાં, જો તમે સંબંધો બનાવ્યા છે તો તે, જે બધું તમે એકત્રિત કર્યું છે તે - બાજુએ મૂકો અને સૂઈ જાઓ.

જો તમે આ રીતે સૂવાની ટેવ પાડી શકો, તો તમે કંઇક અલગ જ ઊઠશો. તમે ધાર્યા કરતા વધારે હળવાશ, ઊર્જા અને શક્યતાઓ સાથે ઊઠશો. માત્ર એક જીવન તરીકે સૂઈ જાઓ - એક પુરુષ અથવા સ્ત્રી તરીકે નહીં, આ અથવા તે બનીને નહીં.  આ બધી બાબતોને બસ બાજુ પર રાખો.

ટીપ #૬ ઉત્તર દિશા તરફ માથું રાખી ના ઊંઘો
જો તમે રાત્રે ઉત્તર તરફ માથું કરીને ક્ષિતિજને સમાંતર સૂઈ જાઓ છો, તો ધીમે ધીમે લોહી તમારા મગજ તરફ ખેંચાય છે. જ્યારે મગજમાં પરિભ્રમણ વધી જાય, ત્યારે તમે શાંતિથી સૂઈ શકતા નથી. જો તમારા મગજમાં કોઈ પણ પ્રકારનાસ્વાભાવિક રીતે નબળા પાસાં હોય અથવા જો તમે વૃદ્ધ હોવ, તો તમે ઊંઘમાં ને ઊંધમાંજ મૃત્યુ પામી શકો છો. કોઈને હેમરેજ થવાની શક્યતા રહે છે કારણ કે વધારાનું લોહી મગજમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, જ્યાં રક્તવાહિનીઓ વાળ જેટલી પાતળી હોય છે.