Posts

અપીલ 🙏 બદલાતા વાતાવરણ વચ્ચે ટાઇફોઇડથી સાવધાન | ઉનાળામાં તમે રસ્તામાં શેરડીનો રસ પીઓ પણ બરફ નહીં નંખાવતા , એનાથી ટાઇફોઇડ થઇ શકે છે

અપીલ 🙏 બદલાતા વાતાવરણ વચ્ચે ટાઇફોઇડથી સાવધાન | ઉનાળામાં તમે રસ્તામાં શેરડીનો રસ પીઓ પણ બરફ નહીં નંખાવતા , એનાથી ટાઇફોઇડ થઇ શકે છે

ગરમી વધી રહી છે

ગરમી વધી રહી છે અને વધી રહેલી ગરમીની વચ્ચે ઘણાં લોકો રસ્તા પરની લારીઓમાંથી શેરડીનો રસ કે ફેરા જ્યુસ પીને ઠંડક મેળવતા હોય છે . જાણીતા ઇન્ફેક્ટિવસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડા , પ્રતીક સાવજ કહે છે જ્યારે તમે ફૂટપાથ પર શેરડીનો રસ પીઓ છો કે ફેરા જ્યુસ પીઓ છો અને એમાં બરફ નંખાવો છો ત્યારે એ બરફ ટાઇફોઇડ અને ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસનું કારણ બની શકે છે . - ડો.પ્રતીક સાવજ 

કહે છે કે ઉનાળાનાં સમયમાં ટાઇફોઇડ અને ગેસ્ટ્રોએન્ટાઇટિસનો કેસ વધી જતા હોય છે . જેનું એક કારણ છે ફૂટપાથ પર મળતા શેરડીના રસ અને ફેશ જ્યુસ ગરમીથી રાહત મેળવવા જ્યારે તમે ફૂટપાથ પર કાર કે ટુ - વ્હીલર પાર્ક કરી રોરડીનો રસ કે ફેરા જ્યુસ પીઓ છો ત્યારે ઠંડક માટે એમાં બરફ નંખાવો છો . આ બરફ જુદા - જુદા રોગનું કારણ બને છે . કારણ કે - આ બરફ જે પાણીમાંથી બનાવવામાં આવે છે એ પાણી ડાઇજેનિક હોતું નથી અને એને કારણે આવા બરફ્ળાળો જ્યુસ કે રસ પીવાથી ટાઇફોઇડ અને પેટને લગતી બિમારીઓ થાય છે .

ટાઇફોઇડની વેક્સિન ન લીધી હોય તો અત્યારે જ લઇ લો

✓ ટાઇફોઇડની વેક્સિન 90 ટકાથી વધારે પ્રોટેક્શન આપે છે
✓ આ વેક્સિન તમામ ઉંમરનાં લોકો મૂકાવી શકે છે . 
✓ આ વેક્સિન દર ત્રણ વર્ષે એકવાર મૂકી શકાય છે . 
✓ સિનિયર સિટીઝન્સે આ વેક્સિન ખાસ મૂકાવવી જોઇએ 
✓ ટાઇફોઇડ ન થાય એ માટે તમે વેક્સિન મૂકાવી શકો છો . 
✓ ટાઇફોઇડની વેક્સિન મૂકાવવાનો આ શ્રેષ્ઠ સમય છે .


તાવ આવે , માથું દુખે , વોમિટ અને ડાયેરિયા થાય ટાઇફોઇડ થાય

 ટાઇફોઇડ થાય ત્યારે એનો તાવ લાંબા સમય સુધી રહે છે . એન્ટિબાયોટિક્સ લીધા પછી પણ તાવ ઉતરવામાં વાર લાગે છે . ટાઇફોઇડ થાય તો માથામાં સતત દુખાવો થાય છે . વોમિટ , ડાયેરિયા થાય અને ભૂખ લાગતી નથી . 

સાલ્મોનેલા નામનું બેક્ટિરેયા ટાઇફોઇડ માટે જવાબદાર 

ટાઇફોઇડ સાલ્મોનેલા નામનાં બેક્ટેરિયાછી થાય છે . આ બેક્ટેરિયા મોઢા દ્વારા આંતરડામાં પ્રવેશે જે મોઢાભાગે દૂષિત પાણીમાં રહેલા હોય છે .

રોડ સાઇડ મળતા શેરડીનાં રસ , ફ્રેશ જ્યુસ કે અન્ય ઠંડાપીણામાં નાંખવામાં આવતો બરફ હાઇજેનિક પાણીથી બનતો નથી અને એને કારણે એ ટાઇફોઇડનું કારણ બને છે