Posts

75 % રોગો માટે માનસિક અશાંતિ અને નકારાત્મક વિચારો જવાબદાર

પ્રોફેશનાલિઝમ આવતાં પડતો જાય છે


ઇચ્છાઓનો અંત એટલે સુખ. કારણ કે અશાંત મનને સુખ હોતું નથી, વ્યસ્ત જીવનમાં વ્યક્તિ પહેલો પ્રેફરન્સ વ્યવસાય અને નોકરીને આપે છે. બીજા ક્રમે ફેમિલીને તેમજ ત્રીજા ક્રમે પોતાની જાતને પ્રેફરન્સ આપતો હોય છે. સુખ માટે પોતાની જાતને સૌથી વધુ સમય આપવો જરૂરી છે. 75 % રોગો માટે માનસિક અશાંતિ અને નકારાત્મક વિચારો જવાબદાર છે, તેમ સંસ્કૃત સાહિત્યોમાં જણાવ્યું છે. સામાન્ય સમજ મુજબ પૈસામાં જ સુખ રહેલું છે. ડિમોનિટાઇઝેશન જેવી ઘટનાથી થતી માનસિક અશાંતિ માટે પૈસાના સુખને મહત્વ આપતાં હોવાનું માનવામાં આવે છે. માનવીય સંબંધો શરતી બનતાં જાય છે, માણસો જજમેન્ટલ બનતાં ગયું છે અને સામાન્ય વાતચીત પણ પ્રસંગોપાત બનતી જાય છે.


 લાગણી કરતાં બુદ્ધિનું મહત્વ વધતાં સુખ નજર સામે હોવા છતાં દેખાતું નથી. એમએસ યુનિ.ના સાઇ કોલોજી વિભાગના મદદનીશ પ્રો.બી. એસ.પરિમલે સમૃદ્ધિ સાથે ઘટતાં સુખો પર રિસર્ચ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, અગાઉ કોઇ પણ સમસ્યાઓમાં સામાજીક સંસ્થાઓની મદદ મળતી હતી. કુટુંબ પડોશી, સમાજ, ધાર્મિક સ્થળો, શાળા, કોલેજમાં સપોર્ટ મળતો હતો. દરેક વ્યક્તિમાં પ્રોફેશનાલિઝમ આવતાં વ્યક્તિ ધીમે ધીમે એકલો પડતો જાય છે. પડોશમાં કોણ રહે છે . તેનો આઇડિયા પણ નથી. કોલેજ - મંદિરોમાં પણ પ્રોફેશનાલિઝમ આવતાં તે મિક્સ થઇ શક્યો નથી. સોશિયલ મીડિયામાં એકલતાનો વિકલ્પ દેખાય છે અને સોશિયલ મીડિયામાં અસંતોષ પૂરો કરે છે. સમાજમાં એક્ટિવ રહેતો નથી, તેથી તેનાં વ્યક્તિગત મૂલ્યોનું ધોવાણ થતું જાય છે અને સમાજમાં નાના મોટા ક્રાઇમ પણ વધે છે.

... અને વ્યક્તિ સાઇબર એડિક્ટેડ થતો જાય છે 
આધુનિક સમયગાળામાં લોકોને દુનિયાભરનું જ્ઞાન છે આમ છતાં સેલ્ફ અંડરસ્ટેન્ડિંગ નથી પોતાની જાતનું જ મહત્વ સમજતો નથી પોતાની જાતથી સતત કરતો રહેતો હોવાથી હું કોણ છું તેની સમજ કેળવવા તૈયાર નથી પોતાના ખાલીપાને ભરવા માટે વ્યસનો તરફ વળે છે વ્યક્તિ સાઇબર એડિક્ટેડ થતો જાય છે કોમ્યુનિકેશન જેવી સગવડો હાથવગી * હોવા છતાં વ્યક્તિ પોતાની હેપ્પીનેસ ગુમાવે છે 

વડવાઓ સુખી રહેવા અનેક ચાવીઓ આપીને ગયાં છે


 દુનિયાના મોટા ભાગના દેશોમાં સમૃદ્ધિ દર્શાવતું જીડીપીનું મલ્ય વધતું જાય છે. વિશ્વમાં દરેક દેશ કોઇને કોઇ રીતે ગ્રોથ અને ડેવલપમેન્ટ કરી રહ્યો છે. દરેક દેશમાં ટેકનોલોજી, વેલ્થ એજ્યુકેશન, હેલ્થની સુવિધાઓ વધતી જાય છે. ભારતનો હેપ્પીનેસ આક ૧૧૮ મા ક્રમ છે જે પાકિસ્તાન અને બાંગલાદેશ કરતા પણ પાછળ છે ડેન્માર્ક પ્રથમ, સ્વિત્ઝરલેન્ડ બીજો અને ત્રીજા ક્રમે આઇસલેન્ડ છે. સુખ એ પ્રક્રિયા છે, સુખ એ અંતિમ ધ્યેય નથી. સમૃદ્ધિ વધવાથી સુખ સગવડો વધશે. તેવી માન્યતા વ્યાપક હતી. સમૃદ્ધિ વધવા સાથે માણસની હેપ્પીનેસ અને મેન્ટલ હેલ્થ સારી થવી જોઈએ એવી માન્યતા હતી. આધુનિક સમયમાં માણસની હેપ્પીનેસ ઘટી છે અને મેન્ટલ ડિસઓર્ડર વધ્યા છે

માણસના મનમાં અસંતોષ વધે તો સુખ છીનવી લે છે 


પેરડોક્સ ઑફ ધ ચોઇસની ડેવિડ મેયરની થિયરી મુજબ વધુ વિકલ્પોમાંથી પસંદગી કરવાની થાય ત્યારે પસંદગીનો અસતોષ રહેતો હોય છે. માણસ પાસે ઑપ્શન ન હોય તો ફરજિયાત પસંદગી કરવી પડતી હોય છે. વિકલ્પો વધર્તા માણસના મનમાં અસંતોષ વધતો જાય છે. જે સુખને છીનવી લે છે

લવ હોર્મોન વહેતાં વ્યક્તિ સુખની અનુભૂતિ કરે છે 


કિસિંગ, રોમાન્સ સેક્યુઅલ રિલેશનથી પિટ્યુટરી ગ્રંથિના ઓક્સિટોસીન સ્ત્રાવ વહે છે સેક્સ્યુઅલ પ્લેઝર વધતા ઓક્સિટોસીન વધે છે. ઓક્સિટોસીનને લવ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે લવ હોર્મોન વહેતા વ્યક્તિ સુખની અનુભૂતિ કરે છે એન્ઝાઇટી તેમજ સ્ટ્રેસમાં લવ હોર્મોન વધુ વહે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે.